Gujarati / English

વૈશાખ સુદ-૬ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મુક્ત અનાદિ છે, પણ ભજીને થયેલા નથી. જો ભજીને થયેલા કહીએ તો કોઈક વખતે શ્રીજી મહારાજ એકલા હોવા જોઈએ; પણ એમ નથી. જેમ મહારાજ અનાદિ છે તેમ મુક્ત પણ અનાદિ છે. મહારાજનો મહિમા તો અતિશય અપાર છે અને અનાદિમુક્ત મહારાજની મૂર્તિમાં રહીને સદા સુખ લે છે. મહારાજની ઈચ્છાથી અહીં મનુષ્યરૂપે દેખાય છે તે મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે. અહીં આવતા-જતા નથી ને દેહ જણાવે છે તે દેહની ક્રિયા મહારાજ કરાવે છે ને જીવને ઉપદેશ પણ મુક્ત દ્વારે મહારાજ કરે છે. જે મુક્ત દ્વારે જીવને ઉપદેશ કરે છે તે મુક્તના જેવો જીવને કરે છે અને તે મુક્તની જોડે એ જીવને રાખીને તે મુક્તના જેવું સુખ આપે છે. જે મુક્ત દ્વારે જે જીવ મુક્ત થયો હોય તે મુક્ત તેને પ્રધાન રહે છે.

“જેમ આકાશમાં લૂ વાતી હોય તેમાં ચિત્ર-વિચિત્ર રવરવાટ થાય છે; તેમ મહારાજની મૂર્તિમાંથી તરેહ તરેહનાં અનંત સુખ આવે છે. જેમ મહારાજની વાતો એકની એક નિત્ય કરીએ તો આનંદ ન આવે; અને જો નિત્ય નવી નવી વાતો થાય તો આનંદ વધતો જાય. તેમ મહારાજનું સુખ નવું નવું છે ને અનંત પ્રકારનું છે. તે સુખને મૂકીને જીવ છે તે કાર્યમાં સુખ માને છે ને મૂર્તિને પડી મૂકે છે. જેમ શ્રીજી મહારાજના બાળકેશ ઉતરાવ્યા ત્યારે ધર્મપિતા અને ભક્તિમાતા બ્રાહ્મણોને જમાડવાની સરભરામાં રહ્યાં ને મહારાજને ભૂલી ગયાં તો કાળીદત્તે આવીને વિઘ્ન કર્યું. તેમ મહારાજને જીવ ભૂલી જાય છે એટલે કામ, ક્રોધાદિક શત્રુ છે તે જીવને વિઘ્ન કરે છે.”

પછી સ્વામી વૃંદાવનદાસજી બોલ્યા જે, “ધ્યાન બરાબર થાતું નથી ને મૂર્તિ ધરાતી નથી. માટે કૃપા કરો તો ધરાય.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઊંડા ઊતરો તો ધરાય.”

પછી તે જ વખતે ધ્યાન કરવા મંડ્યા ને ઊંડા ઊતરી જવાણું ને તેજ દેખાણું; પણ મૂર્તિ દેખાણી નહિ. પછી બહાર આવીને બાપાશ્રીને વિનંતી કરી જે, “મૂર્તિ દેખાતી નથી.”

ત્યારે બાપાશ્રી કહે જે, “ધ્યાન કરો; દેખાશે.”

પછી ધ્યાન કર્યું તો મૂર્તિ દેખીને બહુ આનંદ પામ્યા.  II ૫૦ II

On the morning of Vaishakh Sud 6th Bapashri showing his favour, talked. He said, “Muktas are Anadi but they have not become Anadi Mukta by worshipping (worshipping is not the attribute to Anadi Mukta).  Had they become Anadi Mukta by worshipping then Shriji Maharaj should have been alone some time, but it is not so. Just as Maharaj is Anadi (immortal), Mukta is Anadi (immortal).  The greatness of Maharaj is beyond words, Anadi Mukta always gets happiness by dwelling in Maharaj’s Murti.  They appear here as human beings by the wish of Maharaj with dwelling in Murti. They neither come here nor go from here and their appearance as human beings and doing activities is got done by Maharaj and preaching to the soul is also done by Maharaj through the medium of Muktas.  Maharaj preaches the soul through the medium of Muktas, and makes soul like that Muktas, and keeping that soul with Mukta gives happiness like the happiness of Mukta.  That Mukta through whose medium the soul has been made Mukta is the main Mukta for it.   Just as when the hot wind blows there will be strange sound, similarly one gets different kinds of endless bliss from Maharaj’s Murti.  Just as if we repeat the same story of Maharaj every day, it will not give joy and if every day new stories are told, joy will increase.   Similarly bliss of Maharaj is always new and of infinite kind.  The jiva makes the mistake of leaving aside that bliss and believes that it has happiness in activity and forgets Murti.  Just as when there was first hair cutting ceremony of Shriji Maharaj, His father Dharmapita and mother Bhaktimata remained busy in service of feeding Brahmins and forgot Maharaj. Then kalidatta came and obstructed. Similarly the Jiva forgets Maharaj so enemies like passion, anger, etc obstruct the Jiva. 

 Swami Vrundavandasji said, “Meditation is not getting done properly and Murti is not imbibed, please show your favour so I can meditate.”  Bapashri replied, “If you go deep in heart Murti can be imbibed.”  Then at the same time he started meditating and went deep in heart and saw luminescence but did not see Murti.  Then he came out of meditation and humbly told Bapashri that Murti is not seen. Then Bapashri told him to meditate and assured that it will be seen.  Then he meditated and was very much pleased by seeing Murti.  || 50 ||