Gujarati / English

વૈશાખ સુદ-૨ને રોજ સાંજે સભામાં સ્વામી ઈશ્વરચરણ-દાસજીએ પૂછ્યું જે, “અક્ષરધામમાં જાવું છે તે શી રીતે સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સકામવાળાને મતે જાવાનું છે ને તેને ઘણું છેટું છે; કેમ જે તેની બહારદૃષ્ટિ છે. નિષ્કામવાળાને મતે તો જાવાનું ને આવવાનું નથી. જાવું-આવવું કહે છે એ તો આ લોકના શબ્દ છે.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “ધામમાં જતાં માર્ગમાં સિદ્ધિઓ આવે છે તે શી રીતે સમજ્વું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યારથી વર્તમાન ધારીને ભજન કરવા માડયું ત્યારથી માર્ગે ચાલ્યો. તેને અહીં માન, મોટપ, યશ, કીર્તિ, ઐશ્વર્ય, પ્રસિદ્ધિ એ સિદ્ધિઓ આવે છે. તેની મહત્તા ને તેનો ભાર ન રાખે તો તેને આડી સિદ્ધિઓ આવતી નથી અને સકામ ભક્તને તો સિદ્ધિઓ મૂર્તિમાન આડી આવે છે.”

પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું  જે, “પ્રત્યક્ષ ભગવાન મનુષ્યરૂપે પૃથ્વી ઉપર વિચરતા હોય તેમને ‘સાક્ષાત્ સર્વોપરી છે’ એમ જાણ્યા છતાં તેને આત્માને વિષે મૂર્તિ ન દેખાય તો તેને અનુભવજ્ઞાન કહેવાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એવી દૃઢ સમજણ હોય તેને કદાપિ મૂર્તિ આત્માને વિષે ન દેખાય તોપણ અનુભવજ્ઞાન છે.”  II ૪૫ II

In the evening of Vaishakh Sud 2nd Swami Ishwarcharandasji asked a question in the assembly, “I have to go Akshardham- what is the meaning of it?”  Bapashri replied, “According to sakam devotee (acts bearing fruits) going is there,it is very far for him because he is extrovert, and for nishkam devotee (acts bearing no fruit) there is nothing like going or coming.  Those who say going or coming are the words of this world.

Once again Swami asked, “How should we understand that there are supernatural powers on the path of Akshardham?”  Bapashri said, “As and when one has started doing bhajan by accepting vows of vartman, he started on that path.  On the path he gets honour, position, fame, reputation, divinity, popularity, etc. If he ignores all this and continues to go on the path, these powers will not be hurdle for him.  But for sakam devotees these powers are hurdles. 

Then Purani Dharmakishordasji asked, “Incarnated form of God is there on the earth.  He knows Him as all powerful but he does not see the Murti in the soul. Whether is it called experience knowledge or not?”  Bapashri replied, “The one who has such firm understanding does not see Murti in the soul even then it is experience knowledge.” || 45 ||