Gujarati / English

ફાગણ વદ-૧૦ને રોજ સવારે સભામાં સારંગપુરનું ૧૬મું વચનામૃત વંચાતુ હતું. તેમાં નરનારાયણ ઋષિ ભરતખંડના સર્વે મનુષ્યોના કલ્યાણને અર્થે ને સુખને અર્થે તપ કરે છે એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીનરનારાયણ તપરૂપી ફળ આપે છે અને શ્રીજી મહારાજ તથા તેમના લાડીલા અનાદિમુક્ત છે તે શ્રીજી મહારાજની મૂર્તિના રસરૂપી સુખ લઈને મુમુક્ષુઓને આપે છે. શ્રીજી મહારાજે માંગરોળમાં વાવ ગળાવી તે જ્ઞાનરૂપી વાવ જાણવી. તેમાંથી અમૃતરૂપી જળે કરીને અનંત જીવોને સુખિયા કર્યા. તે કરોડો જીવોને તથા ઈશ્વરોને તથા અનંત બ્રહ્મકોટિઓને તથા અક્ષરોને પણ સુખ આપે છે; પણ મહારાજ તથા મુક્ત પ્રત્યક્ષ મળ્યા વિના કૂદકો લઈને સુખ લેવાય એવું નથી. અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા છે ને મૂર્તિનું સુખ લઈને જીવમાં પ્રવર્તાવે છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “જીવમાં મહારાજ પધરાવ્યા ક્યારે કહેવાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યારે મોટા મળે ને નવો જન્મ આપે ને આર્શીવાદ આપે, તેમાં મૂર્તિ પધરાવી દે ને તે મૂર્તિનું ધ્યાન કરે તો મૂર્તિનો સાક્ષાત્કાર થાય અને ધ્યાન ન કરે તો અંત સમયે મોટા મૂર્તિનો મેળાપ કરાવે.”  II ૭૪ II

On the morning of Fagan Vad 10th, 16th Vachanamrut of Sarangpur was being read in the assembly.  In it, it is said that Shri Narnarayan is doing penance for the welfare and happiness of all human beings of Bharatkhand.  Then Bapashri said, “Shri Narnarayan gives the fruit in the form of penance. And Shriji Maharaj and His beloved Anadi Muktas take bliss in the form of juice of Shriji Maharaj’s Murti, and give to Mumukshus.  Shriji Maharaj got the well (wav) dug in Mangrol– this should be known as the well in the form of knowledge.  From this well infinite souls blessed with the water in the form of nectar.  It also gives bliss to billions of souls, gods, infinite Brahmkotis and Akshars but this bliss can not be taken directly without meeting the personified form of Maharaj and Muktas. Anadi Muktas are immersed in Murti and after taking the bliss of this Murti it is spread to souls by them. 

Swami Ishwarcharandasji asked, “When can it be said that Maharaj is installed in soul?”  Bapashri replied, “When Muktas meet and get us new birth and shower their blessing, Murti is installed in it. If one meditates on that Murti, It will be realized, and if It is not meditated, Muktas will get you realized Murti at the time of death.” || 74 ||