Gujarati / English

વૈશાખ વદિ-૧૧ને રોજ સાંજે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “મોટા મૂર્તિ આપી દે તો એમને શું કઠણ છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટા એકદમ મૂર્તિ આપી દે તો ઝૂમખરામની પેઠે જીરવાય નહિ. માટે જીવને બોલાવે, પ્રસાદી આપે, વાતો કરે એમ કરે. જો એક જ ક્રિયા લાંબી ચલાવી તો તમોગુણ આવે ને શબ્દના સાંધા થઈ જાય એટલે યથાર્થ સમજાય નહિ. આજ એકાદશી છે તે કથા લાંબી ચલાવવી હતી, પણ તમારાથી ખમાય નહિ. જેમ જીવ ખમે તેમ ક્રિયા કરીએ-કરાવીએ છીએ, પણ ઠરાવ તો મૂર્તિ આપવાનો જ છે. તે પાત્ર કરીને આપશું.

“સર્વે ક્રિયામાં મૂર્તિનું અનુસંધાન રાખવું અને બીજા વિધિ ઓછા કરવા. વિધિ કરવામાં વખત જાતો રહે તો ભજન, સ્મરણ, કથા, વાર્તા, જ્ઞાન, ધ્યાન તે સર્વે રહી જાય. ત્યાગ, વૈરાગ્યાદિક સાધન કુહાડાને ઠેકાણે છે, સંતનો સમાગમ તે વાંસલાને ઠેકાણે છે અને અંતર્વૃત્તિ કરાવીને મહારાજને સુખે સુખિયા કરે તે રંધાને ઠેકાણે છે. મુક્તના જોગ વિના અંતર ખુલ્લાં કરી શકે એવું કોઈ સાધન કે વિધિ નથી. માટે સર્વે ક્રિયામાં સત્પુરુષનો જોગ કરવાનો અને મૂર્તિ ધારવાનો ખટકો રાખવો. શ્રોતા અને વક્તા ખરેખરા હોય તો જીવ વીંધાઈ જાય; જેમ અન્નમાં પારો પ્રવેશ કરી જાય છે તેમ. જીવ મટીને મુક્તરૂપ થઈ જાય ને સુખ, સામર્થી ને પ્રકાશ વૃદ્ધિ પામે એટલે શ્રી પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામે. ખરા વક્તાના જોગનો એવો મહિમા છે. એ જોગ આજે તમને મળ્યો છે. જેમ પારસથી પારસ થાય તેમ અનાદિના જોગથી અનાદિ થવાય. એવા મુક્તનો જોગ મળ્યો હોય તોપણ સાધન પડ્યાં મૂકવાં નહિ; પણ એનો ભાર મૂકી દેવો. સાચી રુચિવાળાને શ્રીજી મહારાજ આવો જોગ જરૂર મેળવે.  II ૨૫ II

On the evening of Vaishakh Vad 11th Swami Ishwarcharandasji asked, “Where is the difficulties if great Mukta give Murti?”  Bapashri replied, “If Muktas give Murti soon, one would not digest like Zumakhram.  Therefore they call jiva, give offering of God, talk, etc.  If single activity is continued for a long time, it will be cause of tamogun (quality of ignorance) and the words will intermingle and could not be understood properly.  It is Ekadashi today and I wanted to continue the discourses for long time but you would not be able to digest it.  I perform activity as per the capacity of your soul and get it done from you in the same way but the goal is to give Murti.  That will be given after making you worthy of it. In all activities there should be link of Murti and other rituals should be lessened.  If rituals take time, there will be no time for worship, chanting, katha-varta (discourse), knowledge, meditation, etc.  Means of renunciation, non-attachment, etc. are like an axe, association with saints is like an adze and those who make happy in the happiness of Maharaj by making us introvert are like a carpenter’s plane.  There is no other means or rituals than association with Muktas who remove maya (illusion) from the soul.  Therefore we should associate with pious persons in all our activities and should keep eagerness for meditating on Murti.  If the speaker and the audience are sincere, the jiva will get the point.  In the same way just as mercury enters the food grain. The jiva becomes form of Mukta and happiness, power, elucidation will increase and as a result the jiva will become as pure as Shri Purushottam.  Such is the importance of association with sincere speaker whose association you have got today.  Just as with the touch of paras (philosopher’s stone) it becomes parah, similarly with the association of Anadi one becomes Anadi.  We should not give up means even though we may be fortunate to get the association of Muktas but the importance of means should be given up. Those who are sincere in their efforts, will surely be fortunate to get such association by the grace of Shriji Maharaj.” || 25 ||