Gujarati / English

એક સમયે નારાયણપુરમાં ફૂલડોલને દિવસે બાપાશ્રી ધનજીભાઈની વાડીએ ગયા હતા. ત્યાં આંબા તળે ધ્યાનમાં બેસી રહ્યા.

પછી અર્ધા કલાકે જાગ્યા, ત્યારે ધનજીભાઈ આદિક હરિભક્તોએ કહ્યું જે, “અમારે રંગ નાખવાની હોંશ હતી, પણ આપ તો ધ્યાનમાં બેસી રહ્યા.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ગોડપરમાં કુંવરજીએ દેહ મૂક્યો તેને ધામમાં મૂકવા ગયા હતા.”

પછી કુંવરજીનો ભાઈ કાનજી ત્યાં હતો તેને જોઈને બાપાશ્રી બોલ્યા જે, “કાનજી! તારો ભાઈ દેહ મૂકી ગયો છે માટે તું ઝટ ઘેર જા.”

ત્યારે કાનજી ઘેર ગયો. ત્યાં કુંવરજીને દેન દેવા લઈ ગયા હતા તે અગ્નિસંસ્કાર કરતી વખતે ભેગો થયો, ને બાપાશ્રીએ કરેલી વાત કહી તે સાંભળી સૌ આશ્ચર્ય પામ્યા.  II ૫૪ II

 

Once, Bāpāśrī had gone to Dhanjībhāī’s farm on the day of fūldol festival in Nārāyaṇpur. He sat on meditation under a mango tree. After half an hour he came out from meditation. Dhanjībhāī, etc. devotees said that they were eager to throw colour but he was in meditation. Bāpāśrī said that he had gone to Godpar where Kunvarjī died and he was put in Akṣardhām. Kunvarjī’s brother Kanji was there. On seeing him Bāpāśrī told him to go home immediately because his brother Kanji had died. Kunvarjī was taken for cremation. He met the mourners at the time of cremation. He told them about what Bāpāśrī said to him. All were surprised to hear it. || 54 ||