Gujarati / English

વૈશાખ વદિ-૭ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણ-દાસજીએ પૂછ્યું જે, “ધર્મામૃતમાં બારસ અને પૂનમ  એ બે દિવસે પાકી રસોઈ લેવી એમ કહ્યું છે તેનું અમારે કેમ કરવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સંતને શ્રીજી મહારાજની ઈચ્છાથી જે મળે તેનો શ્રીજી મહારાજને થાળ કરી જમાડવા. પછી પાણી નાખીને ખૂબ મેળવીને એરંડિયા જેવું કરીને મહારાજને સંભારીને  એક વાર જમવું; બીજી વાર જમવું નહિ. ડબા ભરી રાખવા નહિ. જમવાની ના નથી. અને ભાતું તો ક્યારેક લાંબી મજલ કરવાની હોય ને અવશ્ય લેવું પડે એવું હોય તો લેવું. પોતાના હાથે થાળ કરીને શ્રીજી મહારાજને અને સંતને જમાડવાની શ્રદ્ધા રાખવી.  શ્રીજી મહારાજને અને સંતને રસોઈ કરીને જમાડે તો મહાપ્રભુજી રાજી થાય, પણ બેસી રહ્યામાં કાંઈ સુખ મળે નહિ. કદાપિ બ્રાહ્મણ પાસે રસોઈ કરાવવી પડે, તો શ્રીજી મહારાજનો આશ્રિત હોય ને શુદ્ધ આચારવાળો પવિત્ર હોય તો તેના હાથની કરેલી જમવી, પણ સત્સંગી ન હોય તેના હાથનું ખાવું નહિ.”

ત્યારે સ્વામી બાલકૃષ્ણદાસજીએ પૂછ્યું જે, “જે સાધુ વર્તમાન ન પાળતા હોય તેના હાથનું  ખાવું પડે તો કેમ કરવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એવા હોય તો નોખી પંક્તિ કરવી, પણ તેના હાથનું ખાવું નહિ.”  II ૧૦ II

On the morning of Vaishakh Vad 7th  in the assembly Swami Ishwarcharandasji asked a question, “It has been said in Dharmamrut that we are allowed to take dish consisting of sweets on the two days viz. the 12th and 15th day of  a Hindu Month.  What should we do of that?”  Bapashri said, “A Saint should feed Shriji Maharaj whatever he gets according to His wish.  Thereafter water should be added in that food and make it like castor seed oil and then that food should be taken only once remembering Maharaj.  Nothing should be taken second time.  Moreover, nothing should be stored.  I do not prohibit you from taking meals and if going on a long journey tiffin has to be taken.  We should offer food with faith to Shriji Maharaj and saints prepared with our own hands.  If Shriji Maharaj and saints are offered food prepared with our own hands, Mahaprabhuji will be pleased but there will be no happiness by remaining idle. In case if the dishes are required to be prepared by a Brahmin, we should see that he is follower of Shriji Maharaj, he is pure in character and holy.  Then only this food is to be eaten prepared by him otherwise not if he is not satsangi.” 

Swami Balkrushnadasji asked, “What should we do if we have to eat meals prepared by a saint who does not follow vartman?”  Bapashri replied, “If they are such, separate line should be made but should not eat food prepared by them.” || 10 ||