Gujarati / English

ભાદરવા વદ-૬ને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “જીવને અંતર્ગત ઈશ્વર એટલે મૂળપુરુષ જે શ્રી કૃષ્ણ તે રહ્યા છે અને તેની અંતર્ગત શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મ રહ્યા છે. ને તેની અંતર્ગત અક્ષર રહ્યા છે. અને તે અક્ષરથી પર ને તેના કારણ અને પોતાના તેજ વડે કરીને તેમના આધાર ને અંતર્યામી ને કારણ ને નિયંતા એવા શ્રી પુરુષોત્તમ ભગવાન તે શ્રીજી મહારાજ છે; તેમની સાક્ષાત્કાર પ્રાપ્તિ જીવને શી રીતે થાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યારે પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામેલા મુક્તનો જોગ થાય ત્યારે તે મુક્તને પ્રતાપે કરીને શ્રી પુરુષોત્તમની દૃઢ ઉપાસના થાય, ત્યારે તેને પડદા રહેતા નથી; અને પુરુષ તથા બ્રહ્મ તથા અક્ષર તે કોઈનો ભાર કે મહત્તા કે સારપ રહેતી નથી. એક શ્રી પુરુષોત્તમ જે શ્રીજી મહારાજ તેમની જ સારપ ને મહત્તા રહે છે. એ તો છતાં દેહે જ શ્રી પુરુષોત્તમ પાસે પહોંચી ચૂકયો છે.

“આજ મોટા પુરુષોએ એવી રચના બાંધી દીધી છે તે સર્વે ટૂંકમાં લાવી દીધું છે. આજ તો પરબાર્યો સીધો રસ્તો મળ્યો છે; ક્યાંય ફરવા જેવું પડે તેમ નથી. બધું જ્ઞાન કહેવા જઈએ તો પાર આવે નહિ. આ ત્રણ શબ્દ ‘પુરુષ, બ્રહ્મ ને અક્ષર’ એ જુદા કાઢી નાખીએ એટલે તરત શ્રી પુરુષોત્તમની સમીપે પહોંચીએ.

“માટે પોતાને શ્રી પુરુષોત્તમના તેજરૂપ માનીને, એ તેજમાં મૂર્તિ જોવી એટલે શ્રી પુરુષોત્તમના તેજમાં પોતાના આત્માને લીન કરીને એ તેજમાં મૂર્તિ ધારવી; અથવા અનાદિમુક્ત રૂપ માનીને મૂર્તિમાં રહીને મૂર્તિ જોવી, પણ મૂર્તિમાન મૂળઅક્ષરરૂપ માનવું નહિ; કેમ કે જે વસ્તુ રૂપ થઈએ તે વસ્તુની પ્રાપ્તિ થાય. તે પ્રથમ પ્રકરણના ૫૧માં વચનામૃતમાં કહ્યું છે જે, ‘શ્રી પુરુષોત્તમ આકારે દૃષ્ટિ થાય ત્યારે અક્ષરાદિક કોઈ છે જ નહિ; એક શ્રી પુરુષોત્તમ જ છે એમ થાય. જેમ હીરે કરીને હીરો વીંધાય છે તેમ શ્રી પુરુષોત્તમનું દર્શન ને નિશ્ચય તે શ્રી પુરુષોત્તમ વડે જ થાય છે. અને જ્યારે શ્રી પુરુષોત્તમનું દર્શન ને નિશ્ચય થાય છે ત્યારે એનાં ઈન્દ્રિયો-અંતઃકરણ પુરુષોત્તમરૂપ થઈ જાય છે.

“માટે પોતાને શ્રી પુરુષોત્તમરૂપ માનવું અથવા શ્રી પુરુષોત્તમના મુક્તરૂપ અથવા તેજરૂપ માનવું. જેમ ચંદ્ર વડે ચંદ્રનું દર્શન થાય અને સૂર્ય વડે સૂર્યનું દર્શન થાય, પણ ચંદ્ર વડે સૂર્ય જોવાય નહિ, તેમ શ્રી પુરુષોત્તમ વડે જ શ્રી પુરુષોત્તમનું દર્શન થાય; પણ મૂળઅક્ષરરૂપ થવાથી શ્રીપુરુષોત્તમનું દર્શન થાય નહિ. માટે તે અક્ષરરૂપ થવાથી શ્રી પુરુષોત્તમ પમાય નહિ; માટે પોતાને પુરુષોત્તમરૂપ માનવું.”  II ૧૦૫ II

On the day of Bhadarva Vad 6th, Swami Ishwarcharandasji asked. He asked, “Inside the soul there dwells Shri Krushna who is Mul-Purush and inside it there dwells Vasudevbrahm who is the lord of Shwetdwip and inside there is Akshar and above Akshar there is Shriji Maharaj i.e. Lord Purushottam who is the cause of Akshar and supports it with His own luminescence and supreme being and cause and control. How can He be realized by Jiva?”  Bapashri said, “When one gets attached to those Muktas who have become one with lord Purushottam and if by their grace, firm worship (upasana ) of Purushottam is done, will not be obstacle and the importance of Purush, Brahm, Akshar does not remain.  The importance of only of Shriji Maharaj who is Lord Purushottam remains.  Such person realizes Shri Purushottam with the physical body.  Muktas have made such an arrangement that everything is possible within a short time. Today direct path has been found. There is no need to go anywhere.  If I talk about entire knowledge there is no end to it.  Once if these three words viz. Purush, Brahm and Akshar are separated, one can soon reach Lord Purushottam.  Therefore one should believe one self as the luminescence of Shri Purushottam and he should see Murti in the luminescence means one should absorb his soul in the luminescence of Shri Purushottam and in that luminescence we should imagine the Murti, or he should believe himself in the form of Anadi Mukta and dwelling in Murti should see Murti but should not believe himself as the form of personified Mul-Akshar, because the form of which we become, that thing will be achieved.  In the 51st Vachanamrut of the First Chapter of Gadhada it is said that once the vision becomes one with Purushottam, there is no Akshar, etc there is only Purushottam.  Just as diamond is cut with a diamond, similarly the darshan of Purushottam and determination is only possible through the medium of Shri Purushottam and when there is darshan of Purushottam and determination, senses ,conscience become the form of Purushottam. Therefore one should believe one self as the form of Shri Purushottam or the form of Shri Purushottam’s Muktas or form of luminescence.  Just as the darshan of the moon can be had through the medium of the moon and the darshan of the sun can be had through the medium of the sun.  But the sun cannot be had through the medium of the moon. Similarly darshan of Shri Purushottam can be had through the medium of Purushottam, but by becoming the form of Mul-Akshar one cannot get the darshan of Shri Purushottam.  Therefore Shri Purushottam cannot be realized by becoming the form of Akshar. Therefore one should believe one self as the form of Purushottam. || 105 ||