Gujarati / English

વૈશાખ  વદિ-૧૦ને રોજ સાંજે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “આપણાં મંદિરોમાં શ્રી નરનારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી ગોપીનાથ આદિક અવતારોની મૂર્તિઓ પધરાવી છે તે પધરાવવાનું શું કારણ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજ માંગરોળ આદિક ગામોમાં મતવાદીઓને તથા બીજા અવતારોના ઉપાસકોને એમના ઈષ્ટદેવરૂપે પોતે દેખાયા હતા તથા શ્રી વ્યાપકાનંદ સ્વામીને ચોવીસ અવતારરૂપે પોતે દેખાયા હતા, તે પોતાનાં સ્વરૂપ પોતાનાં મંદિરોમાં પધરાવ્યાં છે. બીજા અવતારો જે વૈકુંઠ, ગોલોક, બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ આદિક ધામોમાં રહ્યાં છે તેમને કોઈને પધરાવ્યા નથી. માટે બીજા અવતારોની મૂર્તિઓ છે એમ ન જાણવું. આપણાં મંદિરમાં તો શ્રીજી મહારાજ પોતે છે તે ઘણા જીવોના સમાસને અર્થે વેષાંતર કરીને દર્શન આપે છે. ભક્તચિંતામણિમાં ચોવીસ અવતારોએ પર્વતભાઈને દર્શન આપ્યાં એમ લખ્યું છે તે તો સર્વાનુકૂળ માટે છે; પણ મુક્ત તો સર્વેને દર્શન કરવા યોગ્ય છે.”

ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, “એ સર્વે મૂર્તિઓ શ્રીજી મહારાજ પોતે જ છે ત્યારે સર્વે મૂર્તિઓનું ધ્યાન થાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ મૂર્તિઓ પોતાના સંકલ્પે કરી દેખાડી છે, માટે એ મૂર્તિઓ સંકલ્પની છે; તેનું ધ્યાન થાય નહિ અને મુક્તનું પણ ન થાય. ધ્યાન તો પોતે શ્રી સહજાનંદ સ્વામી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી ઘનશ્યામ મહારાજ એવા નામની પધરાવી છે તે મૂર્તિઓનું કરવું. તે મૂળ મૂર્તિ છે અને વેષાંતર કરીને દર્શન આપે છે તે સંક્લ્પની મૂર્તિઓ છે; માટે મૂળ મૂર્તિનું ધ્યાન કરવું. ધર્મદેવ અને ભક્તિમાતા ને માણકી ઘોડી એ સર્વે રૂપે મુક્ત થયા હતા, માટે સર્વે અક્ષરધામનો સમાજ છે એમ જાણવું. શ્રીજી મહારાજ છપૈયે પ્રગટ થયા ત્યારે દેવતા પુષ્પની વૃષ્ટિ કરતા હવા ને ગાંધર્વ ગાન કરતા હવા એમ લખ્યું છે તે પણ મુક્ત ગાન ને વૃષ્ટિ કરતા હવા એમ જાણવું; કેમ જે દેવ અને ગાંધર્વની મહારાજનાં દર્શન કરવાની ગતિ નથી.”  II ૨૨ II

In the evening of Vaishakh Vad 10th Swami Ishwarcharandasji asked, “What is the reason of installing idols of Shri Narnarayan, Shri Radha-Krushna, Shri Laxminarayan, Shri Gopinath, etc. in our temples?”  Bapashri replied, “Shriji Maharaj appeared as the faith of God to those having different opinion and to those worshipping other incarnations in village of Mangrol etc. and He appeared in the form of twenty four incarnations to Vyapkanand Swami. These forms of His have been installed in our temples.  None of the other incarnations whose abodes are Vaikunth, Golok, Badrikashram, Shwetdwip, etc. have been installed.  Therefore, we should not take them as the idols of other incarnations. There is Shriji Maharaj Himself in our temples. He gives darshan to many souls in disguise for their benefit.  In Bhakta Chintamani it has been written that twenty four incarnations have given darshan to Shri Parvatbhai.  This is for convenience to all.  But Muktas are worthy for the darshan to all.” 

Swami further asked, “Can all Murtis be meditated, if all idols are Shriji Maharaj Himself?”  Bapashri replied, “Those idols have been shown as His thought so those idols are thought form and can not be meditated. Moreover, Muktas can not be meditated.  Meditation should only be done on the idols installed in the names of Sahajanand Swami, Harikrushna Maharaj, Shri Ghanshyam Maharaj.  That is the basic Murti and that which gives darshan in disguise are idols of thought form.  Therefore meditate on basic Murti. Dharmadev, Bhaktimata and the mare named Manki are all Muktas. Therefore, we should know that everything is society of Akshardham.  When Shriji Maharaj incarnated in Chhapaiya, gods were showering flowers gandharvas were singing; it has been written so.  This should be known as Muktas were singing and showering flowers because gods and gandharvas have no power to get the darshan of Maharaj.”  || 22 ||