Gujarati / English

પોષ સુદ-૨ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “વડનું બીજ ખસખસના દાણા જેવું નાનું હોય તે ઊગે ત્યારે હાથે તાણીએ તો તણાઈ જાય, પણ જ્યારે વડ મોટો થાય ત્યારે એક વીઘામાં વીખરાઈ જાય એવડો થઈ જાય છે. આપણી લખાઈવાડીમાં વડ હતો તે પડયો ત્યારે તેને કઢાવતાં ત્રણસે કોરી ખર્ચ લાગ્યું. સર્વના કારણ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે તે મનુષ્ય જેવડા છે અને તેમનું કાર્ય અનંત કોટિ બ્રહ્માંડ છે.

“સાધુ કે સત્સંગી થઈને તુચ્છ પદાર્થ સારુ ભડાભૂટ કરવી તે ઠીક કહેવાય નહિ. અને પ્રસાદીની વસ્તુ જે ચરણારવિંદ તે પણ અંદર રાખ્યાં હોય તો પછી બહારનાં જોઈએ નહિ, માટે ખબર રાખવી. રાજકાજ સારુ માથાં કપાવે અને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે તે સારું કાંઈ ન થાય. દેહ ઉપર ડગલી છે તેમ દેહરૂપી ડગલો કાઢી નાખીએ એટલે જીવ દેહરૂપ થઈ જાય અને મહારાજ દેહી થઈ જાય. આજ સેવા દિવ્ય છે તે એક રૂપિયે કે એક પૈસે પણ ભગવાન ને ભગવાનના સંત મળે. એક શેર જમાડે તે એક સંત જમે તો એમના ભેળા અનંત મુક્ત અને મહારાજ જમે.

“લાલુભાઈને કોઈએ કહ્યું જે, ‘કહો સ્વામિનારાયણ.’ ત્યારે તે બોલ્યા જે, ‘મુખેથી ભજન કરવું તેથી કંઠમાં કરવું ઉત્તમ છે અને તેથી હૃદયમાં ભજન કરવું તે ઉત્તમ છે અને તેથી પણ નાભિમાં ભજન કરવું તે ઉત્તમ છે; કેમ જે નાભિમાંથી સંકલ્પ ઊઠે છે તે સંકલ્પ નાભિમાં ભજન કરવાથી બંધ થઈ જાય છે. અને તેથી પણ સત્તારૂપ થઈને મૂર્તિ ધારવી તે ઉત્તમ છે. અને તેથી પણ મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિનું સુખ લેવું તે અતિ ઉત્તમ છે. અને અમને તો બાપાશ્રીએ કૃપા કરીને એટલે પહોંચાડયા છે.’ એમ કહ્યું.

“માયાના ગુણને ઓથે હાલે–ચાલે તેમાં શું? માટે મૂર્તિ વિના રહેવું નહિ, સૂરત રાખજો. સૌ મૂર્તિ મૂકશો નહિ.”  || ૨૪૯ ||

On the morning of Posh Sud 2nd, Bapashri showing his favour, talked. He said, “The seed of banyan tree is small like the grain of poppy seed, which can be pulled out by our hands but when banyan tree grows it spreads in half an acre. There was banyan in Lakhaiwadi, when it fell, three hundreds kori were spend to remove it. Lord Swaminarayan is a cause of all. He is like a human being but His work is of infinite Brahmand (Cosmos). After becoming Saint or satsangi, it is not good to quarrel over trivial things. The thing of prasad i.e. Charnarvind which is within, nothing should be required from outside. Therefore, be alert. He may be sacrifice his life for politics but he would not do anything for Lord Swaminarayan whom we have met. Remove the coat in the form of body so that Jiva becomes form of body and Maharaj will become his soul. Seva (service) is divine by which God and His saint can be got by less efforts. If you offer meals to a saint, infinite Muktas and Maharaj also take meal along with the saint. Somebody told Lalubhai to say Swmainarayan. He said, “It is better to sing devotional song from vocal cords than by mouth. Even better than i.e. to sing in heart and even better than that is to sing from navel because thought arises from navel- and they stop by singing devotional songs from navel and even better than that to imagine Murti in soul and better than that to take happiness of Murti by getting engrossed in Murti. Then further said that he has reached that stage because of the grace of Bapashri. What is the use of it if he takes the support of attribute of illusion? So do not remain without Murti- be alert. All of you do not give up Murti. || 249 ||