Gujarati / English

એક સમયે કરાંચીમાં લાલુભાઈની દીકરી દિવસના પાંચ વાગે સિંહાસન પાસે કૂંચીઓ હતી તે લેવા જતાં પડખે બાપાશ્રીની મૂર્તિ સામું જોયું તો બાપાશ્રીની આંખો મોટી જણાવા લાગી અને નેત્રમાંથી તેજની શેડો નીકળવા માંડી, તે જોઈ બહુ આનંદ પામી. એટલામાં લાલુભાઈ આવ્યા ને તેમને શ્રીજી મહારાજ તથા બાપાશ્રીનાં હસતે મુખે દર્શન થયાં તેથી આનંદ પામ્યા. વળી એક સમયે ઠાકોરજી આગળ થાળ ધરેલ તેમાંથી મહારાજ તથા બાપાશ્રી જમવા લાગ્યા તે જોઈ લાલુભાઈ બહુ જ આનંદ પામ્યા.      II ૧૧૫ II

Once, when the daughter of Lālubhāī was going to bring keys, lying near the throne at five o’clock in the evening, she looked at Bāpāśrī’s Mūrti and felt that his eyes were bigger and luminescence began to emit from his eyes, she was very much pleased. In the meanwhile Lālubhāī came and had darśan of Śrījī Mahārāj and Bāpāśrī with a smiling face and he was pleased. Once again Lālubhāī saw that Mahārāj and Bāpāśrī were eating from thāḷ of Ṭhākorjī so he was very much pleased. || 115 ||