Gujarati / English

એક સમયે ગોધાવીના માસ્તર જગન્નાથ વૃષપુર ગયા હતા. તે પાછા ગોધાવી જવા તૈયાર થયા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “કાલે એકાદશીને દિવસે જજો.”

ત્યારે તે બોલ્યા જે, “મારે રજા પૂરી થઈ ગઈ છે તેથી મારો પગાર કપાઈ જાય.” એમ કહી ચાલ્યા તે આગબોટ ઊપડી જવાથી તુણે ખમવું પડ્યું.

તે વાત વૃષપુરમાં બાપાશ્રીએ સભામાં કરી જે, “આ ગોકળભાઈ માસ્તર આજ જાય છે તેમની સાથે માસ્તર જગન્નાથ પહોંચશે; કેમ જે તુણે બોટ ન મળવાથી રોકાઈ ગયા.”

પછી હરિભક્તોએ કહ્યું જે, “ત્યારે તો એમનો પગાર કપાશે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પગાર નહિ કપાય.”  II ૭૪ II

 

Once, Jagannāth, the teacher, of Godhāvī had gone to Vṛṣpur. When he started to go back to Godhāvī, Bāpāśrī asked him to go on the next day on the day of Ekādaśī. He said that his leave period was over and his salary would be cut. He left but the steamer had already left so he had to halt at port Tune. Bāpāśrī said in the assembly that Gokalbhāī, the teacher, was going today and Jagannāth, the teacher, would reach with him because he could not get the steamer so he halted at Tune. Devotee said that his salary would be cut. Bāpāśrī said that it would not happen. || 74 ||