Gujarati / English

જેઠ સુદ-૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મૂળીમાં સાધુ બાળકૃષ્ણદાસજી બહુ મોટા સાધુ છે અને ત્રણે અવસ્થામાં શ્રીજીની મૂર્તિમાં રહે છે ને સર્વેને દિવ્ય જાણે છે ને સર્વેનો ગુણ લે છે. અવગુણ કોઈનો લેતા નથી અને ધ્યાન-ભજન કરે છે.

“આ સભામાં મધ્યસ્થ શ્રીજી મહારાજ બિરાજે છે અને ચારેકોરે સર્વે મુક્ત બેઠા છે એવી આ સભા છે. તેને વિષે મનુષ્યભાવ આવે ને તેને મૂકીને બહાર જાય તો તે મહા દુઃખ, ભૂખ અને મારનો ભોક્તા થાય ને જીવનો નાશ થઈ જાય. માટે ભલા થઈને સત્સંગ દિવ્ય જાણજો. કદાપિ આ દેશમાં ન બને તો વરતાલમાં જાવું અને વરતાલમાં ન બને તો આ દેશમાં રહેવું. એટલા માટે શ્રીજી મહારાજે બે દેશ કર્યા છે તે જેને જ્યાં સાનુકૂળ પડે ત્યાં તેણે રહેવું ને સુખે ભગવાન ભજવા. બેમાંથી એકેય દેશમાં ન બને તો એક ગામના મંદિરમાં પડયા રહેવું અને તે ગામનો જે ધર્માદો આવે તે મૂળ મંદિરમાં પહોંચાડવો. આ વખતે કળિનું બળ વિશેષ છે તેથી દરેકનો ધર્મ ઘણો ઓછો થઈ ગયો છે ને જડ અને ચૈતન્ય માયામાં લેવાઈ ગયા છે તે જાળવજો.”  II ૪૦ II

On the day of Jeth Sud 4th, Bapashri, showing his favour, talked.  He said, “There is a saint, named Balkrushnadasji in Muli, he is very great saint and dwells in Murti in all three states (jagrat, swapna, susupti) and knows all as divine and imbibes their virtues.   He does not imbibe any one’s fault and worships and meditates.  Shriji Maharaj is sitting in the middle in the assembly and all Muktas are sitting on all four sides-such is this assembly. If any one takes Him as a human being and goes out leaving Him, he will face much woe, hunger, punishment and soul will be destroyed.  Therefore be kind enough to know satsang as divine.  If it is not convenient here in this region, go to Vartal and if it is not convenient there, stay here in this region. For this purpose Shriji Maharaj has chosen two regions- one should stay where ever it is convenient and worship God happily.  In case it is not possible in both the regions one should go to a temple in any village and whatever donation comes from that village, should be sent to original temple.  In present time the strength of kaliyuga is much so religion of every one has become less and be alert because some are affected by illusion (maya) in the form of money and woman.|| 40 ||