Gujarati / English

વઢવાણ કાંપમાં પોસ્ટલ ઈન્સ્પેક્ટર મોહનલાલભાઈની દીકરી ઝવેરીબાઈ માંદાં હતાં. તેને અંત વખતે મૂર્તિમાંથી શ્રીજી મહારાજ તથા બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં અને તેનો દેહ પડી ગયો. તે દિવસે રાત્રિએ આખા ઘરમાં તેજ તેજ થઈ રહ્યું અને કંકુની ત્રણ ઢગલીઓ થઈ. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. વળી તેમની બીજી નાની બહેન મંગળાએ પણ દેહ ત્યાગ કર્યો તેને પણ સિંહાસનમાં પધરાવેલી મૂર્તિનાં તેજોમય દર્શન થયાં તે વાત સર્વેને કહીને દેહ મૂક્યો.  II ૭૭ II

 

Zaveri bai the daughter of Postal Inspector, Mohanlalbhāī was ill in Vaḍhwāṇ camp. At the time of her death she got the luminous darśan of Śrījī Mahārāj and Bāpāśrī and she left the body. On that night the whole house became full of luminescence and there were three heaps of kum-kum. All were surprised to see it. Moreover her younger sister Mangla also left   body she had luminous darśan of Mūrti installed in throne. She told this to all and then left the body. || 77 ||