Gujarati / English

ज्ञानं कुतोमनसि संभवती हतावत्‌

प्राणोऽपि मनोम्रियते न यावत्‌ ।

प्राणं मनो द्वयमिदं विलयं नयेद्यो

मोक्षं स गच्छति नरो न कथंचिदन्यः ॥ 1 ॥

यावन्नैव प्रषिशति चरन्‌ मारुतो मध्य मार्गे

यावदबिंदु र्न भवति दढं प्राणवात्‌ प्रबंधात्‌ ।

यावद्‌ध्याने सहजसदशं जायते नैव तत्त्वम्‌

तावज ज्ञानं वदति तदिदं दंभमिथ्या प्रलापः ॥ 2 ॥

આપણી જ્ઞેય, ધ્યેય અને ઉપાસ્ય મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રીમુખે કહ્યું છે જે, ‘‘સંપ્રદાયની પુષ્ટિ તેનાં શાસ્ત્રથી જ થાય છે.’’ દરેક સંપ્રદાયમાં પામર, વિષયી, મુમુક્ષુ અને મુક્ત જીવો હોય છે જ. તેમ આપણા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ તે ઉપરાંત સાત ધામોના મુક્તો પોતાના આત્યંતિક કલ્યાણ માટે આવે છે એ વિશેષ છે. મોટા અધિકારીની જવાબદારી પણ મોટી. જે મૂર્તિનાં દર્શન ફક્ત અક્ષરધામમાં પોતાના પરમ એકાંતિક મુક્ત જે પોતાને સમીપે રહ્યા છે તે તથા અનાદિમુક્ત જે મૂર્તિમાં રસબસ રહ્યા છે તેમને જ છે; બીજા કોઈને એ મૂર્તિનાં દર્શન નથી એવી અગમ્ય, અકળિત, અદ્રિતીય મૂર્તિએ ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા કહેવાતા અક્ષરકોટિ, બ્રહ્મકોટિ, ઈશ્વરકોટિ અને તેમના તાબાના મુક્ત જીવો તેમજ માયાબદ્ધ જીવોનો મોક્ષ કરવા માટે  આ મનુષ્યલોકમાં દર્શન દીધાં!  તે કેવડી વાત! !

કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું,

ક્યાં અમે ને ક્યાં આપ જીવન જાણું છું.

વળી કહ્યું છે જે स्वकीयावतारास्तदीयां च भक्ता निजोपासना ज्ञानमाबोध्य तेषां । तथा स्वधामाधिनेतुं विचित्यागतो श्री हरि हेतु रुक्त  चतुर्थः ॥

એમ પોતાના અવતારોને ને તેમના ભક્તોને પોતાની ઉપાસના-જ્ઞાન આપીને પોતાના ધામમાં લઈ જવા માટે દર્શન દીધાં. વળી, ‘‘સૌને વશ કરું સૌનો પ્રેરક હું ભગવાન.’’ એમ, ‘‘ઉપર કહ્યા તે સૌને વશ કરવા માટે એ સૌનો કારણ એવો હું એક જ ભગવાન છું; બીજો કોઈ ભગવાન નથી.’’ એમ પોતે કહ્યું છે.

શાસ્ત્ર માત્રમાં ગુરુભાગ હોય છે. તે શ્રીમુખે કહ્યું છે જે, ‘‘સત્શાસ્ત્રો પણ સત્પુરુષ થકી જ સમજાય છે, પણ પોતાની બુદ્ધિથી સમજાતાં નથી. તેમ જ પોતાનું સ્વરૂપ જે ઉપર કહ્યા પ્રમાણે પોતાના મુક્તોને જ ગમ્ય છે તેવા સત્પુરુષ જે સ્વતઃસિદ્ધ મુક્તો તે થકી જ સમજાય છે, પ્રાપ્ત થાય છે, અનુભવાય છે; પણ તે સિવાય બીજાં કોઈ સાધને કોઈ કાળે જાણી-અનુભવી શકાય તેમ નથી.

આ કારણપણા માટે પોતાના સ્વતઃસિદ્ધ મુક્તો શ્રી ગોપાળાનંદ સ્વામી તથા શ્રી પર્વતભાઈ આદિને પોતાના સંકલ્પથી અહીં દેખાડયા! આવા અજોડ મહારાજ ને મુક્તોનાં દર્શન, સ્પર્શ, સેવા, સમાગમનો લાભ કોટિ કલ્પે, કોટિ સાધને કે અનેક જન્મનાં સુકૃતથી મળતો નથી; કેમ જે તે વસ્તુ જ એવી અનુપમેય, અદ્રિતીય, અમૂલ્ય છે, કેવળ કૃપાસાધ્ય છે. આવા સ્વતઃસિદ્ધ  અનાદિમુક્તોએ  આ  સત્સંગરૂપ  બગીચો  બનાવી બનાવી આપણને ભોગવવા માટે શ્રી કૃષ્ણાર્પણ કર્યો છે!

આવા બગીચાના વર્તમાન સમયે છેલ્લામાં છેલ્લા માળી તે આ લઘુ પણ અનુભવાત્મક રહસ્યજ્ઞાન પ્રદાતા અનાદિ મહા મુક્તરાજ બાપાશ્રી અબજીબાપા છે. તેમના નામથી સત્સંગમાં ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. છતાં તેઓ કોણ હતા? કેવા હતાં? તેમણે સત્સંગમાં શું શું કર્યું? ઈત્યાદિ બાબત બે બોલ અસ્થાને નહિ ગણાય.

(૧) બાપાશ્રી કોણ હતા?

અક્ષરધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે દિવ્ય મૂર્તિ છે તે મૂર્તિ, તથા સંવત ૧૮૩૭માં શ્રી છપૈયાપુરમાં પ્રગટ થયા તે મનુષ્યરૂપ મૂર્તિ, તથા તેમણે પધરાવેલી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રીજી મહારાજ આદિ મૂર્તિઓ તે એક જ છે ને સ્વયં પોતે જ છે; એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહા મુક્તરાજ હતા.

શ્રી સ્વામિનારાયણ ભગવાન એક જ છે અને અનાદિ-મુક્ત અનેક છે ને અનેક થાય છે ને અનેક થશે; તે સર્વેને સુખના દાતા છે અને અનાદિમુક્ત સર્વે એ એક જ મૂર્તિના સુખભોક્તા છે; એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહા મુક્તરાજ હતા.

શ્રીજી મહારાજના સકામ ભક્ત બ્રહ્માથી લઈ અક્ષર સુધીની પદવીને પામે છે અને નિષ્કામ ભક્ત પોતાની સમીપે પરમ એકાંતિક અથવા પોતાની મૂર્તિમાં રહેલા અનાદિમુક્તની પદવીને પામે છે; પણ ભગવાન શ્રી પુરુષોત્તમ જે एकमेवा – द्वितीयं ब्रह्म છે -એક જ છે- તે ભગવાનની પદવીને તો કોઈ પણ પામી શકતા નથી ને ભક્ત કોઈ દિવસ પોતાના સ્વામીની પદવીને ઈચ્છે જ નહિ; એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહા મુક્તરાજ હતા.

શ્રી સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને અનાદિમુક્તને રસબસ પોતાની મૂર્તિમાં જ નિમગ્ન-લુબ્ધ રાખે છે– જેમ દૂધમાં સાકર રહે છે તેમ. છતાં પોતે સ્વામી, ને અનાદિમુક્ત સર્વે સેવક છે ને સદા સાકાર છે; એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહા મુક્તરાજ હતા.

શ્રી સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમરૂપ થવાથી અનાદિમુક્ત થવાય છે (પ્ર.પ્ર. ૫૧ પ્રમાણે); કેમ જે, જે વસ્તુ જાણવી-જોવી હોય તે વસ્તુરૂપ થયા વિના તે વસ્તુ જોઈ, જાણી શકાતી નથી અને દાસપણું પણ ત્યારે જ સૂધું દૃઢ થાય છે; એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહા મુક્તરાજ હતા.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને અને અનાદિમુક્તને જુદાપણું એટલે કે સહેજ પણ છેટાપણું નથી. વાણા-તાણાની પેઠે એકમેક, ઓતપ્રોત, તદ્રૂપ, તલ્લીન થવાય ત્યારે જ અણુમાત્ર છેટે નથી એમ કહેવાય. તેવી રીતે સહેજ સ્વભાવે સહેજ પણ ક્ષણમાત્ર મૂર્તિથી દૂર ન રહેવાય એટલે પોતે તો મૂર્તિમાં લુબ્ધ છે અને આજ્ઞાવિહિત સર્વે ક્રિયા મહારાજ કરે છે એવો સાક્ષાત્કાર (લક્ષ્યાર્થ) થાય ત્યારે અનાદિમુક્તની પંક્તિમાં  ભળાય;  એ  સિદ્ધાંત  સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહા મુક્તરાજ હતા.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિનો પોતાના ચૈતન્યમાં સાક્ષાત્કાર કરે તેવા પરમ એકાંતિકને મૂર્તિમાં રસબસ જોડી, સંલગ્ન કરી રોમરોમનું એકકાળાવચ્છિન્ન સુખ ભોગવાવી અનાદિમુક્ત કરનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ મહા મુક્તરાજ હતા.

જ્યારથી પ્રગટ ભગવાન કે પ્રગટ મુક્ત મળ્યા ને તેમનો દૃઢ નિશ્ચય-દૃઢ આશ્રય થયો ત્યારથી જ કાળ, કર્મ, માયાથી રહિત કરી સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, જાગૃત, સ્વપ્ન,  સુષુપ્તિ ને તુર્યાવસ્થાનો -મૂળ અજ્ઞાનનો- નાશ કરી અનાદિમુક્તની પંક્તિમાં ભેળવ્યા જ છે; એટલે દેહ મૂક્યા પછી જેવા થવાનું છે તેવા કર્યા જ છે, પણ ‘દેહ મૂક્યા પછી મહારાજ ને મુક્ત ધામમાં તેડી જશે ને પછી એવા કરશે’ એમ ન માનવું; પણ છતે દેહે જ એવા કર્યા છે એવું સંપૂર્ણ કૃતાર્થપણું માનવું. અને તેમની પ્રસન્નતાને અર્થે આજ્ઞામાં રહી કથા, વાર્તા, માળા, માનસી પૂજા, ધ્યાન, ભજન, નિયમ, ઉપાસના, કર્યા કરવાં ને મૂર્તિમાં અખંડ રસબસ રહેવાય –ક્ષણમાત્ર જુદા ન પડાય- એમ વર્તવું; છતાં ગરીબ સંત-હરિજનના પણ દાસાનુદાસ થઈ રહેવું ને બીજા જે દૃઢ આજ્ઞા-ઉપાસનાવાળા હોય તેમને પોતાથી મોટા જાણવા ને પોતાને તેમનાથી ન્યૂન માનવું, પણ છકી જાવું નહિ. જેમ રાજાને ઘેર જન્મે તે રાજા જ કહેવાય, પણ જ્યાં સુધી ગાદીએ ન બેસે ત્યાં સુધી રાજા જેવું સુખ-સામર્થી ન આવે; તેમ સાધુ કે સત્સંગી થયા એટલે પૂરું થઈ ગયું એમ માની બેસી રહેવું નહિ, કારણ કે સ્વતઃસિદ્ધ અનાદિમુક્તો મૂર્તિનું સુખ સ્વતંત્રપણે લે છે તે પણ પાર પામતા નથી. માટે તેમના જેવા થવાના ઉપાયમાં દેહપર્યંત તત્પર રહેવું; એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહા મુક્તરાજ હતા.

 

(૨) બાપાશ્રી કેવા હતા?

       વચનામૃતમાં તેમ જ આ વાતોના પુસ્તકમાં તેમનો ફોટો (છબી) આપેલ છે.

શ્રીજી મહારાજ મનુષ્યરૂપે પ્રગટ થયા તેમને નજરે દેખ્યા, ઓળખ્યા ને મૂર્તિનો આત્મામાં સાક્ષાત્કાર કર્યો તેમણે જ મહારાજને જાણ્યા. આજ જેને ધામની મૂર્તિ, મનુષ્યરૂપ મૂર્તિ અને પ્રતિમા એક જ છે એવો દિવ્ય ભાવ આવે; તેમજ તેમનાં વચનામૃત ઉપરથી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વોપરી, સદા સાકાર, સર્વ કર્તા-હર્તા જાણે ને મૂર્તિ સિદ્ધ કરે તેણે મહારાજને સર્વોપરી ભગવાન જાણ્યા કહેવાય. તેવી રીતે બાપાશ્રીનો સમાગમ કરી જેવા છે તેવા ઓળખ્યા તે બાપાશ્રી જેવા જ થઈ ગયા. અને આજ પણ તેમની વાતો ઉપરથી તેઓશ્રી અનાદિ મહા મુક્તરાજ હતા એમ સૌ કોઈ નિઃશંકપણે કહી શકે છે.

બાપાશ્રી કહેતા જે, ‘‘વાતો વર્તન કરશે.’’ તે શું જાણે છે તે કરતાં તે કેવા છે તે જોવું. જેમ સોય કેડે દોરો સોંસરો ચાલ્યો આવે છે તેમ તેમના ઉપદેશામૃતમાં ‘‘એક મૂર્તિમાં જ રસબસ-લુબ્ધ રહો, એક મૂર્તિમાં જ જોડાઓ, એક મૂર્તિ જ સિદ્ધ કરો, બીજું બધું એક વાર જાણી પડતું મૂકો. જેમ ખેડૂતને કરોડો રૂપિયા મળે તો મહેનત કરી દાણા પકવવા પડ્યા મૂકે, અને જેમ સૂર્ય ઊગતાં જ રાત્રિ ટળી જાય છે; તેમ જ્યારે સ્વરૂપનિષ્ઠા દૃઢ થાય છે ત્યારે પંચવિષય, પરચા, ચમત્કાર, ઐશ્વર્ય એ સર્વમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે. જ્યારે એ મૂર્તિના સુખનો ભોક્તા થાય છે ત્યારે તેને ધામ અને મુક્તનું સુખ પણ નજરમાં આવતું નથી (જો કે સ્વતંત્રપણે સર્વને જાણે-દેખે છે). આવી સ્થિતિ થાય તેને જ અનુભવજ્ઞાન-લક્ષ્યાર્થજ્ઞાન કહેવાય.’’ બાપાશ્રી કહેતા જે, ‘‘વાચ્યાર્થમાં પડયા રહેવું નહિ, પણ લક્ષ્યાર્થ કરવો; એટલે કે  મહારાજ ને મોટા મળ્યા તો તેમના જેવા થવું.’’

જ્યારે પુરુષોત્તમરૂપ થાય ત્યારે જ પુરુષોત્તમને ને અનાદિમુક્તને જેવા છે તેવા જાણી શકે અને પોતે અનાદિમુક્ત થાય ત્યારે લય-વિક્ષેપાદિ કષાય નાશ પામે; લક્ષ્યાર્થજ્ઞાની પણ તેને જ કહેવાય. જ્યારે પાટે બેસી કથા કરે ત્યારે જ્ઞાની એમ સમજે જે, ‘‘હું બેઠો નથી, પણ મહારાજ બેઠા છે ને હું બોલતો નથી, પણ મહારાજ બોલે છે ને હું સાંભળું છું’’; અને જેને આ જ્ઞાન હાથ ન આવ્યું હોય તે એમ જાણે જે, ‘‘લખ્યું છે તે વંચાય છે’’. આવી રીતે દૃઢ જ્ઞાની પણ માન-સન્માનના ધણી મહારાજને રાખે છે ને પોતાપણું સર્વે વીસરી જાય છે. એકાંતિક ભક્ત સાધનકાળમાં ઉપર પ્રમાણે પોતાને અકર્તા માને છે ને ‘મારા દ્વારે મહારાજ વિચરે છે, જમે છે, બોલે છે’ (પ્ર.પ્ર.વ. ૨૭) એવું મનન રાખે છે. તે દરમ્યાન ક્યારેક ગોપીઓની પેઠે ‘લ્યો કાન, લ્યો કાન’ એમ થાય. અને અવલબાઈ આદિ બાઈઓની પેઠે એમ પણ થાય જેઃ

કહે હું સહજાનંદ સ્વામી સરવેનો છું અંતરજામી

       ઉપર પ્રમાણે મનન અને નિદિધ્યાસ રાખતાં રાખતાં જ્યારે આત્મામાં સાક્ષાત્કાર થાય ત્યારે તેને ‘મુક્ત–સંત-અનુભવી’ કહેવાય. એવા સંતનો મહિમા શ્રીજી મહારાજે કહ્યો છે જે:- ‘‘સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે ભેળો હું ભમું રે.’’ એટલે મહારાજને ને મુક્તને નિત્ય સંબંધ છે; જુદા નથી.

‘‘સંત જાણજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતિ રે.’’ તે સંત એટલે અનાદિમુક્ત જાણવા; તે વચનામૃતમાં પણ મહારાજે સંતને પોતાની મૂર્તિઓ કહી છે. તેવા અનુભવી કરતાં અનાદિમુક્ત તો અતિશય શ્રેષ્ઠ છે. તે તો સદા મૂર્તિમાં જ રસબસ છે, છે ને છે જ. તેમને જો એમ પૂછવામાં આવે જે હાલ મહારાજ ક્યાં છે? તે શું કરે છે? તો તે મહારાજની મૂર્તિને ઊંચે કે અડખેપડખે ક્યાં બતાવે તે આ પુસ્તકના ઊંડા અભ્યાસીની નિર્મળ બુદ્ધિને સોંપીશું.

અનાદિમુક્ત સ્વયં પુરુષોત્તમરૂપ છે. અનાદિમુક્ત તો સદા સુખમાં જ લુબ્ધ રહે છે ને સુખ લીધાં જ કરે છે, પણ તે સુખ મૂકી બીજો સંકલ્પ કરતા જ નથી, બીજું કાંઈ જોતા જ નથી; છે તો બધુંય હસ્તામળ. જ્યાં મૂર્તિ ત્યાં અનાદિમુક્ત હોય જ. જેમ મૂર્તિ તેમ જ અનાદિમુક્ત. જેવું મૂર્તિ બોલે તેવું જ અનાદિ બોલે.

બાપાશ્રી કહેતા જે, ‘‘આ શબ્દ તો મહારાજના પડછંદા છે.’’ આ સ્થિતિ જેના સમજવામાં આવે છે તે બાપાશ્રીની સ્થિતિના શબ્દો સાંભળી ભૂલા પડતા નથી. અને જે ભોળા છે તે ભૂલા પડે છે અને વિપરિત મતિવાળા છે તે ભૂલા પાડે છે. તે મહારાજે કહ્યું છે જે, ‘‘નિશ્વયની વાત અટપટી છે.’’ એટલે સમજતાં ન આવડે તો મૂળગેથી જાય, તેમ થાય. જેને એ સ્થિતિ સમજાય છે તે તો તેમનાં ઉપદેશ-વર્તનનો સરવાળો કરે છે. એ પણ બાપાશ્રી કહેતા જે, ‘‘કેટલાક ખોટા મુક્તને ખોટા કરે તે ભેળા સાચા મુક્તને ખોટા માની બેસે. માટે તપાસ કરવો; કેમ જે જે સાચા મુક્ત હોય તે પુરુષોત્તમરૂપે વર્તે, પણ પંડે પુરુષોત્તમ ન થાય અને મૂર્તિમાં જ જોડે, પણ પોતામાં ન જોડે ને મહારાજ ને મુક્તનો ભેદ, સ્વામી-સેવકપણું દૃઢ કરાવે.’’ તે બાપાશ્રીની વાતોના અભ્યાસીને જણાયા વિના રહેશે નહિ.

બાપાશ્રી કહેતા જે, ‘‘ઈયળની ભમરી કરવી છે, રાંકમાંથી રાજા કરવા છે, કીડીનો કુંજર કરવો છે, માખીનો સૂર્ય કરવો છે, પારસથી પારસ કરવો છે, હીરેથી હીરો વેંધવો છે. અરે! તમને મૂર્તિમાં જ રાખ્યા છે. જેવો પર્વતભાઈએ યજ્ઞ કર્યો હતો તેવો આ યજ્ઞ છે. આ મુક્તની કૃપાદૃષ્ટિથી તમે મુક્ત થઈ રહ્યા છો. જેને આવી સ્થિતિ થાય તેને મનુષ્યભાવ-દિવ્યભાવ, અવરભાવ-પરભાવ, અહીં–ત્યાં એક થઈ જાય છે. ધામની સભા ને આ સભા એક જ ભાસે છે અને તેને જ અનુભવી જાણવો. આવા અનુભવી કરતાં સ્વતઃસિદ્ધ અનાદિમુક્ત અતિશય શ્રેષ્ઠ છે. જેમ શ્રીકૃષ્ણે ઉદ્ધવજીને પોતાથી અણુમાત્ર ન્યૂન કહ્યા નથી, તેમ મહારાજ ને મોટા પોતાના આશ્રિતને અણુમાત્ર ન્યૂન રાખતા નથી (સિવાય કે દાતા-ભોક્તા, સ્વામી-સેવકપણું રહે છે એ ભૂલવું જોઈએ નહિ).’’ આવી સ્થિતિના શબ્દો બાપાશ્રીની વાતોમાં વખતોવખત નજરે પડે છે.

બાપાશ્રી કોણ હતા તેના ખુલાસા અનેક રીતે ઉપર કરેલા છે તે વાંચી બરાબર પચાવ્યા હશે તેમને જરૂર સમજાયું હશે જે જેવો મહિમા મહારાજનો તેવો જ તેમના અનાદિમુક્તનો કહેવાય. જેટલું મહારાજ જાણે ને દેખે તેટલું જ તેમના અનાદિમુક્ત જાણે ને દેખે.

વચનામૃતમાં કહ્યું છે જે, ‘‘મહારાજને લઈને તો આ મુકતાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય.’’ એવી રીતે અનાદિમુક્તનો મહિમા કહેવામાં સ્વયં શ્રીજી મહારાજનો મહિમા વધારીએ છીએ એ ભૂલવું ન જોઈએ. જેમ રાજાની સમૃદ્ધિનો મહિમા કહેવામાં ખુદ રાજાની મોટપ સહેજે જ આવી જાય છે; તેમ અનાદિમુક્તો છે તે મહારાજની સમૃદ્ધિ છે. તેમના મહિમામાં સ્વયં મહારાજનો મહિમા આપોઆપ વધે છે.

જેમણે બાપાશ્રીની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાવાળાં વચનામૃત તથા આ વાતો સમજી-વિચારી વર્તનમાં ઉતારવા પ્રયત્ન સરખો કર્યો હશે તેમને બાપાશ્રી કેવા હતા, તેમનો મહિમા કેવો સમજવો તે બાબત અક્ષરે જાણવા-સાંભળવાની ઈચ્છા થશે નહિ.

સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક દૃષ્ટાંત છે જે એક ભરવાડને હાથ હીરો આવ્યો પછી તેને પથ્થર જાણી બકરીની કોટે બાંધ્યો. પછી કોઈક ઝવેરીએ તેની પાસેથી વેચાતો રાખી બીજા ઝવેરીને વેચ્યો ત્યારે છેવટે તેની કિંમત અમૂલ્ય થઈ. આટલું અપારપણું તો માયાના પદાર્થમાં છે. તો આ તો દિવ્ય મહારાજ અને દિવ્ય મુક્ત. તેમનો સૂઝે તેટલો મહિમા કહો તો પણ અપૂર્ણ જ રહેવાનો; તેમાં કાંઈ પણ આશ્વર્ય નથી. કહેવત છે કે ‘ભણતરનો ને વણતરનો (માયિક વિદ્યાનો) પાર નથી’. આટલું તો માયાવાદીઓ કહે છે. વળી વેદ પણ મૂળપુરુષનો મહિમા કહેવામાં नेति नेति કહી અટકે છે. તો આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ને તેમના અનાદિમુક્તનો મહિમા તે કોણ યથાર્થ કહી શકે? કોઈ નહિ. વચનામૃતમાં  કહ્યું છે જે, ‘‘જેવા મેં  મહારાજને જાણ્યા હતા તેવો તો મને પણ કર્યો છે, તો પણ મહારાજ તો અપારના અપાર જ રહે છે. એટલે જેમ જેમ મહિમા વધુ વધુ સમજાય છે તેમ તેમ દાસપણું સૂધું દૃઢ થતું જાય છે ને મહિમા અપાર જણાયા કરે છે.’’ છતાં એ મહિમાની દિશ બતાવી શકાય.

એક શિષ્યે ગુરુને પૂછયું જે, ‘‘હે ગુરો! હે કૃપાનિધે! આપે દયા કરી મને મૂર્તિમાં રાખ્યો છે ને સુખ પણ આવે છે; તો પણ એ મૂર્તિ કેવી છે તે બરાબર કળી શકાતું નથી.’’ ત્યારે ગુરુએ હસીને કહ્યું જે, ‘‘અમે અનાદિકાળથી મૂર્તિમાં જ છીએ ને સુખ લીધા જ કરીએ છીએ; તો પણ અમને ખબર નથી જે આ મૂર્તિ તે કેવી છે. તો તને તો હજી હમણાં જ અનુભવ થયો એટલામાં શી ખબર પડે?’’ કેવો સચોટ અને સીધો જવાબ! અર્થાત્ જેઓ અનાદિમુક્ત સરખી સ્થિતિ પ્રાપ્ત કરે છે તે પણ યથાર્થ મહિમા કહી શકતા નથી તો જેઓ પોતાની તેવી સ્થિતિ થાય પહેલાં એટલે કે ‘હાલ મહારાજ ક્યાં છે? શું કરે છે?’ તેનો અનુભવ તો શું પણ ખબરેય ન હોય છતાં ‘મહારાજ તો આવા જ છે, મુક્ત તો આમ જ છે’ એમ મત બાંધી મિથ્યા વાદવિવાદ કરે છે તે કેટલી ભીંત ભૂલ્યા છે તે નિષ્પક્ષપાત વાચકવૃંદની નિર્મળ બુદ્ધિને સોંપી વિરમીશું.  એટલે  બાપાશ્રી  કેવા  હતા,  તેમનો  મહિમા કેવો સમજવો તેની કેટલીક અંશે ઝાંખી કરી શક્યા કહેવાઈએ.

(૩) બાપાશ્રીએ શું શું કર્યું?

       શ્રીજી મહારાજે સા.-૧૭મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘‘ભક્તની દૃષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય તેમ તેમ ભગવાન ને મુક્ત મહિમા ને અપારપણું વધુ ને વધુ જણાયા કરે છે.’’ ભક્ત જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી મોટા મુક્તને મોટા ભક્ત જેવા જાણે; જ્યારે ભક્ત પોતે મુક્ત થાય ત્યારે મહારાજને તથા મોટાને ઓળખે. સાધનિક જે જે ક્રિયા કરે છે તે પોતાના મોક્ષ માટે કરે છે, જ્યારે સ્વતઃસિદ્ધ મુક્ત જે જે કરે છે તે બીજા જીવોના મોક્ષ માટે કરે છે.

બાપાશ્રીએ સત્સંગમાં ઘણા યજ્ઞ, પારાયજ્ઞ, ઉત્સવ, સમૈયા કરી પામર ને વિષયી જીવોનો પણ મોક્ષ કર્યો છે. તેમજ તેમના જોગ-સમાગમમાં આવેલા કેટલાક સંત-હરિજનોને મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવ્યો. બાપાશ્રી કેટલાક ભક્તોને તેમના મનની વાત જાણી અંતર્યામીપણે કહી દેતા. કેટલાકને તેમના પૂર્વજન્મની સ્મૃતિ કરાવી આપતા. કેટલાકને દેહને અંતે મહારાજ સાથે દર્શન દઈ ધામમાં તેડી જતા, કેટલાકને આયુષ્ય ન હોય તો પણ રાખતા. કેટલાકના ઘાટ-સંકલ્પ ટાળી જ્ઞાન-ધ્યાન દૃઢ કરાવતા. એવી ઘણી સામર્થી જોવામાં આવતી. અને એકાંતિક ભક્તોને વચનામૃતનો ઊંડો અભ્યાસ થાય ને મહારાજ ને મોટાનો મહિમા સહેજે સમજાય તે માટે વચનામૃતના ખુલાસા કરી વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરી છે.

ગાજવીજથી દાણા ન પાકે ને વરસાદથી દાણા પાકે; તેમ પરચા-ચમત્કાર જોવા-જાણવાથી મૂર્તિનું જેવું છે તેવું સુખ ન આવે. ને મહારાજનું સર્વોપરીપણું, કર્તાપણું, સાકારપણું, સુખદાતાપણું તે રૂપ સ્વરૂપનિષ્ઠા દૃઢ કરવાથી મહારાજ ને મુક્તનો મહિમા સમજાય ને મૂર્તિનું સુખ મળે. બાપાશ્રી કહેતા જે, ‘‘એ મૂર્તિના સુખમાં પહોંચ્યા પછી ધામનું સુખ તે પણ શું અને મુક્તનું સુખ તે પણ શું? એવું એ મૂર્તિનું અલૌકિક, અનુપમેય સુખ છે.’’ એ જ બતાવે છે કે તેમણે ચોખ્ખી ઉપાસના યથાર્થ સાંખ્ય જ્ઞાન આપી સમજાવી.

અને જ્યાં સુધી સમગ્ર મૂર્તિ દેખે ત્યાં સુધી જીવની પણ વૃત્તિ કહેવાય. જ્યારે મૂર્તિમાં સંલગ્ન થાય, રસબસ થાય, પુરુષોત્તમરૂપ થાય ત્યારે જીવસત્તાએ મૂર્તિ દેખી કહેવાય. એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી યોગ સિદ્ધ કર્યા કરવો જે, ‘‘મને મહારાજ મળ્યા ત્યારથી મૂર્તિમાં રાખ્યો છે ને બોલે છે, ચાલે છે તે મહારાજ કરે છે’’ એવું મનન રાખવું. એ લટક-યોગકળા અને યોગનિદ્રા જે સૂતી વખતે તે મૂર્તિમાં લુબ્ધ થઈ સૂવું એવો યોગમાર્ગ શીખવ્યો. અને પોતે સદા તે સુખમાં જ રહેતા એ ઉપરના શબ્દોથી સ્પષ્ટ તરી આવે છે. આવી રીતે દૃઢ યોગ ને સાંખ્ય દ્વારા સર્વોપરી ઉપાસના સમજાવી.

પોતે અદૃશ્ય થયા ત્યાં સુધી ‘જીવો બિચારા પોતાના સરખા કેમ થાય? મૂર્તિના સુખે સુખિયા કેમ થાય?’ એ જ બિરદ-ધ્યેય-કર્તવ્ય સામી નજર રાખી છે એમ  તેમની વાતો ને વર્તન ઉપરથી સ્પષ્ટ દેખાતું ને દેખાય છે. ‘‘આ વખતે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય એવું છે.  આ ટાણે મૂર્તિનો સાક્ષાત્કાર નહિ કરો તો પછી કોણ કરાવશે? માટે  આ કરો, આ કરો; બીજું સર્વે પડયું મૂકો.’’ જ્યારે દૃઢ ઉપાસના-દૃઢ સ્વરૂપનિષ્ઠા થાય છે ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ સઘળા ગુણો સંપૂર્ણ રીતે સહજ સ્વભાવે અખંડ રહે છે. જે તે પ્રકારે જીવોને મહારાજ ને મોટા જેમ છે તેમ ઓળખાય અને સર્વ એ મૂર્તિમાં નિમગ્ન રહે એ જ તાન હતું. બાપાશ્રી મુખ્યત્વે નિશ્ચય, મહિમા, આજ્ઞા અને ઉપાસનાના બળની વાતો ઘણી કરતા:- ‘‘એક જીવને ઉગારો તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય, કારણ કે તેને ચોરાસીમાં અનંત વાર મરવું અને અવતરવું પડે તે મટી ગયું; એમ બ્રહ્માંડ ઉગાર્યા જેટલું પુણ્ય કહ્યું છે.’’

એવી જ રીતે ‘‘અમને કોઈ ખતરાવશો નહિ, આ જોગ-સમાગમ-સત્સંગને વગોવશો નહિ. જડ માયા (દ્રવ્ય), ચૈતન્ય માયા (સ્ત્રી)નો ત્યાગ દૃઢપણે રાખજો. તમે તો એ બે વાતના હરામના સમ ખાઈ બેઠા છો. દ્રવ્યમાં  તો સ્ત્રી પણ ભેગી આવી ગઈ, માટે તે પાપને તો રાખવું જ નહિ.’’ જ્યારે કોઈ મહારાજ ને મોટાની બાંધેલી ધર્મમર્યાદાનો ભંગ કરે ત્યારે પોતે ઘણા જ દિલગીર થઈ જતા અને તે પોતાનો સંબંધી હોય અથવા બીજો કોઈપણ હોય, તો પણ તેનો પક્ષ નહિ રાખતાં ધર્મનો પક્ષ રાખી તેને પ્રાયશ્ચિત્ત આપતા-અપાવતા. એવો તેમનો ધર્મ પાળવા-પળાવવાનો આગ્રહ હતો.

સવાલ એ થાય છે કે સત્પુરુષનો મહિમા યથાસ્થિત કોણ કહી શકે? ઉત્તર જેટલો સહેલો છે તેથી વિશેષ મુશ્કેલ સમજવામાં છે. મોટી વસ્તુ નાની વસ્તુને યથાસ્થિત જાણે-દેખે, પણ નાની વસ્તુ મોટી વસ્તુને યથાસ્થિત જાણી–દેખી શકતી નથી. તદનુસાર અનાદિમુક્તનો યથાસ્થિત મહિમા સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન એક જ સમજાવી શકે, અથવા તેમના અનાદિમુક્તો જે અસંખ્ય છે તે પૈકી કોઈપણ એક બરાબર સમજાવી શકે, અથવા તો મહારાજ ને મોટાની કૃપાથી તેમના સરખી સ્થિતિ થઈ હોય તે સમજાવી શકે. આ વાત જે અનુભવ કરી સિદ્ધ કરે તેને જરૂર એમ જણાય જે અનાદિમુક્ત અહીં દેખાય તો પણ તેઓ મૂર્તિમાં રહ્યા થકા જ દેખાય છે. જેમ પૃથ્વી જળમાં રહી છે ને બહાર દેખાય છે, તેમ અનાદિમુક્ત તે સુખમાં લુબ્ધ જ છે ને શ્રીજીની ઈચ્છાથી મનુષ્યરૂપે દેખાય છે; તેમને તો એક મહારાજ જ કર્તા છે. વચનામૃતમાં કહ્યું છે જે, ‘‘સત્પુરુષ સરખી સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા બરાબર જણાતો નથી અને મહિમા જાણ્યા વિના સ્થિતિ પણ થતી નથી.’’ માટે જેમ બને તેમ સત્પુરુષ જે સ્વતઃસિદ્ધ અનાદિમુક્ત તેમની સાથે હેત કરી મહિમા સમજવો. તેમણે જે યુક્તિ-લટક-મંત્ર આપ્યો હોય તે મનન, નિદિધ્યાસ કરી તેમના સરખી સ્થિતિ કરવી એ ધ્યેય જે મુમુક્ષુ રાખે તે જ સત્સંગમાં દિનપ્રતિદિન આગળ વધે છે અને અનાદિમુક્ત એ કયું તત્વ છે તે બરાબર સમજી શકે છે.

આવી સ્થિતિ થવાની લટક-સ્થિતિ-ઉપાય-રસ્તો-મહામંત્ર અનેક અનુભવસિદ્ધ યુક્તિઓ સાથે આ વાતોમાં નજરે પડે છે. માટે આ પુસ્તક છતે દેહે -બાપાશ્રીના શબ્દોમાં કહીએ તો છ માસની અંદર- મૂર્તિ સિદ્ધ કરવી હોય એવા મુમુક્ષુ ને જ ઉપયોગી અને રસદાયક થઈ પડશે. કહેવાની જરૂર નથી કે આવી મુમુક્ષુતામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણો સિદ્ધ કરી એક મૂર્તિ આકારે વૃત્તિ થઈ હોય અને ‘અર્થ સાધ્યામિ વા દેહં પાત્યામિ’ એવી શ્રદ્ધાનો જે મુમુક્ષુમાં જન્મ થયો હોય એવા મુમુક્ષુને જ આ સંગ્રહ રસદાયક થશે. આવી મોટી તૈયારી કરનારમાં કેવાં કેવાં લક્ષણો-ગુણોની આવશ્યકતા છે અને તે ગુણો કયા કયા તે જાણવું જ જોઈએ અને તેને જ મુમુક્ષુ જાણવો. હવે મુમુક્ષુ કોને કહીએ તે વિચારીએ:-

તે જ મુમુક્ષુ ખરો કે જે કેવળ પોતાનું નામું રોજેરોજનું રાખે છે. ૧

તે જ મુમુક્ષુ ખરો કે જે પોતાના દોષને જ જાણે છે ને ટાળવા તનતોડ યત્ન કર્યા કરે છે. ૨

તે જ મુમુક્ષુ ખરો કે જે ‘શ્રેયાંસી બહુ વિધ્નાનિ– સારા કામમાં સો વિઘ્ન’ એ કહેવત સમજી ચાડી, ચુગલી, નિંદા, ટીકા, કૂથલી આદિ મનોવિકારને તિલાંજલિ આપી એક મૂર્તિનો જ સાક્ષાત્કાર કરવા મંડયો રહે છે. ૩

તે જ મુમુક્ષુ ખરો કે જે પોતાના ઉક્ત ધ્યેયમાં જ નિમગ્ન રહે છે. ૪

તે જ મુમુક્ષુ ખરો કે જે શ્રી સ્વામિનારાયણ ભગવાન છે, શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ અનાદિમુક્તો છે એવું જાણીને કેવળ બીજા આગળ તેવી વાતો કરી તૃપ્તિ નથી પામતો, પણ વર્તનમાં ઉતારવા યત્ન કરે છે. ૫

તે જ મુમુક્ષુ ખરો કે જે અનાદિમુક્તનાં લક્ષણ જાણી, તેવાં પોતામાં આવ્યાં છે કે નહિ તેની જ એક ચિંતા રાખે છે. ૬

તે  જ  મુમુક્ષુ  ખરો  કે  જે  પામર  અને  વિષયી  જેવા જેવા જીવોમાંથી પણ એકલા ગુણને જ ગ્રહણ કરે છે. ૭

તે જ મુમુક્ષુ ખરો કે જે પોતાના બરોબરિયા સાથે સ્નેહ ને મિત્રાચાર રાખે છે. ૮

તે જ મુમુક્ષુ ખરો કે જે પોતાથી નાના જે વિષયી ને પામર જેવા જીવો તેમના અવગુણને જોતાં છતાં તેમના પ્રત્યે દયા રાખે છે ને હેત ને માયાળુ દૃષ્ટિએ તેમને જુએ છે. ૯

તે જ મુમુક્ષુ ખરો કે જે પોતાથી મોટા હોય તેમના આગળ સ્તબ્ધ રહી એક ચિત્તે તેમની વાણી-વર્તનનું અવલોકન કરી પોતાના જીવન સાથે સરખાવી પોતાની જ કસોટી કર્યા કરે છે. ૧૦

તે જ મુમુક્ષુ ખરો કે જે જીવે ત્યાં સુધી કોઈનો ગુરુ થતો નથી. ૧૧

તે જ મુમુક્ષુ ખરો કે જે જીવનપર્યંત શિષ્ય-સેવક-દાસાનુદાસ થઈ  સત્સંગમાં રહે છે. ૧૨

 

 

શ્રીજી મહારાજે કહ્યું છે જે :-

દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં,

ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં..

       વળી સદગુરુ શ્રી મુકતાનંદ સ્વામીએ કહ્યું છે જે, ‘‘દાસ તમારા દાસનો (દાસનો પણ દાસ એ કેવું નિર્માનીપણું! ! એ જ ખરી મુમુક્ષુતા જાણવી.) મને રાખો નાથ હજૂર; એ વર માગું છું.’’ આવા મુમુક્ષુને આ પુસ્તક એક ખારા સમુદ્રમાં મીઠી વીરડી તુલ્ય શાંતિદાયક થશે.

હવે રહ્યા વિષયી જે રાત્રિ-દિવસ સમાગમ કરે છે, કથાવાર્તા કરે છે, પણ પોતે ધ્યાન કરી સ્થિતિ કરવામાં આળસું, પ્રમાદી રહેનારા; તેઓ ઘણે ભાગે બીજાના ગુણ-અવગુણ જોવામાં પણ રોકાય છે. આ વર્ગ કેવળ દયાને જ પાત્ર છે; છતાં જો તેઓને અનાદિમુક્તની પંક્તિમાં ભળવું હોય, અનાદિમુક્ત જે સુખ, સામર્થી ને પ્રકાશનો અનુભવ કરે છે તે સુખ લેવું હોય તો તેમણે સંગશુદ્ધિ ને નિર્દોષ બુદ્ધિ કરવી અતિ આવશ્યક છે. આવી બુદ્ધિ મેળવવાની રાજા ચાવી એક છે અને તે આ રહી. જેને વાપરવી હોય તે ભલે વાપરે :-

પ્રથમ તેણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી ઘનશ્યામ મહારાજની ઊભી-બેઠી ગમે તે મૂર્તિ જેમાં પોતાને અતિશય સ્નેહ હોય તે મૂર્તિ આગળ શાંત ચિત્તે બેસી ગઈ-ગુજરી માટે ફક્ત એક જ દિવસ એક જ કલાક પશ્ચાત્તાપ કરીને નીચે મુજબ વિચાર કર્યા કરવો. તે વિચારનું મનન ચાલે તે દરમ્યાન બીજા કોઈ વિચારને મનમાં પેસવા દેવો નહિ.

(૧) તુલસી જાકે મુખનસે, ભૂલઈ નિકસે રામ;

તાકી પગકી પેનિયાં, મેરે તનકી ચામ.

       જે માત્ર પોતાના ઈષ્ટદેવનું નામ-સ્મરણ કરતો હોય, બીજાં સાધન ભલે ઓછાં હોય તેને પણ પોતાથી અધિક માનવો.

(૨) ગીતા વિષે શ્રીધર સ્વામી, શંકરાચાર્ય, રામાનુજાદિક અનેક વિદ્રાનોએ જુદી જુદી ટીકા કરી શાસ્ત્રના અર્થ સમજાવ્યા છે. તો વચનામૃત તેમજ આપણા ઈષ્ટદેવના મહિમાનું કોઈ ગમે તેવું વર્ણન કરે તેમાંથી  આપણને જેટલું સમજાય તેટલું ગ્રહણ કરી બાકીનું પડયું મેલવું; અને એમ જાણવું જે તેમાં લખ્યું છે તે તો સાચું હશે, પણ મને સમજાતું નથી.

(૩) હાથી ને સાત આંધળાના દૃષ્ટાંતનું મનન કરી સિદ્ધાંત સમજવો જે જેને જેમ સમજાણું, અનુભવાણું તેમ લખ્યું છે. તે વચનામૃતમાં પણ કહ્યું છે જે, ‘‘ગાયનું મુખ દીઠું, પૂંછ દીઠું, પણ સમગ્ર ગાય કોઈએ દીઠી નથી.’’ માટે જ્યારે સમગ્ર મૂર્તિ એકકાળાવિચ્છિન્ન અનુભવાય ત્યારે જ આપણને બીજા જે બોલે, લખે તે વિષે અભિપ્રાય આપવાનો હક્ક મળે છે; તે પહેલા નહિ. પછી તે વિચાર સિદ્ધ થાય એટલે મુમુક્ષુતા જન્મે છે. પછી હંમેશાં સ્વસ્થ અને આનંદચિત્તે તે મૂર્તિ સન્મુખ બેસી ગદગદ કંઠ અને રોમાંચિત ગાત્ર થઈ એકનજરે તે મૂર્તિ ધારવી. એમ દરરોજ સવાર-સાંજ બબ્બે-ત્રણ ત્રણ કલાક કર્યા  કરવું.

આ વાતોમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આજ્ઞા, ઉપાસનાદિ ઘણા વિષયો છે; પરંતુ મુખ્યત્વે કેટલાક શબ્દો સાધનદશાના અને કેટલાક સિદ્ધદશાના તેમજ સિદ્ધદશા પામવા માટેના જોવામાં આવશે. અહીં ખાસ વિવેકદૃષ્ટિની જરૂર છે. અને જે વિવેકદૃષ્ટિ રાખી કેવળ પોતાનું ધ્યેય જે મૂર્તિનો સાક્ષાત્કાર કરવો તે સામી જ નજર રાખે છે તેને તો અકેકો બોલ લાખ લાખ હીરાનો અમૂલ્ય થઈ પડશે.

પરંતુ જેઓ અર્ધદગ્ધ દશામાં ઊભા રહી આગળ વધવામાં આળસુ-પ્રમાદી હશે તે संशयात्मा विनश्यति તેમ અપૂર્ણ દશામાં રહી, પૂર્ણ દશાનો નિર્ણય પોતાની માયિક બુદ્ધિથી કરવા યત્ન કરશે તેને લાભને બદલે હાનિ થવા સંભવ છે. તેઓ જો પૂર્વાપર વચનામૃતના સિદ્ધાંત સાથે આ વાતોના સિદ્ધાંત સરખાવી, જે સિદ્ધાંતો તેમને વચનામૃત સાથે મળતાં માલૂમ પડે તેનું જ ગ્રહણ કરશે ને જે ન સમજાય તે માટે મુમુક્ષુતા રાખી દાસભાવે જાણવા ઈચ્છશે તેને સમજાવનાર જરૂર મળી આવશે.

જેમ કે વચનામૃતમાં કહ્યું છે જે, ‘‘સમુદ્રના કિનારે ઊભેલાને ઝાડ, પહાડ, મનુષ્ય, પશુ, પક્ષી, તેમજ સમુદ્ર એ સર્વે પૃથક્ પૃથક્ દેખ્યામાં આવે છે; પરંતુ તે જ્યારે વહાણમાં બેસી સમુદ્ર મધ્યે જાય ત્યારે ઊચું-નીચું સર્વત્ર જળ જ દેખે, પણ બીજું કાંઈ દેખે નહિ. તેમ જે વહાણને દષ્ટાંતે મૂર્તિમાં જ નિમગ્ન રહે તેને  એક મૂર્તિ જ દેખાશે ને ‘‘મૂર્તિ જ બોલે છે, જમે છે, જુએ છે, સાંભળે છે- સર્વે ક્રિયા મૂર્તિ જ કરે છે ને હું તો મૂર્તિના સુખમાં લુબ્ધ છું’’ એમ અનુભવ થશે.

એવી સિદ્ધદશા પામવા માટે આ વાતોમાં બાપાશ્રીએ કહ્યું છે જે, ‘‘જ્યારથી મહારાજ અને મોટા મળ્યા ત્યારથી તમે સર્વ અમારા સરખા થઈ ચૂકયા છો એમ નિશ્ચય દૃઢ રાખજો; પણ જ્યાં સુધી એવો અપરોક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી સિદ્ધદશા પામવાનો મંત્ર ચાલુ રાખજો. પણ ‘ચલ બે રંડી, હમ ખાખ બને હે’ એટલે કે સાધુ થયા કે સત્સંગી થયા એટલે પૂરું એમ માની આળસું થઈ બેસી રહેશો નહિ. સિદ્ધદશા ન આવે ત્યાં સુધી છૂપું નાસ્તિકપણું રહે છે એ વચન સામી નજર રાખજો.’’

એવી રીતે મહારાજ ને મોટા મળ્યા તે રૂપી સ્વરૂપનિષ્ઠાના બળની સાથે સૂક્ષ્મ કર્તવ્ય જે ધ્યાન કરવું, આપોપું કરવું, પુરુષોત્તમરૂપ થવું તે ચાલુ રાખવું. વચનામૃતમાં પણ એમ જ કહ્યું છે જે, ‘‘પોતાના સ્વરૂપને જાણતો-જોતો નથી તે જ અજ્ઞાની નીચ છે.’’ એમ સૂક્ષ્મ દૃષ્ટિવાળા મુમુક્ષુને કર્તવ્યપરાયણતાનો ઉપદેશ આપેલો છે. એમ આ વાર્તાનો સોંસરો અભિપ્રાય શું છે તે મુમુક્ષુને જ યથાર્થ જાણ્યામાં આવશે. ટૂંકામાં, ‘‘શ્રી સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે અને હું તથા અનાદિમુક્ત સર્વે તે મૂર્તિમાં રસબસ છીએ’’ એવું શ્રવણ થાય પછી તેનું મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કાર કરવાની ઈચ્છા થઈ હશે એવા મુમુક્ષુ ને જ આ પુસ્તક એક અનુભવી સદગુરુની ગરજ સારશે.

तत्र यच्छवणं प्राज्ञै स्तुतं तद्वीपसन्निभम्‌ ।

दीपिका सदशं प्रोक्तं साधनं सननं तथा ॥ 1 ॥

तन्निष्पाद्यो निदिध्यासो बुधैरुक्तः स्तडित्समः ।

साक्षात्तातु त्रिकुडभूता प्रोक्तौखाज्ञि सन्निभा ॥ 2 ॥

અનાદિમુક્તો જે સ્થાનમાં, જે સ્થિતિમાં અને સુખમાં રહ્યા છે તે સ્થાનમાં, તે સ્થિતિમાં અને સુખમાં જેને રહેવું હોય; શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી પર્વતભાઈ, શ્રી અબજીબાપા આદિ જેવા જેને થવું હોય તેને માટે આ વાર્તાસંગ્રહ એક સાક્ષાત્કાર કરાવનાર માર્ગદર્શકનું કામ કરશે એ નિઃસંદેહ છે.

આપણને આ અમૂલ્ય વાર્તાસંગ્રહનો લાભ મળે છે તે સર્વ અનાદિ મહા મુક્તરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજી, તેમના શિષ્ય સદગુરુ સ્વામી શ્રી ઈશ્વરચરણદાસજીને આભારી છે.

આ ઉપદેશામૃતનો સંક્ષિપ્ત સંગ્રહ સત્સંગની સેવામાં નિષ્કામ ભાવે બનતી ત્વરાએ અર્પણ થયો જોઈ સૌ કોઈ સત્સંગી આનંદથી પાન કરશે એ જ શુભેચ્છા. અસ્તુ:

આવૃત્તિ ૧લી        પરીખ બળદેવદાસ વલ્લભદાસ, અમદાવાદ

સંવત ૧૯૮૯                 (પ્રથમાવૃત્તિ પ્રસિદ્ધકર્તા)

ઈ.સ. ૧૯૩૩

મનહર વૃત

ભક્તજન ભૌર ઠૌર ઠૌર મિલિ દૌર રહે,

ઈંદિવર સંત મન આનંદ અમટ ભો.

કહત હમીર ચક્રવાકી ચક્રવાક રૂપ,

ભક્તિ વૃષ તાહિકો વિયોગ દુઃખ દટ ભો.

કામ મદ આદિક ઉલૂક લૂક બેઠે કહું,

માયા યામિનીકો ઘોર ઉદ્યમવો કટ ભો.

કચ્છધર ભૂષણકો દ્રોહતમ દૂષણકો,

બાપાશ્રી પ્રતાપનિધિ પૂષણ પ્રગટ ભો ૧

તારા વૃંદ સરિસ મુમુક્ષુ જન ચૌંકી રહે,

ધર્મ સર્ગ કૈરવ વિકાસ સમુદય ભેં.

કહત હમીર ક્રોધ આ તપ અમાપ ઉગ્ર,

અતિ અનુકંપાસીત અંશુન તેં ક્ષય ભેં.

ઉચ્છલન લગો અલ સિંધુ સત્સંગ અંગ,

સંત ગન સુકૃત ચકોર નિરભય ભેં.

કચ્છ દિશિ પ્રાચી પૂર્ણમાસી વૃષપુર તહાં,

સૌમ્ય નિકલંક શશિ અબજી ઉદય ભે૨

* * * * * *

|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ||

       આપણા (સ્વામિનારાયણ) સંપ્રદાયમાં શ્રીજી મહારાજે જે જ્ઞાનનો પ્રકાશ પાડયો છે તેનો લાભ લઈ ઘણા સંત-હરિજનો સુખી થયા અને મહારાજ અદૃશ્ય થયા ત્યારે તે સંત-મુક્તોએ તે જ્ઞાનની પરંપરા ચલાવી ઘણા મુમુક્ષુને સુખી કર્યા છે. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય નિર્ગુણદાસજી સ્વામી પણ એ જ્ઞાન તથા સુખના ભોક્તા હતા અને પોતાના શિષ્યો તથા સમાગમ કરનારા મુમુક્ષુઓને પણ સુખ આપતા.

કચ્છમાંથી અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી પણ ઘણી વખત યાત્રાર્થે સંઘ લઈ અમદાવાદ પધારતા ત્યારે તેઓશ્રી પણ સ્વામીશ્રીનો ઘણા દિવસ રહી સમાગમ કરતા. સ્વામીશ્રી પણ બાપાશ્રી ને ‘‘મારા જીવનપ્રાણ આવ્યા’’ એમ વારંવાર કહેતા. તે જાણી તેમના સમાગમે બેઠેલા સર્વેએ સ્વામીશ્રીને પૃચ્છા કરેલી ત્યારે સ્વામીશ્રીએ કહેલું કે, ‘‘હાલ સત્સંગમાં આ પુરુષની કોઈ જોડ નથી. માટે એમનો સમાગમ કરજો.’’ તેથી બાપાશ્રીનો સમાગમ કરવા સારુ ગુજરાતના સંત-હરિજનો કચ્છમાં જતા, તેમ જ બાપાશ્રી પણ વારંવાર તેમને કાગળ લખી તેડાવતા.

સં. ૧૯૫૯ની સાલમાં તો બાપાશ્રીએ દેશોદેશ કંકોત્રીઓ લખી ઘણા સંત-હરિજનોને તેડાવી ભારે યજ્ઞ કર્યો હતો અને સર્વેને બહુ સુખ આપ્યું હતું. ફરીવાર જ્યારે સંવત ૧૯૬૨ની સાલમાં કચ્છ રામપરામાં ધનબાએ યજ્ઞ કર્યો તે વખતે બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજીને તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કાગળ લખ્યો જે, ‘‘જેવો આપણે ઓગણસાઠની સાલમાં અહીં યજ્ઞ કર્યો હતો તેવો જ રામપરામાં યજ્ઞ થાય છે. વળી, જેમ આપણા યજ્ઞમાં ‘જે પ્રસાદી જમે તે અક્ષરધામમાં પહોંચે’ એવો સંકલ્પ કર્યો હતો, તેમ ‘આ યજ્ઞની પ્રસાદી જમે તે અક્ષરધામમાં જાય’ એવો સંકલ્પ કર્યો છે. માટે તમો સૌ આવજો. અને જે સંત-હરિજન આવે તેને લાવજો ને મૂળીવાળા સ્વામી બાલકૃષ્ણદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી તથા સાધુ હરિવલ્લભદાસજી આદિને કાગળ લખી અહીં આવવાનું જણાવશો.’’

પછી સ્વામી આદિ સૌ રામપરે ગયા. ને મૂળી, બળોલ તથા બીજાં ગામોના હરિજનોને કાગળ લખી જણાવ્યું અને તે સૌ આગળ-પાછળ આવ્યા અને બાપાશ્રી વૃષપુરથી રામપરે પધાર્યા ને કથા સાંભળી ને કથાની સમાપ્તિ વૈશાખ સુદ-૧ને રોજ સવારમાં થઈ.

પછી તે દિવસે બાર ઉપર બે વાગે રામપરેથી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત તથા કેટલાક હરિજનો ચાલ્યા તે સરલીના વીરડામાં નાહવા ગયા. તે વીરડામાં પાણી સારું નહિ  હોવાથી આથમણી કોરે ધરો છે તેમાં નાહ્યા અને જળમાં સર્વેને મળ્યા અને પછી બહાર નીકળ્યા અને વસ્ત્ર બદલીને બેઠા અને પાણી પીધાં. ગામ રઢુના ઠકકર ગોવર્ધન દામોદરે સ્વામી ઈશ્વરચરણદાસજી સાથે દાડમ મોકલાવેલાં તે તથા રણછોડલાલભાઈ સેવકરામભાઈએ સુખડી મોકલાવેલી તે શ્રી ઠાકોરજીને જમાડીને પોતે તથા સર્વે સંત-હરિજનો જમ્યા. પછી ઊઠીને મળીને વૃષપુર પધાર્યા. ભુજના મંદિરના શિખર ઉપર કળશ ચઢાવવાના હતા તેથી બાપાશ્રી તથા સર્વે સંત વૈશાખ સુદ-૫ને રોજ ભુજ ગયા અને છઠને દિવસ કળશ ચઢાવ્યા.

વૈશાખ સુદ-૧૫ને રોજ બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણ-દાસજી આદિ સંતો વૃષપુર ગયા તે રાત્રિએ કથા-વાર્તાની સમાપ્તિ થઈને સભા ઊઠી ગઈ ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, ‘‘તમે પંદર વર્ષથી અમારી વાતો સાંભળો છો, પણ લખતા નથી તે આ વાતો અમે કરીએ તે હવેથી લખો તો આગળ ઉપર ઘણી કામ આવે માટે આજથી લખજો.’’ ત્યારથી સ્વામીએ વૈશાખ વદ-૧ને રોજથી બાપાશ્રીના મુખકમળથી નીકળેલી અમૃતરસરૂપ વાર્તાઓ સાંભળેલી તેનું નિત્ય સ્મરણ કરવા માટે તથા સંત-હરિજન જે વાંચે તેનું કલ્યાણ થાય તેણે કરીને શ્રીજી મહારાજ તથા તેમના મુક્ત પ્રસન્ન થાય તે સારુ લખી છે.

Biography of Abjibapashri

Lord Shri Swaminarayan moved a lot in Kutch during V.S. 1861 to 1867 (A.D. 1805 to 1811). During such tours He visited village Baladia –18 kilometres south of Bhuj in Kutch– several times. There lived Natha Patel and his three sons– Gangdasbhai, Rudabhai and Tejabhai. They were staunch followers of the manifest Lord Shri Swaminarayan and for most of the time they used to remain in devotional activities. Rudabhai, who was endowed with sublime spiritual state, had two sons– Premjibhai and Panchabhai. This Panchabhai became fortunate to fondle Anadi Muktaraj Abjibapashri as his son. Panchabhai’s wife Devba also was a great devotee of God. They were living a life of total resignation to the wish of God. Though their financial condition was poor, they always offered loveful devotion to God.

Whenever Shriji Maharaj happened to visit Baladia, He invariably would go to the pond Kali Talawadi and bathe in that pond with His saints and devotees. Devba would every morning go to this holy Kali Talawadi for taking bath. On one early morning of  a Thursday, the 3rd day of the first half of the month of Posh in V.S. 1900 Devba went to Kali Talawadi as usual along with other ladies of the village. After the bath she sat at the place where the Lord used to sit and address the assembly, and she meditated on the Lord. Soon she saw a multitude of divine light and she had divine vision of the Lord in that light. Full of grace, the Lord said, “I am pleased with you, hence ask for any boon you desire.” Devba said, “My Lord! Kindly give me a son like You.” Smiling, Lord Shri Hari said, “There is none who is equal to Myself; however, My anadi muktas are akin to Myself. One such anadi mukta will manifest as your son and will fulfil all your desires.” Experiencing bliss unbounded, Devba returned home and told Shri Panchabhai about the vision she had.

In accordance with the boon granted by the Lord, an anadi muktaraj was born of Devba at Baladia at around 09.10 p.m. on Prabodhini Ekadashi (the 11th day of the bright half of the month of Kartik) of V.S. 1901 (20th November, 1844). When reverend Sadguru Swami Shri Achyutdasji of Bhuj temple visited Baladia, he initiated this anadi muktaraj and named him as Abjibhai.

The divinity bestowed upon by Lord Swaminarayan was overflowing from such Anadi Muktaraj Abjibhai. He used to give joy to his parents and his chums by his innocent playfulness. He used to accompany his mother Devba to take bath in Kali Talawadi. Sometimes he would go there with his friends.

Right from his childhood, Anadi Muktaraj Abjibhai used to enter and remain in trance which sometimes would last for days together. He used to remain engrossed in murti. During trance, his pulses would remain stopped and he would not do bodily functions such as eating, drinking or excretion. In his later age, this trance was converted into sahaj sthiti (a usual unbroken status). In his boyhood and adolescent age, he used to be in the service of his parents and saints who visited the temple of Baladia; and he had established a routine of non-stop kathakirtan, meditation and worshipping. With his own example, he showed everybody how to live household life remaining attached with the Lord with undivided attention like smooth laminar flow of oil. He learnt by heart 1100 kirtans each with four padas. Shunning sweets and oily preparations of food, he used to eat only khichadi made from math (a kind of bean) and simple vegetables of carrot or sweet potatoes. Plain dress and straightforward living! Whoever came in his contact did get the touch of divinity overflowing from him.

Like Anadi Muktaraj Parvatbhai who appeared on this earth with Lord Swaminarayan, Abjibhai lived household life as a farmer. He loved to spend his time in brahmyagna at secluded places like Kali Talawadi. Reverend saints like Sadguru Nirgundasji Swamishri of Amdavad Temple, Sadguru Achyutdasji Swamishri of Bhuj Temple, Sadguru Harinarayandasji Swamishri of Muli temple etc., who were acclaimed as great religious personalities then, used to show their relation with Muktaraj Abjibhai as if they were divinely associated with him from time immemorial! Abjibhaishri used to go for darshan of Sadgurushris, and the Sadgurushris also used to come to Bhuj and Baladia temples and ask Abjibhaishri to talk about the greatness of the Lord. Whenever the saints used to come to Baladia, brahmyagna would always remain on.

In Kutch, elderly people are addressed as ‘bapa’ (i.e. father). As Abjibhai had infinite paternal affection for one and all, everybody started addressing him as ‘Abjibapashri’ or simply ‘Bapashri’.

In V.S.1971 (A.D.1915) Bapashri, in consultation with saints and leading devotees of Bhuj and Baladia, decided to erect a chhatri at the sacred place on the bank of Kali Talawadi and to install the Lord’s charnarvinds (impressions of the feet) therein. But on the way from Baladia village to Kali Talawadi, and around the sacred place on the bank of Kali Talawadi, lots of wild vegetation had grown and dreaded animals and ghosts resided in that area. Hence, people were scared to go to that area after sunset. Hence, Bapashri, by his mere will, made the dreaded animals to leave the place and liberated the ghosts by sending them to Akshardham.

Then a chhatri was built at the place where Lord Shri Hariji used to sit on the bank of Kali Talawadi. A stepped quay was built to facilitate bath in Kali Talawadi. As the construction work was finished, Bapashri arranged a convention of all satsangis and a yagna which was held from the 11th day of the dark half of Fagan to the 3rd day of the bright half of Chaitra of V.S.1971 (11th to 18th March, 1915). At that time thousands of saints and devotees had come to attend this yagna, and it was one of the major yagnas of the sect. Everyone was engrossed in the divine environment around Bapashri. With his own hands, Bapashri installed the footprints of the Lord in the chhatri and performed arti. At that time, a halo of divine light was seen around the footprints. There was showering of sandal and flowers from the sky. Every one was deeply moved and was engrossed in divine bliss. Then the Sadgurus requested Bapashri to grant a boon on this divine occasion. Anadi Muktaraj Bapashri, granting the boon to everybody, said:

“Whoever has come to this chhatri and this yagna or has served here or has dined here; as well as all the deities who have come in the sky for darshan– all of them will get liberation! Furthermore, whoever –deities, human beings, animals or birds etc.– will come here at this blessed chhatri, or have darshan of this footprints, or take bath in the pond or be of service to this place– all of them will be granted liberation. This yagna is not of seven days, it is of seven mahakalpas!”

What a grand and compassionate boon! Thus, a permanent source of ultimate liberation was started by Bapashri. And from that moment, everyone realized the greatness of the place.

In the year of V.S 1978 (30th April, 1922), Hanumanji was installed at that place and was named Bhidbhanjan (destroyer of distress) Hanumanji to remove distress of human beings.

As Bapashri used to remain engrossed in the murti of Shriji Maharaj, he exhibited innumerable miracles like appearing at multiple places at the same time, a little cooked food sufficing for any number of people, endowing many saints and devotees with realisation of the divine form of Shriji Maharaj, foretelling one’s day of demise, giving darshan along with Shriji Maharaj to one who is about to die, and transporting one to Akshardham, letting one remain alive even if one is destined to die, sending innumerable jivas –be they human beings or beasts or birds or ghosts or be they  evil or good, deserving or non-deserving– to Akshardham, protecting the devotees during the time of calamities etc.

In those days, to come to Baladia from Saurashtra or from any parts of Gujarat was full of many hardships. But, the personality of Bapashri was so magnetic and divine that in spite of all these hardships, saints and devotees in large numbers used to come to Baladia for his darshan and blissful proximity and to take advantage of the divine grace flowing through him. Uninterrupted brahmyagna was always in full swing wherever Bapashri used to be.

Bapashri used to emphasize mainly on the greatness of the Lord and overflowing bliss of the Lord. He used to say, “Shri Swaminarayan Bhagwan is the supreme incarnation and is the cause of all the causes, ever with form, ever blissful. Know him as such and get engrossed in His murti only. Get absorbed in His murti. Get detached from everything else and attach with murti only. When the sun rises, darkness of night gets removed instantly; likewise, when one establishes an unwavering attachment with His divine form, the affinity in five vishays or miracles or opulence etc. vanishes. Such knowledge is the kaivalya gnan (absolute knowledge). One should not remain in vachyarth (theoretical knowledge in the intellect), but attain the lakshyarth (experiential knowledge). For every aspirant, the highest and sublime-most aim is to attain the position of anadi mukta of Lord Swaminarayan.”

Bapashri not only elucidated this position in vivid details, but also bestowed upon many this marvellous spiritual state.

Bapashri also used to explain: “Whatever is the attainment of muktas, nobody can attain the position of the Lord Himself, and no devotee ever longs for the position of his master. Shri Hariji is the Lord and all anadi muktas are His servants. Shri Swaminarayan Bhagwan is one and only one, whereas anadi muktas are innumerable. The Lord keeps them all ever-engrossed in His divine bliss. Lord is the giver of bliss to them and the muktas are the receiver of the bliss.”

The satsang of Kutch is divine and they behave in accordance with the commands of Shriji Maharaj. This is because of Bapashri. He not only lived in the strictest conformity with the injunctions of Shriji Maharaj, but also made others to live so. He laid lots of stress on obeying all the dictates of the Lord. He used to say that if anyone disobeys it, it is his unnatural death. If any one happened to transgress the limits of religious practices laid down by the Lord, Bapashri was distressed much and never kept his side. He always sided with dharma. He made all the saints who came to him avoid contact of wealth and woman in absolute sense.

Sadguru Shri Ishwarcharandasji Swami had excellent study of Vachanamrut of Lord Swaminarayan. He remembered by heart each and every word of it. Moreover, through his able guru Sadguru Shri Nirgundasji Swamishri he had understood the deeper meanings, which the Lord wanted to convey. Later, when Sadguru Swamishri Ishwarcharandasji, by the recommendation of his guru, associated with Bapashri, he learnt from Bapashri the interpretation of the Vachanamrut, and he was overwhelmed and awed. The Vachanamrut is paravani (divine speech) of Lord Swaminarayan, and is as if another divine form of Lord Himself. Swamishri felt that if the interpretations of inner meanings of Lord Swaminarayan’s vachanamruts as given by experienced and competent teacher like Bapashri could be collected and given to spiritual seekers, it would be one of the greatest boons. He requested Bapashri to dictate the commentary on the Vachanamrut and explain the hidden meanings so that the commentary becomes an everlasting source of ultimate liberation. By the grace and wish of Lord Swaminarayan, Bapashri had come to this earth for the very same purpose. So he dictated the Rahasyarth Pradeepika Tika- a commentary kindling inner meanings of the Vachanamrut. It includes brief summary of each vachanamrut as said by the Lord as well as the questions which could arise while reading the Vachanamrut and their answers given by Bapashri. Reading this, one can understand the greatness of the Lord as it is, as well as one can easily attain the state of ultimate liberation which is to stay engrossed in murti of the Lord.

Bapashri also used to talk about the eminence of the Lord, and other allied topics. Sadguru Swamishri Ishwarcharandasji thought that the future generations of aspirants would be greatly benefited if the ‘talks’ of Bapashri could be noted down and published. He took consent of Bapashri and noted down word by word. Those ‘talks’ have been published in two volumes having more than 1000 pages, and many aspirants have taken great advantage of the book and have attained the highest peaks of spiritual attainment.

Leading many souls to the divine form of Lord Shriji Maharaj, Bapashri discontinued his human appearance which he was showing while eternally  remaining in the divine Person of the Lord, on Friday, the 5th day of the bright half of the month of Ashadh, V.S. 1984 (22nd June, 1928). Thousands of saints and devotees from all around came for his last darshan. The last rites were carried out by the south side of the chhatri, and in his divine memory, another chhatri was built up by leading saints and devotees.

Entire human race is indebted to Bapashri because of his boon of ultimate liberation to all who comes to the chhatri sthan and because of the knowledge of the divine form of God he revealed to us. Millions of prostrations in the feet of such benevolent Bapashri!

LET  LORD  SHRI  SWAMINARAYAN  TRIUMPH

Many Saints and devotees became happy by taking advantage of the divine knowledge that Shriji Maharaj had preached in our (Swaminarayan) sect. When Shriji Maharaj disappeared, Saints and Muktas continued the tradition of that knowledge and many Mumukshus were made happy. Swami Nirgundasji, the disciple of Sadguru shri Gopalanand Swami, was also the enjoyer of that knowledge and happiness and he used to give happiness to his disciples and Mumukshus who were associated with him. When Anadi Muktaraj Abjibapashri used to come from Kutch to Amdavad on pilgrimage along with devotees’ group, he also used to associate with Swami Shri Nirgunadasji. Swami Shri would often say about Bapashri that his life support (Mara Jivan Pran) had come. On this, those who were with Swami asked him about Bapashri. Swami said, “Presently there is no one in the Satsang like him- he is second to none. Therefore, associate with him”. So, many saints and devotees of Gujarat used to go to Kutch to associate with Bapashri. Similarly, Bapashri used to call them often by writing letter.

In Samvat 1959, Bapashri had arranged a grand Yagna in which he had invited many saints and devotees of various places by sending them invitation cards. Again, in Samvat 1962, Dhanba had arranged Yagna in Rampar in Kutch. Then also, Bapashri wrote letters to Swami Vrundavandasji and Swami Ishwarcharandasji informing them that Yagna was going to be held in Rampar, which was as grand as the Yagna, which they had performed in the year Samvat 1959. Moreover, the Sankalp (the Sankalp was that whosoever ate prasadi of Yagna would go to Akshardham) which they had done in that Yagna, the same Sankalp, had been done for the prasadi of Rampar’s Yagna so all should come. Bapashri asked in the letter to bring all saints and devotees who want to come and to inform by letter Swami Balkrishnadasji, Purani Dharmkishordasji, Saint Harivallabhdasji, etc. of Muli. Then Swami, etc. went to Rampar. Devotees of Muli, Balol and other villages were informed by letter and they all came- some early, some late. Bapashri came to Rampar from Vrushpur (Baladia) and attended Katha. Katha came to end on the morning of Vaishakh Sud 1st (ekam).

On the same day at 2.00 p.m. Bapashri, Swami Ishwarcharandasji, etc. and some devotees started from Rampar. On the way they wanted to bathe in the Virdi of Sarli but since the water of Virdi was not good, they went to the west side were there was ‘Stream’ (Dharo) and bathed in it and met all in the water and came out and changed clothes, sat and drank water. Thakker Govardhanbhai Damodarbhai of village Radhu had sent pomegranate with Swami Ishwarcharandasji and Sukhadi which was sent by Ranchhodlalbhai Sevakrambhai were offered to Thakorji then all saints and Devotees took Prasad. Then all met one another and came to Vrushpur. As ‘Kalash’ (Golden pot) was to be installed on the spire of the Bhuj temple, Bapashri and all saints went to Bhuj on Vaisakh Sud 5th and Kalash was installed on 6th.

On the day of Vaishakh Sud 15th Bapashri, Swami Ishwarcharandasji, etc. saints went to Vruspur. On that night Katha-Varta came to end, the assembly dispersed, Bapashri told Ishwarcharandasji Swami that he had been hearing his talks for the last fifteen years but he was not writing them. Therefore, henceforth whatever talks he delivered to be written so that they might be very useful in future- so start writing from now onwards. Accordingly, from Vaishakh Vad 1st onwards Swami wrote down all the talks containing divine words emanating from the lips of Abjibapa himself for the benefit of devotees and saints. The aim was that if saints and devotees read and remembers these talks, Shriji Maharaj and his Muktas would be pleased and saints and devotees would be blessed with salvation by Shriji Maharaj.                     

* * * * * *