Gujarati / English

લુણસરમાં જેઠા ભક્ત માંદા હતા. તેમને તેડવા મહારાજ તથા બાપાશ્રી આવ્યા. પછી તેમણે હરિભક્તોને વાત કરી જે, “મને મહારાજ તથા બાપાશ્રી તેડવા આવ્યા છે તે હું જાઉ છું.” એમ કહી દેહ ત્યાગ કર્યો.

વળી એક સમયે લુણસરના મંદિરમાં સ્વામી શ્વેતવૈકુંઠ-દાસજી બાપાશ્રીની વાતો વાંચતા હતા. તે વખતે ભગવાન ભક્તને બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં.

પછી તેણે વાત કરી જે, “આ કથા વાંચવા માંડી ત્યારથી વાંચી રહ્યા ત્યાં સુધી મને બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં.”      II ૧૨૦ II

In Lunasar Jetha Bhakta was ill. Mahārāj and Bāpāśrī came to fetch him. He told devotees that Mahārāj and Bāpāśrī had come to fetch him so he was going. Saying so, he left the body. Once, Swāmī Śvetvaikuṇṭhdāsjī was reading Bāpāśrī’s sermons (talks) in the temple of Lunasar. At that time, Bhagvān Bhakta had luminous darśan of Bāpāśrī. He said that he had luminous darśan of Bāpāśrī from the time when the kathā started till it was completed. || 120 ||