Gujarati / English

વૈશાખ વદિ-૧૪ને રોજ બપોરે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આજ તમને મળ્યા છે તે વ્યતિરેક મૂર્તિ છે ને તે થકી આત્યંતિક કલ્યાણ થાય છે, પણ અન્વય થકી થાતું નથી.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “મોટાનો વિશ્વાસ તો હોય, પણ વ્યતિરેક મૂર્તિનો મહિમા જાણી શકે નહિ તેને મોટા શ્રીજી મહારાજની મૂર્તિને સમીપે લઈ જાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટા સાથે તેણે મન બાંધ્યું હોય ને આત્મબુદ્ધિ કરી હોય તો મોટા તેને મહારાજના સુખમાં લઈ જાય છે.”

પછી વળી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “મુક્તને જોગે કરીને મુક્ત થયેલાનો જે જોગ કરે તેનું આત્યંતિક કલ્યાણ થાય કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેવું અનાદિમુક્તના જોગવાળાનું કલ્યાણ થાય છે તેવું જ તેના જોગવાળાનું કલ્યાણ થાય છે.”

ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, “મુક્તના જોગે મુક્ત થાય છે તેને સુખ મહારાજ પોતે આપે છે કે મુક્ત અપાવે છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજે જીવો ઉપર દયા કરીને જે અનાદિમુક્તને પૃથ્વી ઉપર મોકલ્યા હોય તે મુક્તને વશ થઈને મહારાજ પોતે સુખ આપે છે.”  II ૩૨ II

On the noon of Vaishakh Vad 14th Bapashri, showing his favour talked to the assembly.  He said, “The one which you have got today is an vyatirek (transcendent) Murti and on account of it ultimate liberation is done but this is not possible through the form of anvay (Immanent).”  

Swami Vrundavandasji said, “Though one has faith in Muktas but is not able to know the greatness of vyatirek (transcendent) Murti. Whether or not Mukta  takes him in Shriji Maharaj’s Murti?”  Bapashri replied, “Those who have attached their mind to Muktas and have atmabuddhi (one’s own wisdom and intelligence is kept aside and surrendered to Mukta) are taken in the bliss of Maharaj’s Murti.”

Swami Ishwarcharandasji asked “Whether those who associate with those who have become Muktas in association with Muktas are eligible for ultimate liberation or not?”  Bapashri replied, “The same type of ultimate liberation is done of those who are associated with Muktas as it is done for those who are associated with Anadi Mukta.”

Then again Swami asked, “Those who become Muktas by association of Muktas get happiness. Whether that happiness is got through Muktas or is it given by Maharaj Himself?”  Then Bapashri replied, “Maharaj Himself gives happiness lured by Anadi Mukta who are sent on the earth by taking pity on souls.” || 32 ||