Gujarati / English

ચૈત્ર સુદ-૬ને રોજ સાંજે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “મહારાજને અને મોટાને સન્મુખ થયા ક્યારે કહેવાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજની આજ્ઞા યથાર્થ પાળે અને મૂર્તિ વિના બીજા સર્વમાંથી લૂખા થઈને મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખે તો સન્મુખ થયા કહેવાય.”

પછી વળી સ્વામીએ પૂછયું જે, “મોટા મુક્તનાં દર્શન, સ્પર્શ આદિનું ફળ કેટલું થતું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શાસ્ત્રમાં તો ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ લખ્યું  છે; પણ આજનું તો માપ થાય તેવું નથી. આજ તો સત્સંગમાં ઘણાં ધામોના ધામી ને તેમના મુક્ત તે સર્વે પોતાના કલ્યાણને અર્થે આવ્યા છે.

“જામનગરમાં સ્વરૂપાનંદ સ્વામી તળાવ ઉપર વડ તળે બેઠા હતા તેમની સાથે પોણો સો સાધુ હતા. તે જોઈને એક બ્રાહ્મણ બોલ્યો જે, ‘સાધુ તો આગળ નારદ, શુક, સનકાદિક તથા નવ યોગેશ્વરો થઈ ગયા અને ભગવાન પણ આગળ મચ્છ, કૂર્મ, વારાહ, નૃસિંહ, વામન, રામ, કૃષ્ણ તે થઈ ગયા. આજ તો એવા ભગવાન કે સાધુ ન હોય.’ ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા જે, ‘તેં જે સાધુ ને ભગવાન થઈ ગયા એમ કહ્યું તે બધા આ બેઠા. તારે દર્શન કરવાં હોય તો કર. એ બધાય એમના કલ્યાણને માટે અમારા શિષ્ય થઈને અમારી પાસેથી સર્વોપરી એવા સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના સ્વરૂપનું જ્ઞાન ને મહિમા શીખે છે. તેમને સર્વેને અમે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ને મહિમા સમજાવીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સુખમાં લઈ જઈશું. ભગવાન તો સ્વામિનારાયણ એક જ છે અને તેં કહ્યા એ તો સર્વે ભક્ત છે.’ એમ બોલ્યા. એવો આ સત્સંગનો મહિમા છે.

“આ ભગવાન ને આ મુક્તનાં દર્શન-સ્પર્શાદિકના ફળનું માપ થાય નહિ. એ તો અપાર ને અવિનાશી છે. તેમનાં દર્શનાદિ કરીને તો આત્યંતિક મોક્ષ થાય છે. જે મહારાજને ને મોટાને ઓળખે નહિ, પણ દર્શનાદિક થાય તો તેનાં સર્વે પાપ બળે ને મોક્ષને માર્ગે ચાલે; તેથી તેનું જન્માંતરે કલ્યાણ થાય.”  II ૧૪૧ II

On the evening of Chaitra Sud 6th, Swami Ishwarcharandasji asked a question in the assembly, “When can it be called that one has surrendered to Maharaj and Muktas?” Bapashri said, “When one properly obeys the commands of Shriji Maharaj and ignores all other things except Murti and he constantly keeps vruti (tendency of mind) in Maharaj’s Murti, he is said to have surrendered. 

Then again Swami asked, “How much is the benefit of darshan, touch, etc. of great Mukta?”  Bapashri said, “The benefit of it is as much as on and on Ashvamedh yagna, this has been described in scriptures but it is not possible to gauge today’s benefit. Today heads of many abodes and their Muktas have all come in satsang for their liberation. In Jamnagar, Swarupanand Swami was sitting at pond under a banyan tree along with seventy-five saints. Seeing this a Brahmin commented that formerly saints like Narad, Shanak, shuka, etc. and nine Yogeshwars were there and God viz. Machchha, Kurma, Varah, Nrushinha, Vaman, Ram, Krushna were there. Today there can not be such God or Saint like them. Then Swarupanand Swami said, “Saints and God which you described are all sitting here. Have the darshan of them if you wish. They all learn about greatness and knowledge of supreme lord Shri Swaminarayan for their liberation by becoming our disciples. They all be taught about it and they will be taken in the bliss of lord Swaminarayan’s Murti. God is only Shri Swaminarayan and others which you described are all devotees- such is the greatness of this satsang. The benefit of darashan and touch of this God and these Muktas cannot be gauged. It is boundless and immortal. By their darshan, etc. one gets ultimate liberation. He may not recognise Maharaj and Muktas but by their darshan all his sins will be burnt and he will tread on the path of liberation hence he will be liberated at the end of some births. || 141 ||