Gujarati / English

ભાદરવા વદ-૨ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૨૪મું વચનામૃત વંચાતું હતું. તેમાં જેટલો શ્રીજી મહારાજનો મહિમા જાણે તેના હૃદયમાં તેટલો પ્રકાશ થાય ને તેટલો નાદ સંભળાય છે એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ અહીં લાય લાગે અથવા પાણીનું પૂર આવે તેનો નાદ સંભળાય છે, તેમ શ્રીજી મહારાજની મૂર્તિના તેજનો નાદ થાય છે. તે નાદ જેને મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય તે સાંભળે, પણ જેમ બહેરો નથી સાંભળતો તેમ માયારૂપી પડદા જેને હોય તેનાથી સંભળાય નહિ. તમે આ વખતે દર્શન કરો છો તે તમારાં મોટાં ભાગ્ય છે. ક્યાં તમે! ને ક્યાં અમે! આ તો કીડી-કુંજરનો મેળાપ છે. અમે તેમને અંતર્યામીપણે ખેંચ્યાં છે ત્યારે આ જોગમાં આવ્યા છો. આ જોગ એવો છે જે ઈન્દ્રિયોની વૃત્તિ ઘસાઈને બુઠ્ઠી થઈ જાય છે; એવું ખરેખરું નૈમિષારણ્ય ક્ષેત્ર આ છે. આ ઠેકાણે જપ, તપ, માળા, માનસી પૂજા જે કરે તે થાય એવું છે. આ સભા નૈમિષારણ્ય ક્ષેત્ર છે. માટે અંતર્દૃષ્ટિ કરીને મૂર્તિમાં જોડાવું.”  II ૧૦૧ II

On the Bhadarva Vad 2nd, the 24th Vachanamrut of the First Chapter of Gadhada was being read in the assembly.  In it, it is said that the one’s heart will be illuminated in the proportion in which he knows the greatness of Shriji Maharaj and will also hear Nad (sound coming from navel) in that much proportion.  Bapashri said, “Just as one can hear the roar of flood water or also the sound of fire, similarly there is Nad of luminescence of Shriji Maharaj’s Murti.  This Nad is heard only by one who has realized the Murti but who has covering of illusion cannot hear as the deaf.  You are very fortunate that you are having darshan at this time-the status of yours and ours cannot be compared.  This is meeting of an ant and an elephant (the meaning is Muktas are compared to an elephant and devotees are like ant).  We have drawn you invisibly (antaryami) so you have got this opportunity.  This opportunity is such that tendency (vruti) of senses has become blunt by rubbing. This is like the place, which is really like Naimisharanya.  At this place one can do whatever he wants, viz. Jap, penance, rosary, mental worship, etc.  This assembly is Naimisharanya area.  Therefore be introvert and get attached to Murti. || 101 ||