Gujarati / English

મહા વદ-૮ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જો શ્રીજી મહારાજને અંતરમાં પધરાવે, તો સૂક્ષ્મ ઘાટ થવા પામે નહિ. ધણી માંહી ન હોય તો લૂખો લાગે ને તેની કિંમત પણ કાંઈ નહિ; માટે અખંડ સ્મૃતિ રાખીને મૂર્તિને જોઈ રહેવું. લૂંટનાર ઘણા છે; માટે શ્રીજી મહારાજ અને તેમના મુક્તને મુકરદમ રાખવા. ધ્યાન-ભજનમાં, માનસી પૂજામાં શ્રીજી મહારાજને અને એમના મુક્તને સંભારવા. અંતઃકરણ શુદ્ધ થાય તો બ્રહ્મરૂપ થવાય ને શ્રીજી મહારાજ સાક્ષાત્કાર બિરાજમાન થાય. જેમ કાચની પૃથ્વીમાં સૂર્ય દેખાય,  તેમ અંતઃકરણ ચોખ્ખું થાય તો શ્રીજી મહારાજ સાક્ષાત્ બિરાજે; બોલાવવા પડે જ નહિ– જેમ કાચમાં સૂર્ય દેખાઈ આવે તેમ. માટે અંતઃકરણ શુદ્ધ કરવું, પણ નબળા ઘાટ ઘડવા નહિ. ઈન્દ્રિયો તો પાડા જેવી છે, માટે તેમને વશ કરવી. શ્રીજી મહારાજના સંત શ્રી ગોપાળાનંદ સ્વામી તથા શ્રી બ્રહ્માનંદ સ્વામી, તેમના જેવા થાવું.

“કોઈ પોતાને ઘેર રાજાને બોલાવે, પણ જો તેનું ઘર ગોબરું હોય તો રાજા ન આવે; તો આ તો પુરુષોત્તમ ભગવાનને પોતાને ઘેર બોલાવવા છે તે કેમ આવે? માટે ચોખ્ખા થઈએ તો આવે. શ્રીજી મહારાજને પ્રદક્ષિણા, દંડવત, માનસી પૂજા આદિ કરીએ તો મુક્ત સર્વે ભેળા આવી જાય. જેમ ચિંતામણિ મનોરથ સત્ય કરે છે, તેમ શ્રીજી મહારાજ ને મુક્ત સર્વે મનોરથ સત્ય કરે છે; પણ જો સાચો ભાવ હોય તો. શ્રીજી મહારાજે પૂછયું કે, ‘સંતો! ખાલી છો કે ભર્યા છો?’ તે કોઈને આવડયું નહિ, ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ! કેટલાક ખાલી હશે ને કેટલાક ભર્યા હશે.’ પછી શ્રીજી મહારાજે કહ્યું જે, ‘ખાલીના કોઈ ધણી નથી.’ મોટા મળ્યા હોય તે મોટાને બાઝી પડે તો તે ખાલી હોય તોપણ તેનું સારું થાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “શ્રીજી મહારાજે મૂળા ઉછાળ્યા તેને લેવા માટે મરજાદી ઊઠયા એમ કહ્યું છે તે મરજાદી કોને જાણવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મરજાદી એટલે મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત જાણવા. શ્રીજી મહારાજ પોતાના સેવકોને સુખિયા કરવા માટે એવી અનંત લીલા કરીને સુખિયા કરે છે તેમાં થાકતા નથી. આ લોકમાં પણ મહારાજ તથા મુક્ત પોતાના આશ્રિતની રક્ષા કરે છે.”   II ૧૪૮ II

On the day of Maha Vad 8th, Bapashri, showing his favour, talked. If one installs Shriji Maharaj in his heart, subtle thoughts will not arise in him. If master is not inside the heart, he will look dry and will have no value.

Therefore one should look at Murti with constant memory. There are many to rob. Therefore Shriji Maharaj and his Muktas should be kept as guardians (watchdogs). Shriji Maharaj and his Muktas should be remembered in meditation, worship, mental worship, etc. If the conscience becomes pure one can become form of Brahm and Shriji Maharaj will be realized. Just as the sun is seen in the glass on earth, similarly, if the conscience becomes pure, Shriji Maharaj Himself will sit in him, just as the sun is seen in glass. Therefore, soul should be made pure but wicked thoughts should not be allowed to rise.  Senses are like he-buffalo therefore, they must be controlled. One should become like Gopalanand Swami and Brahmanand Swami, saint of Shriji Maharaj. If some one invites the king at his place he will not come if his house is dirty then how can Lord Purushottam come to his house if to be called. Therefore, He can come if we  become pure. If we do pradakshina (moving around Murti), prostrate before Him, perform mental worship, etc for Shriji Maharj, all Muktas are included in Him. Just as chintamani fulfils all desires, similarly Shriji Maharaj and Muktas fulfil all desires provided there is sincerity. Shriji Maharaj asked saint, “Are you empty or full?” Nobody could answer. Then Gopalanand Swami said, “Oh Maharaj! Some may be empty some may be full.”  Then Shriji Maharaj said, “There is no master for the one who is empty. If they are met by Muktas and get attached to them they will be benefited even though they are empty.”

Swami Ishwarcharandasji asked, “When Shriji Maharaj tossed radish (Mula), Marjadis got up to take them- it is said so. Who are to be known as Marjadi?” Bapashri said, “Marjadi means Anadi Muktas dwelling in Murti. Shriji Maharaj performs such endless lilas to make his servant happy and never gets tired. In this world also Maharaj and Muktas protect those who have taken their shelter. || 148 ||