Gujarati / English

સંવત ૧૯૮૪ના અષાડ સુદ-૪ને રોજ ગામ કણભામાં આશાભાઈને બાપાશ્રી કેરીનો રસ, પુડલા આદિ ભોજનનો થાળ લાવેલા એવાં દર્શન દઈને કહ્યું જે, “જમો.”

ત્યારે આશાભાઈ કહે, “અત્યારે આ થાળ લઈ આપ ક્યાંથી પધાર્યા?”

ત્યારે બાપાશ્રી કહે જે, “તમને જમાડવા આવ્યા છીએ, તે જમો.”

પછી આશાભાઈ જમ્યા.

ત્યારે બાપાશ્રી કહે જે, “હવે અમે જઈએ છીએ.” એમ કહી અદૃશ્ય થઈ ગયા.

પછી સમાચાર થોડા દિવસ પછી જ્યારે જાણ્યા ત્યારે સર્વ વાત સત્ય થઈ.  II ૯૮ II

In Saṁvat year 1984, on the Ashadh Sud 4th, in village Kaṇabhā, Bāpāśrī had brought thāḷ of meals i.e. mango juice, pudla, etc. and giving Āśābhāī such darśan asked him to eat. Āśābhāī  asked Bāpāśrī from where he had come there at this time with this thāḷ. Bāpāśrī told him that he had come to feed him and so asked him to eat. When Āśābhāī had finished eating, Bāpāśrī told him that he was going then and saying so, he disappeared. When this news (Bāpāśrī leaved this world) was known after some days, the matter became true. || 98 ||