Gujarati / English

વૃષપુરમાં આએશપીર સેવાનાથજીએ દેહ મૂક્યો ત્યારે તેના શિષ્ય આએશપીર બાળનાથજીએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “મારી પાસે પૈસા નથી તેમ કાંઈ સગવડ નથી. માટે આપ કૃપા કરો તો મને ગાદી મળે.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “ભુજ પરબારા હજૂરશ્રી પાસે જાઓ; તમને ગાદી આપશે.”

પછી તે ભુજ ગયા ને રાવસાહેબે તેને ગાદી આપવાનો હુકમ કર્યો. ત્યારથી બાપાશ્રીને બહુ મોટા પુરુષ જાણીને જ્યારે મળે ત્યારે પ્રાર્થના કરી રાજી કરતા.  II ૫૧ II

 

In Vṛṣpur Aayeshpir Sevanathji died, his disciple Aayeshpir Balnathji prayingly said to Bāpāśrī that he had no money and no facility so he should show his favour so that he could get throne. Bāpāśrī told him to go directly to the king at Bhuj and he would give him throne. He went to Bhuj and Rao shaheb passed an order in his favour. Since then whenever he met Bāpāśrī he was pleasing him prayer. || 51 ||