Gujarati / English

વળી એક વખતે રાત્રિએ મંદિરમાં બાપાશ્રીની ઓરડીમાં કાનજીભાઈ તથા પ્રેમજીભાઈ આદિ સૌ પોઢ્યા હતા.

તેવામાં બાપાશ્રીએ સાદ કર્યો જે, “પ્રેમજી! ઓરો આવ.”

પછી પ્રેમજી બેઠો થઈને જુએ તો બાપાશ્રીને ઢોલિયા ઉપર પોઢેલા દેખ્યા. પછી ચરણસ્પર્શ કરીને પાસે બેઠો. પછી રોઈ ગયો ને દિલગીર થઈ ગયો.

ત્યારે બાપાશ્રી કહે જે, “મૂંઝાય છે શા સારુ? અમે કાંઈ જતા રહ્યા નથી. આ સુધાં તને ત્રણ વખત ધીરજ રહેવા સારુ દર્શન દીધાં.”

એમ કહીને અદૃશ્ય થઈ ગયા.  II ૧૧૩ II

Once, Kanjbhāī, Premjibhāī, etc. devotees were sleeping at night in the room of Bāpāśrī in the temple. At that time Bāpāśrī called Premjī and asked him to come near. Premjī got up and saw that Bāpāśrī was sleeping on cot. He sat near him after touching his feet. Then he cried and became sad. Bāpāśrī asked him why he was worrying and added that he had not gone at all. He was given darśan thrice to console him and then disappeared. || 113 ||