Gujarati / English

ફાગણ સુદ-૮ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેને કારણ મૂર્તિનું ધ્યાન હોય તેનાથી સંતની સેવા થાય છે; કેમ જે તેણે તો આ સંતને મહારાજના દીકરા જાણ્યા છે, તેથી સંત રાજી થાય એવી સેવા કરે છે. જેને કાર્યમાં તાન હોય તેને તો આ લોકમાં આબરૂ વધારવાનું તથા છતું થવાનું તાન હોય ને સૌ વખાણે તે સારુ તપ કરે, વૈરાગ્ય રાખે, ધર્મ પાળે, સેવા કરે, બીજા પાસે કરાવે; પણ તેને કારણ હાથ આવે નહિ ને આ સંતનો મહિમા પણ સમજાય નહિ. જો આવી બ્રહ્મસભામાં બેસીને વિશ્વાસ રાખે ને જ્ઞાન સાંભળે તો કારણ અને કાર્ય બેય ઓળખાય ને સાચા-ખોટા વેપારની ખબર પડે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “અનાદિમુક્તના ગુણ મુમુક્ષુમાં કેમ સમજે તો આવે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અનાદિમુક્તને વિષે દેવની બુદ્ધિ રાખે ને તેમની અનુવૃત્તિમાં વર્તે અને પંચ વર્તમાન યથાર્થ પાળે તો અનાદિમુક્તના ગુણ એમાં આવે.”  II ૧૩૩ II

On the morning of Fagan Sud 8th, Bapashri, showing his favour, talked. He said, “The one who is aware of Murti which is cause of all will be able to serve saints because he has known this saint as the sons of Maharaj so he does such service by which saints are pleased. The one who has eagerness in activity will desire to increase his prestige in this world and to become famous and to be praised by all. For this purpose he does penance, renounces every thing, follows dharma, does service and gets others to do it but he will not get causal Murti which is cause of all and will also not understand the greatness of this saint.  If he keeps faith by sitting in such Brahmsabha and listens the knowledge, he will be able to recognize both cause and activity and also will know what is true and what is false.

Then Swami Ishwarcharandasji asked, “With what understanding can virtues of Anadi Muktas come in Mumukshu?” Bapashri said, “If he keeps his intellect considering Anadi Muktas as God and behaves as per their commands and observes five morals (vartman) properly, Muktas virtues will come in him. || 133 ||