Gujarati / English

વૈશાખ સુદ-૧૫ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “કારણ મૂર્તિનું ધ્યાન શી રીતે કરવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિના તેજમાં પોતાના આત્માને લીન કરીને એ તેજરૂપ પોતાને માનીને એ તેજમાં મૂર્તિ ધારવી. તે મૂર્તિ ધારતાં ધારતાં દેહને ભૂલી જવાય ને ઉપશમ થઈ જાય તે ખરું ધ્યાન  કહેવાય.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “પુરુષોત્તમના પ્રકાશરૂપ થઈને એકરસપણાને પામી ગયા પછી જાણપણું રહેતું હશે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ દેહરૂપી આવરણમાં રહ્યા થકા પણ જ્ઞાને કરીને આટલું ઓળખાય છે તો જ્યારે આવરણ ટળીને દિવ્ય દૃષ્ટિ થાશે ત્યારે ઓળખાય તેમાં શું કહેવું? ત્યારે તો જાણપણું બહુ રહેશે. ‘જેમ હું મૂર્તિમાં રહ્યો છું ને સુખ લઉં છું તેમ જ સર્વે મુક્ત મૂર્તિમાં રહ્યા છે ને સુખ લે છે’ એવું જાણપણું રહે છે. જે અનાદિમુક્ત છે તે તો મૂર્તિમાં રહીને મૂર્તિને જુએ છે. જેમ ફાનસમાં દીવો હોય તે દીવો ફાનસને દેખે, તેમ અનાદિમુક્ત મૂર્તિમાં રહીને મૂર્તિને દેખે છે ને મૂર્તિનું સુખ ભોગવે છે. અને જે મુક્ત જેટલું સુખ લે છે તે સર્વેને જાણે છે જે આ મુક્ત આટલું સુખ લે છે; એમ સર્વેને જાણે છે.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “ચરણની સેવા કરવી એમ કહે છે તે કેવી રીતે સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ચરણની સેવા એટલે મૂર્તિની સેવા જાણવી. ચરણની સેવા કહેવી તે નમ્ર વાણી છે. જે દાસ હોય તે એવી રીતે નમ્રતાપૂર્વક બોલે. એમ દાસને બોલવાની રીતિ છે એમ જાણવું. માટે ચરણસેવા એટલે સમગ્ર મૂર્તિની સેવા જાણવી.”  II ૧૨૪ II

On the day of Vaishakh Sud 15th, Swami Ishwarcharandasji asked a question in the assembly, “How to meditate Murti which is the cause of all?” Bapashri replied, “One should get his soul absorbed in luminescence of Murti and he should believe himself as form of luminescence and in that luminescence he should meditate on Murti. When the existence of body is forgotten while meditating on Murti and become tranquil it is the real meditation.”

Then once again, Swami asked, “Does the knowledge of existence remain after becoming one by becoming form of lord Purushottam’s luminescence?” Bapashri replied, “Even this much is known by knowledge even though there is covering of in the form of body-then what to say about it  when it is known after the covering is removed and the sight becomes divine? Then there will be much knowledge. Just as I take happiness dwelling in Murti, similarly all Muktas take happiness by dwelling in Murti. Such knowledge remains. Anadi Muktas see Murti dwelling in Murti just as there is lamp in the lantern, that lamp sees the lantern.  Similarly Anadi Muktas see Murti dwelling in Murti and take bliss of Murti and they also know how much bliss Muktas take-they know that this much happiness is taken by this Mukta- thus they know all.

Then again Swami asked, “How to understand that one should serve feet?” Bapashri replied, “Service of feet means the service of Murti. To say the service of feet is humble way of saying. The one who is servant will say in a humble way. One should know that it is the way of saying by a servant. Therefore the service of feet means service of the whole Murti. || 124 ||