Gujarati / English

વિરમગામમાં વઢવાણવાળા દેપાળા અમરશીભાઈને રાત્રિના બાર વાગે અંતર્ધાન થયા તે વખતે બાપાશ્રીએ સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું જે, “સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો બાઈઓના મંદિરમા ચરણારવિંદ પધરાવવા ગયા છે તે ચાલો આપણે જઈએ.” એમ કહીને મંદિરમાં ગયા.

પછી બાપાશ્રીએ ચરણારવિંદ ઉપર હાથ ફેરવ્યો, એટલામાં તો તેજ તેજ થઈ રહ્યું અને મહા ઘાટો પ્રકાશ થઈ ગયો. તે પ્રકાશમાં એક વિમાન દેખાયું. પછી તેમાં બાપાશ્રી બેસીને તેજના સમૂહમાં આકાશમાર્ગે પધાર્યા; એવાં દર્શન થયાં.  II ૧૦૦ II

When Bāpāśrī left this world at twelve in the night he gave darśan to Depala Amarshibhāī of Vaḍhwāṇ in Viramgām in dream and told him that Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Īśvarcharaṇadāsjī, etc. had gone to ladies’ temple to install foot-print (charaṇārviṅd) and asked him to accompany him, and saying so went to the temple. Then Bāpāśrī moved his hand on the foot-print and soon there was luminescence and was mass of light. In that light an aeroplane was seen. In that aeroplane Bāpāśrī sat in the mass of luminescence and went in sky-he (Amarshibhāī) had such darśan. || 100 ||