Gujarati / English

સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૧ પડવેના રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવોને આપવા સારુ પોતાના અનાદિ તથા પરમ એકાંતિક મુક્તોને સાથે લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા અને મુક્તોએ શ્રીજી મહારાજની આજ્ઞાથી શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની ઘણીક વાતો કરી; પણ કેટલાક જીવ સમજી શક્યા નહિ ત્યારે મુક્તોએ શ્રીજી મહારાજની  પ્રાર્થના કરી જે હે, ‘મહારાજ! કેટલાક જીવ તમારો  મહિમા સમજી શક્તા નથી.’ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘એમને આજે જ આપણો યોગ મળ્યો છે માટે નવા આદરવાળા છે, તેથી તેમના માન્યામાં આવતી નથી; પણ જેણે જેણે તમારી વાતો સાંભળી છે તે સર્વે દેહ મૂકશે તેમને ફેર સત્સંગમાં જન્મ ધરાવશું ને તમને ઉપદેશ કરવા મોકલશું.’

“માટે આજ સર્વે સંસ્કારી જીવ સત્સંગમાં આવ્યા છે અને અનાદિ સ્વતંત્ર મુક્ત પણ આવ્યા છે. તેમનો જોગ કરીને અનંત જીવ મુક્ત થઈને ધામમાં જાય છે. અને જેમ શ્રીજી મહારાજ અનાદિ છે ને સ્વતંત્ર છે તેમ જ મુક્ત પણ અનાદિ અને સ્વતંત્ર છે. અને જેટલું શ્રીજી મહારાજનું કર્યું થાય છે તેટલું જ તેમના મુક્તનું કર્યું પણ થાય છે. એવા અનાદિમુક્ત સાથે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ કરે અને મન-કર્મ-વચને બહારથી અને અંતરથી જીવ જોડે તો તેને કાંઈ કરવું બાકી રહે નહિ ને જેવા મુક્ત પોતે શ્રીજી મહારાજના સુખે સુખિયા છે એવો જ સુખિયો તે જીવને પણ કરે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “શ્રીજી મહારાજના ધામમાં તથા મૂર્તિમાં  રહેલા મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા હોય તેમનાં લક્ષણ કેવાં હોય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એમનો સમાગમ કરે તેના ઘાટ-સંકલ્પ બંઘ થઈ જાય ને ધ્યાનમાં વિક્ષેપ ન આવે ને મૂર્તિનું સુખ આવે  ને છેટે રહે થકે પણ જે સંભારે તેના ઘાટ-સંકલ્પ ટળી જાય ને એમની પાસે બેઠા હોઈએ તે વખતે માયિક ઘાટ-સંકલ્પ થાય જ નહિ. અને કોઈ દેહ મૂકે તેને અક્ષરધામમાં તેડી જાય, એવાં કેટલાકને દર્શન આપે અને કોઈને તેડી જવા હોય તેને આગળથી દર્શન આપીને તેને દેહ મૂકવાનો અવધિ પણ કહી જાય. અને કોઈ પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય અને કોઈને દેહને મૂક્વો હોય તો તેને આયુષ્ય હોય તોપણ તેડી જાય એવી સામર્થીવાળા હોય તેને એવા મુક્ત જાણવા.”

ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, “અનાદિમુક્ત સાથે બહારથી અને અંતરથી જીવ કેવી રીતે જોડવો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ પોતાના દેહને સુખે સુખી થવાય છે ને દેહને દુઃખે દુઃખી થવાય છે તેમ જ મોટાને દુઃખે દુઃખી થવાય અને મોટાના સુખે સુખી થવાય તે બહારથી જીવ જોડ્યો કહેવાય. પણ એવું થવું અતિ ક્ઠણ છે, કેમ જે સમુદ્રમાં વહાણ કે આગબોટ ડૂબે અને એક પાટિયાનો કકડો હાથ આવે તો પોતાને તરીને નીકળવાનો સંકલ્પ ન થાય, ને ‘આવા મુક્ત જ્શે તો હું એકલો રખડીશ ને પતરમાં કોઈ અન્ન પણ નહિ આપે ને અનંત જીવોનો ઉદ્ધાર બંધ થઈ જ્શે; માટે હું બૂડી મરું ને આ મુક્ત ઊગરે તો ઠીક.’ એમ થાય. ને રેલમાં સારી જગ્યામાં મોટાને બેસારે; અને પાંચ-સાત દિવસે અન્ન મળે તે એક જણ જ્મે એટલું જ હોય તો મોટાને આપી દે ને પોતે ભૂખ્યો રહે; અને હિમ પડ્યું હોય ને એક જણ ઓઢે એટલું જ હોય તો મોટાને ઓઢાડે ને પોતે ઓઢયા વિના જ રહે એવું થાય તો બહારથી જીવ જોડ્યો કહેવાય.

“અને જેમ નદીમાં થોડુંક પાણી નાખીએ તે સમુદ્રમાં પહોચી જાય તેમ મોટા અનાદિમુક્ત છે તે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા છે. તેમની સાથે આપણો જીવ મેળવીએ એટલે આપણે પણ મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર મોટાના જેવો જ થાય એ અંતર્વૃત્તિએ જીવ જોડ્યો કહેવાય. તે મોટા અનાદિ કેવી રીતે જોડાયા છે તો મહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થકા મૂર્તિનાં રોમરોમનાં સુખ લે છે ને નવીન નવીન ઈચ્છે છે તે મહારાજ આપે છે. તે સુખ સદા મૂર્તિમાં રહીને ભોગવે છે, પણ બહાર નીકળતા જ નથી. અને જે પરમ એકાંતિક મુક્ત છે તે તો શ્રીજી મહારાજના તેજમાં શ્રીજી મહારાજને સન્મુખ રહીને મૂર્તિમાં જોડાઈને મૂર્તિનું સુખ લે છે.”

ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “બહાર સમાગમ કરવાથી જેવું મોટાનું સુખ આવે છે તેવું અંતરમાં ધારવાથી કેમ નથી આવતું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાધનદશામાં હોય ત્યાં સુધી બહારવૃત્તિમાં સુખ અધિક જણાય, પણ અંતર્વૃત્તિનું સુખ અધિક છે તે જ્યારે સિદ્ધદશા આવે ત્યારે અંતર્વૃત્તિનું સુખ અધિક જણાય; કેમ જે સિદ્ધદશા ન આવી હોય ત્યાં સુધી કાંઈક નાસ્તિક ભાવ રહે છે.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “નાસ્તિક ભાવ તે શું? ને આસ્તિક ભાવ તે શું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિઓને વિષે ચિત્ર- પાષાણાદિકનો ભાવ રહે તથા મુક્તને વિષે મનુષ્યભાવ રહે તથા મહારાજ વિના બીજો ઘાટ ઊપજે તેને પૂરો થવા દે, પણ થતાં જ તે ઘાટને તોડી પાડે નહિ તે નાસ્તિક ભાવ કહેવાય. અને મૂર્તિઓને વિષે સદા દિવ્ય ભાવ રહે અને મહારાજ અને મુક્તને સદા અંતર્યામી જાણે ને સદા સમીપે જાણે ને સંકલ્પને પૂરો થવા દે નહિ એ આસ્તિક ભાવ કહેવાય. અને નાહવા-ધોવામાં, ખાવા-પીવામાં, બોલવા-ચાલવામાં, એ આદિક સર્વે ક્રિયામાં બાળકિયા સ્વભાવ આવી જાય; અને મહારાજની અને મોટાની મર્યાદા ન રહે; અને ભગવાનના મંદિરમાં તથા મોટા સંત-હરિજન પાસે તથા બીજે ઠેકાણે હાંસી, મશ્કરી, ઠઠ્ઠાબાજીના શબ્દો કાઢવા તે સર્વે નાસ્તિક ભાવ છે. માટે વિનયે યુક્ત બોલવાનો સ્વભાવ રાખવો; પણ રજ-તમ આદિક ગુણના વેગે ચઢી જવું નહિ. અને વેગે કરીને બોલવું, ચાલવું, ખાવું, પીવું, સૂવું, બેસવું, જોવું, સાંભળવું નહિ. અને વેગે કરીને કથા, વાર્તા, માળા, ભજન, ભક્તિ તે પણ ન કરવાં; કેમ જે વેગ ઊતરી જાય ત્યારે ઢીલો પડી જાય. માટે સંત કહે તેમ કરવું, તો સુખી રહેવાય. અને મહારાજ તથા મોટા પોતાના આત્માને વિષે સદા વિરાજમાન છે એમ જાણીને કામ-ક્રોધાદિક માયિક ઘાટ ઊઠવા દે નહિ અને આત્માને વિષે મૂર્તિ છે તેનું અખંડ અનુસંધાન રાખવું, તો અંતરમાં મર્યાદા કહેવાય અને તેને મૂર્તિ ન દેખાય તોપણ સાક્ષાત્કાર કહેવાય.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “મહારાજને રાજી કરવા સારુ કાઠીઓ ટોળ કરતા તેમ હસવું-બોલવું થાતું હોય તે નાસ્તિક ભાવ કહેવાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “યથાર્થ મહિમા સમજીને મહારાજ રાજી થાય એવો સમય જોઈને રાજી કરવા સારું હસવું-બોલવું થાતું હોય તે નાસ્તિક ભાવ ન કહેવાય.”  II ૧ II

On the 1st day of Vaishakh Vad, in the year Samvat 1962, Bapashri gracing the audience gave sermons. He said, “Shriji Maharaj came on this earth along with His Anadi and Param Ekantik Muktas to give the knowledge of His incarnate form. Here, the Muktas with a kind permission of Shriji Maharaj gave many talks which described Shriji Maharaj as Purushottam but some souls could not understand. So the Muktas prayingly said to Shriji Maharaj, ‘Some of the souls can not understand your greatness.’ Then Shriji Maharaj said, ‘These souls have recently come in contact with us and hence they are beginners so they can not believe what you talk.  But, when those who have heard your talks would leave this world, I will give them rebirth in the satsang and you will be sent to preach them.’  Therefore, today all cultured souls have come in the Satsang and independent Anadi Muktas have also come. By their association infinite souls become Muktas and go to Akshardham.  Just as Shriji Maharaj is birthless and independent; similarly Muktas are also birthless and independent.  And the proportion in which Shriji Maharaj gets His work done so also His Muktas get their work done in that proportion.  If one gets attached to Anadi Mukta with firm love and affection and spiritually and also with mind, deed and promise outwardly and inwardly, there remains nothing to be done.  Just as Muktas are blissful in the bliss of Shriji Maharaj, the same bliss will be given to that soul.” 

Then Swami Ishwarcharandasji asked, “What are the characteristics of those Muktas dwelling in Murti and Akshardham of Shriji Maharaj and who have come on earth?” Then Bapashri replied, “Those who associate with them, their thoughts will stop and there will not be interruption in meditation and happiness of Murti will be there. Even if they remain away but remember them, their thoughts will also be done away with and if we are sitting near them, thoughts of worldly things- i.e. Mayik thoughts (illusive thoughts) will not occur at all.  If some one dies they will take him to Akshardham and they give darshan to spiritual persons and they also tell them the time of the death and if some one prays will be left behind and if some one wants to leave this body they will take him even though his life span is not over.  Having such supernatural power should be known as Muktas.”

Then again Swami asked, “How to get our soul attached outwardly and inwardly to Anadi Muktas?” Then Bapashri replied, “Just as one is happy with the happiness of his body and unhappy with the unhappiness of   happy in the happiness of Muktas.  This means the soul has got attached outwardly; but to happen this is very tough.  Because if a ship or a steamer drowns in the sea and if one seizes a piece of plank he will not think of saving his life by swimming.  This is because he thinks that such Muktas may loose their lives and I will be wandering alone and nobody will give me food in my dish and emancipation of many souls will stop.  Therefore, I get drowned and this Mukta is saved –I wish it should happen thus.  Moreover, if there is a good seat in the train he would make Muktas sit there on that seat.  If he gets food after five or seven days and it is enough for one man, he would remain hungry and give that food to Mukta.  If there is snowfall and there is only one blanket he would give it to Mukta and he does not cover his body.  If it happens thus the soul is said to be attached outwardly.  Just as we add some water in the river, it reaches in the sea. Similarly great Anadi Mukta is constantly attached in Murti of Maharaj.  If we attach our soul with him, we will also realize Murti of Mahaprabhuji as is realized by Mukta.  This means soul is attached inwardly.  Great Anadi Mukta remains ever attached to Murti of Maharaj and takes happiness from every part of Murti.  If he wishes new and new, Maharaj gives him.  He always enjoys happiness dwelling in Murti but never comes out.  And those who are Param Ekantik Muktas take happiness by getting attached to Murti by remaining in front of Shriji Maharaj in the luminescence of Shriji Maharaj.” 

Then Swami Vrundavandasji asked, “Why does the happiness that comes by getting attached to Muktas outwardly not come by meditating inwardly?”  Then Bapashri said, “Until one is in the state of achieving goal, the happiness is more in outward vrutti but the happiness of inward vrutti is more.  It is only felt when one is in the state of achievement of his goal because unless it is achieved there is feeling of atheism.”

Then again Swami asked, “What are the feeling of atheism and theism?”  Then Bapashri replied, “If there is feeling of stone or picture in Murti and treating Muktas as human beings and there is other thought than Maharaj and if that thought is not driven away and let it remain it is called the feeling of atheism.  When there is divine feeling for Murti, knows Maharaj and Muktas as clairvoyant and knows that they are always near and does not  allow volition to be completed is called theism.  If there is childlike nature in all activities like bathing, eating, speaking, etc. and there is no respect for Maharaj and Muktas and laughs at in presence of great saints and devotees and in the temple is called atheism.  Therefore, one should keep politeness in speaking but should not become the victim of attributes of rajtam, etc. One should not make haste in speaking, walking, eating, drinking, sleeping, sitting, seeing, hearing, and also should not do any haste in discourses, rosary, devotional song, and devotion because once that haste is over one would become slack therefore we should do as saints tell us.  Then there will be happiness.  By knowing that Maharaj and Muktas are there in our souls we should not allow Mayik behaviour like anger and lust to raise.  We should have thorough knowledge of the fact that there is Murti in our soul.  Then it is called restriction of conscience and even if he does not see the Murti, it is called realization.”

Then Swami Ishwarcharandasji asked, “Can it be or can it not be called feeling of atheism when Kathis used to cut jokes to please Maharaj?”  Then Bapashri replied, “If greatness of Maharaj is properly understood and the time is such that Maharaj will be pleased and to please Him if jokes are cut, it can not be called the feelings atheism.” ||1||