Gujarati / English

ફાગણ વદ 0)) અમાસને રોજ બપોરે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “પ્રથમ પ્રકરણના ૧લા વચનામૃતમાં ધર્મકુળને આશ્રિત થવાનું કહ્યું તે ધર્મકુળ તે શું જાણવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ધર્મકુળ એટલે ધર્મના પુત્ર શ્રીજી મહારાજ જાણવા અથવા જેને ધર્મ ને ભક્તિ બેય અતિશય દૃઢ હોય ને શ્રીજી મહારાજની મૂર્તિમાં રહેતા હોય એવા અનાદિમુક્ત જાણવા. તેમને આશ્રિત જે થાય તે બ્રહ્મમય દેહને પામે એટલે ભગવાનરૂપ થાય. જેને મોટાનો જોગ થાય છે તેને ‘છતાં દેહે જ પુરુષોત્તમને પામી રહ્યો છું’ એમ રહે છે; પણ ‘મરીને મહારાજ પાસે જવું છે’ એમ નથી રહેતું; તે અંતર્દૃષ્ટિવાળો છે. જેને મોટાનો જોગ નથી તેને એમ રહે છે જે, ‘મને રથ-વિમાન લઈને તેડવા આવે એવું હું દેખું’; તે બહારદૃષ્ટિવાળો છે. મોટાને જોગે સાધનવાળાને પણ આ દેહે જ મહારાજનું દર્શન થાય એટલે દેહાદિક સર્વે વીસરી જાય ને મહારાજને તથા મુક્તને દેખે.”     II ૮૨ II

On the noon of Fagan Vad 30th, Swami Ishwarcharandasji asked the question in the assembly.  He asked, “In the 1st Vachanamrut of the First Chapter it is said that one should be the follower of Dharmakul.  What is the meaning of Dharmakul?”  Bapashri replied, “Dharmakul means one should know Shriji Maharaj as the son of Dharma or the one who has firmness in Dharma as well devotion and dwelling in Shriji Maharaj’s Murti- one should know such Anadi Mukta.  Those who become their follower get brahmmay body i.e. they become form of God.  The one who associates with Muktas lives as if he has realized Purushottam through this body and he does not feel that he has to go to Maharaj after death- is introvert and the one who does not have association of Muktas and feels that he could see chariot and the plane come to fetch him, is extrovert.  In the association of Muktas the seekers (sadhandashawala) can have the darshan of Maharaj through this body so he forgets body, etc. and everything and sees Maharaj and Muktas. || 82 ||