Gujarati / English

ચૈત્ર સુદ-૩ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૨૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દૃષ્ટિ કરે છે, તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જ્વળ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે શ્રી પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે, નારદ-સનકાદિક જેવો એટલે મુક્ત જેવો સુખિયો  પણ  થાય છે એમ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ મંદિરમાં મૂર્તિ હોય તો મંદિર કહેવાય અને મૂર્તિ ન હોય તો મંદિર ન કહેવાય; તેમ જેને મૂર્તિ આત્માને વિષે સાક્ષાત્ દેખાય તે પૂરો સાધુ કહેવાય, અને જેને અંતરને વિષે મૂર્તિ દેખાય તે મધ્યમ સાધુ કહેવાય, અને જેને અખંડ સ્મૃતિ રહે તે કનિષ્ઠ સાધુ કહેવાય. અને આજ્ઞા તો એ ત્રણેય યથાર્થ પાળતા હોય. અને આજ્ઞા યથાર્થ પાળે, પણ અખંડ સ્મૃતિ ન રહે તે ચાલોચાલ કહેવાય. અને જે આજ્ઞામાં ફેર પાડે તે તો સ્વામિનારાયણનો કહેવાય જ નહિ. માટે સાધુનો વેશ લીધે સાધુ ન કહેવાય અને સત્સંગીનો વેશ લીધે સત્સંગી ન કહેવાય.

“જેમ રાજાને ઘેર વાઘરણનો ચાંલ્લો થયો હોય તો તે એમ જાણે જે, ‘મારો પતિ રાજા છે’ તેથી તેને વાઘરણનો ધંધો જે માગી ખાવું તે ગમે જ નહિ અને વાઘરણના સ્વભાવ સર્વે મૂકી દે; તેમ જેને એવો નિશ્ચય હોય જે ‘મારા પતિ શ્રીજી મહારાજ છે, ને મુક્ત પ્રગટ મળ્યા છે’ એવો વિશ્વાસ અતિ દૃઢ હોય તે કામ, ક્રોધ, માન, સ્વાદ એ આદિક દોષ મૂકી દઈને શ્રીજી મહારાજમાં વૃત્તિ જોડી રાખે અને એક મૂર્તિ વિના બીજે ક્યાંય રાગ રાખે નહિ અને મહારાજ તથા તેમના મુક્તને વિષે દૃઢ પ્રીતિ રાખે ને કોઈ વિષયને વિષે તથા ઐશ્વર્યને વિષે પ્રીતિ ન રાખે તો તે સુખિયો થઈ જાય.”  II ૮૬ II

On the morning of Chaitra Sud 3rd, the 20th Vachanamrut of the First Chapter of Gadhada was being read in the assembly.  In it, it is said that the one who becomes introvert by realising God’s greatness (power), he sees himself very much luminescence.  In the middle of that luminescence he sees Murti of Lord Purushottam Himself.  He becomes blissful like Narad, Sanak, etc. – means like Muktas.  Then Bapashri said, “Just as if there is idol/ Murti in the temple, it is called a temple and without it, it is not a temple.  Similarly the one who realizes Murti in his soul, he is a perfect (first rank) saint and the one who sees Murti in his heart is called medium quality (second rank) saint, and the one who has constant memory is called the kanishatha (third rank) saint.  Moreover, all the three obey commands properly but if they do not have constant memory they are called ordinary saints and if they make changes (follow it according to their own interpretation) in commands they can not be called Swaminarayan’s saint.  Therefore by the attire of saint one can not be called a saint and by mere attire of a satsangi one can not be called satsangi.  Just as Vaghari girl marries a king and she knows that her husband is a king therefore she would not like the food got from begging and she would give up her characteristics of Vaghri community.  Similarly the one who firmly believes that his master is Shriji Maharaj and he has met Muktas in divine human body, having such firm belief he would give up faults like lust, anger, honour, taste, etc and joins his vrutti in Shriji Maharaj and does not keep attachment anywhere else except in Murti and keeps deep love for Maharaj and His Muktas and does not love sensual objects and spiritual powers, will become blissful. || 86 ||