Gujarati / English

વૈશાખ સુદ-૧૪ને સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને માનસી પૂજા કરી બાવળ નીચે સભા કરી.

પછી સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, “સમાગમ કરીએ ને વાત તો સમજાય નહિ ને યાદ પણ રહે નહિ તેને સમાસ થાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ખેતરમાં ખૂબ વરસાદ વરસે ને તેને ખૂબ ખેડીને પછી તેમાં માળવણ જાર વાવે ને પછી વરસાદ ન થાય તોપણ મોટાં મોટાં કણસલા કાઢે ને જાર પાકે; તેમ વાતો ન સમજાય તોપણ જીવમાં રહે છે ને અંત વખતે જણાઈ આવે છે. વળી, બીજું દૃષ્ટાંત જે, જેમ ભાલ દેશમાં ઘઉં પીલતી વખતે બળદ આખા ઘઉં ખાઈ જાય છે તે છાણ ભેળા નીકળી જાય છે, પણ તેનો કસ રહે છે; તેમ આ વાતો સમજાય નહિ તોપણ બહુ સમાસ કરે ને સાંભળનારને દેશકાળ લાગવા દે નહિ.

“આ પ્રશ્ન મૂળીમાં સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીને આ ગામના કુંવરજી પટેલે પૂછયો હતો તે સ્વામીશ્રીએ એવો ઉત્તર આપ્યો હતો. અને તે કુંવરજીભાઈ કહેતા જે, ‘જ્યારે સ્વામીશ્રીની પાસે વાતો સાંભળતો તે દિવસે કાંઈ સમજાતું નહોતું, પણ આજ તે બધી વાતો સાંભરી આવે છે.’ આ વાતો અંત વખતે કામમાં આવે છે. માટે સમજાય અથવા ન સમજાય તોપણ જ્યાં સુધી પ્રત્યક્ષ બેઠા છીએ ત્યાં સુધી જોગ કરી લેવો.”  II ૬૪ II

On the evening of Vaishakh Sud 14th, Bapashri and all saints and devotees went to Kakarwadi to bathe. After taking bath, they performed mental worship and held an assembly under the babul tree.

Saint Devjivandasji said, “If association is done but talk is not understood and even forgotten, whether he will be able to understand greatness?” Bapashri replied, “Just as it rains heavily on the field and it is tilled thoroughly and the farmer sows the seeds of millet. Thereafter it does not rain even then seeds will grow and millet will become ripe. Similarly though the talks are not understood, they remain in the heart and at the time of death it comes to mind. One more example– just as when wheat are  thrashed in Bhal region, the ox would eat up wheat and it comes out with dung but their essence remains. Similarly even if these talks are not understood, it will get one attached to Maharaj and Muktas, listener will not be affected by other elements. This question was raised by Kunvarji Patel of this village and Sadguru Nirgundasji at Muli and gave the answer to the question. Kunvarjibhai used to say that when he was hearing talks from Swami, they were not understood at that time but today they all come to memory. These talks are useful at the time of death. Therefore whether you understand or not make it a point to associate with us till we are present.”  || 64 ||