Gujarati / English

ચૈત્ર સુદ-૧ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “એક સમયને વિષે કાંકરિયાના ઊગમણા ગરનાળા ઉપર ચાર સદગુરુઓ સાથે શ્રીજી મહારાજ રમત કરતા હતા. તે પોતાની હથેળીમાં બબ્બે સદગુરુઓને રાખીને વારાફરતી ઉછાળે તે આકાશમાં જઈને પાછા આવીને હથેળીમાં પડે. એમ રમત કરતાં કરતાં શ્રી બ્રહ્માંનંદ સ્વામીને મહારાજે ઉછાળ્યા તે ગંગામા રસોઈ કરતાં હતાં તે ચોકામાં જઈને પડયા; ત્યારે ગંગામાએ કહ્યું જે, ‘અમને બેયને ઉપવાસ પાડયા.’ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘તમને સ્ત્રી-પુરુષનો ભેદ અને વિકાર છે કે નથી?’ ત્યારે કહે જે, ‘અમે તો મુક્ત છીએ.’ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘મુક્ત છો, પણ તમો તમારી મેળે એક બીજાને અડો તો ઉપવાસ કરવો પડે; પણ આ તો અમે તેમને ચોકામાં નાખ્યા માટે તમારે બાધ નહિ.’

“એક સમયને વિષે સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ મને તથા લક્ષ્મીરામભાઈને પૂછ્યું જે, ‘તમે બેય મુક્ત છો; તે અમોએ એક માસથી સાધુ કર્યા છે, તેમના ભેળા જેમ અમારાથી ચલાય તેમ તમારા ભેળા ચલાય કે નહિ?’ ત્યારે અમોએ કહ્યું જે, ‘આ લોકમાં સત્સંગનું ધોરણ છે, પણ શ્રીજી મહારાજ આગળ ગુનેગાર નહિ.’

“મુક્ત લોકો તો એકલા હોતા જ નથી. એકેકા મુક્તમાં શ્રીજી મહારાજ તથા અનંત મુક્ત રહ્યા છે.  તે ભક્તચિંતામણિના પરમા પ્રકરણમાં પરમહંસનાં નામ કહ્યાં છે, તેમાં ‘એક એક નામમાં માનો મુનિનાં વૃંદ છે’ એમ કહ્યું છે. તે શ્રી મુક્તાનંદ સ્વામીને વિષે શ્રી ગોપાળાનંદ સ્વામી તથા શ્રી બ્રહ્માનંદ સ્વામી તથા શ્રી નિત્યાનંદ સ્વામી આદિક અનંત મુક્ત રહ્યા છે, તેમ જ શ્રી ગોપાળાનંદ સ્વામીને વિષે પણ અનંત મુક્ત રહ્યા છે; તેમ જ એક એક મુક્તને વિષે અનંત અનંત મુક્ત રહ્યા છે. માટે ‘એકેકા નામમાં મુનિનાં વૃંદ રહ્યાં છે’ એમ કહ્યું છે.

“માટે તમો તો એકલા હો જ નહિ. તમારી મૂર્તિમાં શ્રીજી મહારાજ તથા અનંત મુક્ત રહ્યા છે તેથી તમે એકલા નથી; સર્વે ભેળા છે, તોપણ શ્રીજી મહારાજની આજ્ઞા છે જે બે સંતે ભેળા ચાલવું; માટે સંત ભેળા જ ચલાય અને પાર્ષદ ભેળું પણ ન ચલાય. કોઈક્ને ઘેર જવું હોય તો પાંચ સંત વિના ન જવાય ને મુક્તદશાને પામ્યા હોય ને શ્રીજી મહારાજની મૂર્તિ અખંડ દેખતા હોય, પણ સાધુને વેષે ન હોય તો ભેળું ન જવાય ને એકલા પણ ન ચલાય.”  II ૮૪ II

On the morning of Chaitra Sud 1st, Bapashri showing his favour talked.  He said, “Shriji Maharaj was playing with four Sadgurus on the east side bridge of Kankaria Lake.  He would throw up in turn two sadgurus from His palms; they would go in the air and again fall in His palm.  Playing thus he threw up Brahmanand Swami who fell down in the square where Gangama was cooking.  Then Gangama said, “Both of us have been made to fast.”  Shriji Maharaj asked, “Have you or not difference of male and female and moral deterioration?”  Then she said that they were Muktas.  Shriji Maharaj said, “Though you are Muktas if you touch each other purposely, you will have to fast but he has been thrown in square by Me so it is not necessary. 

Once Sadguru Nirgundasji Swami asked me and Laxmirambhai, “Both of you are Muktas. I have made some saints since one month.  Can I or can not walk with you as I walk with saint?”  I said, “There are codes of conduct in satsang in this world, but before Shriji Maharaj this rule can be waved.  Muktas are never alone. In every Mukta there are innumerable Muktas and Shriji Maharaj.”  Names of those paramhansas have been given in the 52nd chapter of Bhakta Chintamani. In it every name there are group of Muni- it is said so.  In Shri Muktanand Swami there are innumerable Muktas like Gopalanand Swami, Brahmanand Swami, Nityanand Swami, etc.  Similarly in Gopalanand Swami there are infinite Muktas. In every Mukta there are infinite Muktas.  Therefore in every name it has been said that there is group of Muni so you are not alone at all. In your Murti there are infinite Muktas and Shriji Maharaj so you are not alone, all are with you.  Even then Shriji Maharaj has commanded that two saints should walk together. So only in the company of saint one can walk and even with parshad it is not allowed.  If you want to go to any one’s house you can not go without the company of five saints.  If you have achieved the state of Mukta and are engrossed in Shriji Maharaj’s Murti you can not go alone or with some one if you do not have the attire of saint. || 84 ||