Gujarati / English

વદ-૧ને રોજ બપોરે સભામાં મધ્ય પ્રકરણનું ૪૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં ગુણાતીત ભક્ત હોય તે ઉત્થાને રહિત શૂન્યસમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે એમ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સુષુપ્તિ તે ઉપશમ કહેવાય તે ઉપશમથી પણ સાક્ષાત્કાર થાય તે શ્રેષ્ઠ છે, અને તેથી પણ ભગવાન જેવું સ્વતંત્રપણું આવે તે અતિ શ્રેષ્ઠ છે. તે તો જેવા શ્રીજી મહારાજ સ્વતંત્ર છે તેવા કહેવાય. એવા થવાના ઉપાયમાં રહેવું, પણ દેહના સુખના ઉપાય ન ગોતવા. જે ટાણે જેવું મળે તેણે કરીને ખાડો પૂરવો, પણ સારાં ભોજન મળે તેટલાં ગ્રહણ કરવાં નહિ.

“જેને પરિપક્વ નિશ્ચય હોય તેને પદાર્થરૂપે સિદ્ધિઓ આવે છે, તેને ભોગવે તો તે સિદ્ધિઓમાં લોભાણો કહેવાય. જો પોતે ન ભોગવે ને બીજાને આપી દે તો સિદ્ધિઓમાં લોભાણો ન કહેવાય. જુઓને! અમારી પાસે કેટલાં પદાર્થ આવે છે! પણ અમે કાંઈ કોઈ દિવસ ગ્રહણ કરીએ છીએ?”

ત્યારે સંતોએ કહ્યું જે, “એના ધણીને દઈ દો છો. કદાપિ સેવક પરાણે મૂકી જાય તો અમને તથા સત્સંગીઓને વહેંચી આપો છો; પણ આપ તો કોઈ દિવસ જમતા નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને સર્વેને શીખવવા સારુ અમે જમતા નથી. જેટલું આવે તેટલું ભોગવવું નહિ. સૌ સંત-હરિજનો સમજજો; પણ ‘લૂણકે ગઈ, લૂણકે ગઈ’ એમ ન જાણશો. સાકર જમવા જડે તોપણ ‘લૂણકે ગઈ’ એમ કરે; તેવું ન કરવું.”

પછી સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, “‘લૂણકે ગઈ’ તે શું સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગધેડી લૂણ લેવા જતી હતી, તેના ઉપર સાકર ભરી, પણ તેણે તો લૂણ ભર્યું છે એમ જાણ્યું. તેમ આ સભામાં સમાગમ કરવા આવ્યા છો તે સમાગમ કરી લેવો; પણ આવ્યા તેવું જવું નહિ. બાળકિયા સ્વભાવ ન રાખવા, જે અહીંથી અહીં ને અહીંથી અહીં એમ ન કરવું એટલે કે અહીં બેસવું ને ફરવું, એમ કરીને દિવસ ન નિર્ગમવો. અને ત્રણે અવસ્થાનો જન્મ થવા દેવો નહિ. અમારા જેવા વૃદ્ધ થઈ પડવું. ગૃહસ્થને તથા ત્યાગીને આ સભા ફેર નહિ જડે. પરદેશથી કામકાજ પડયાં મૂકીને દરિયો ઉલંઘીને આવ્યા છો તે આ જ્ઞાન લઈ જ્જો, પણ જઈ આવ્યા તેમ ન કરશો. ખાખરિયાથી તથા ગુજરાતથી આવ્યા છો તે આવ્યાનો લાભ લઈ જજો. અમને  તાવ આવે છે તેથી તમને વાતોનું બરાબર સુખ અપાતું નથી, તોપણ તમારા હેત સારુ વાતોનું સુખ આપીએ છીએ; માટે આ સુખ લઈ જજો. આ મુક્તના પ્રસંગથી ભાગવત ધર્મ આવે ને પછી કારણ જે શ્રીજી મહારાજની મૂર્તિ તે આવે ત્યારે તે ભક્ત પડેય નહિ ને આખડેય નહિ; માટે મૂર્તિ સિદ્ધ કરવી.

“આ દેહરૂપી બ્રહ્માંડમાં મદિરા એટલે વિષય અને પાતર્યું એટલે ઈન્દ્રિયો છે તે કાઢી જોઈશે અને બીજું રૂડા ગુણનું  પણ માન કાઢવું જોઈશે. તે માન તો જેમ ‘આપકા જાયા આપકું ખાય’ એવું છે. જેમ વીંછણને પોતાનાં બચ્ચાં ખાઈ  જાય છે, તેમ પોતે સિદ્ધ કરેલાં જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક તેનું માન તે પોતાને ખાય છે. વળી નિર્માનીપણાનું પણ માન આવે છે તે પણ એમ જણાવે જે, ‘હું નિર્માની છું’ તો એ નિર્માનીપણાનું માન પણ પોતાને ખાય છે; માટે નિર્માનીપણાનું માન પણ ટાળવું.

“બીજું, મોટા પુરુષને વિષે દોષ ન પરઠવો; ગુણ પરઠ્વો. જો મોટાને વિષે ગુણ પરઠે તો રાજ્ય તથા દીકરા આદિક જે ઈચ્છે તે મળે; ને નિષ્કામી, નિર્લોંભી થવા ઈચ્છે તો તેવો થાય; અને ગમે તેવું વિઘ્ન આવનારું હોય તોપણ નાશ પામે; અને કાળ, કર્મ માયાથી રહિત થઈ જાય અને મોક્ષ પામે.

“પાપી જીવ હોય તે પણ જો અંત વખતે સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરે તો તેનો મોક્ષ થાય એટલે બીજબળ થાય; અને બીજે જન્મે સત્સંગમાં આવીને પ્રતિમાને દિવ્ય જાણે ને સર્વોપરી ઉપાસના સમજે ને આત્યંતિક મોક્ષને પામે.”  II ૧૦૦ II

On the noon of Bhadarva Vad 1st, the 43rd Vachanamrut of the Middle Chapter of Gadhada was being read in the assembly.  In it, it is said that a gunatit devotee (who is above all attributes) without any efforts, keeps balance blankly and appears in the state of shushupti (subconsciousness).  Bapashri replied, “Shushupti means tranquillity (upsham) and if   self-realization is achieved through tranquillity, it is the best but if one becomes independent like God, it is better than the best. He is called as independent as Shriji Maharaj.  One should make efforts for such achievement but should not search means for the comfort of body.  One should satisfy the hunger with whatever he gets at the time of dining but he should not take all delicious dishes that are given. The one who is matured in his decision will get siddhi (supernatural power) in the form of objects and if he enjoys he is said to be tempted by supernatural power (siddhi) but he does not enjoy them and give them to others he cannot be said as tempted by supernatural power.  Look!  How many objects come to us but have you ever seen us accepting them?” Then saints said, “You are giving them to their owners. In case any devotee leaves them by insistence, you distribute them among satsangis but you never dine those items.”  Then Bapashri said, “I do not dine them for teaching you all. Everything whatever you get should not be enjoyed.  All devotees should understand that not everything is meant for enjoyment.

Saint Muktavallabhdasji asked, “What is the meaning of ‘lunke gai’?”  Bapashri replied, “A she-ass was being taken to load her with bags of salt as usual.  Instead of putting load of bags of salt, her master put load of bags of sugar cubes, but she had thought that she was loaded with salt.  Similarly you have come in this assembly to get attached (keep harmony) to saints and Muktas so get attached –but do not go without getting attached.  Do not keep the nature of a child means do not move hither-thither aimlessly and waste the time and do not waste your life time in the three stages of life viz child, young, and old.  Become old (means matured) like me. This assembly will not be available again for householder and renunciates.  You have come from a long distance crossing the sea and leaving aside your work so go back with this knowledge.  But do not do as if come and gone.  You have come from Khakharia and Gujarat and take the advantage of your visit. As I am suffering from fever, I am unable to satisfy you with my talk but for your love giving you happiness of good talks- therefore take this happiness with you.  In association with this Mukta, you will get Bhagvat Dharma (knowledge of self-realization) and then comes Murti of Maharaj, which is the goal (causal), and when it comes, the devotee does not fall from his goal- therefore Murti should be realized.  In this cosmos in the form of body, there is wine means passion and harlot means senses.  They have to be driven out and moreover, pride of virtues will have to be given up.  The ego/ pride eats away one’s own realized goal, viz. religion, knowledge, renunciation, devotion, etc. in the same way in which scorpion is eaten away by its own young ones.  Moreover, there is pride that I am not proud and that pride harms one self.  Therefore the pride of not being proud should be avoided.  Secondly one should not find faults in great Muktas, instead take their virtues.  If their virtues are taken he would get kingdom and sons, etc. whatever he wishes and if he wants to become desireless (passionless) and greedless he becomes so and if there occurs any kind of obstacle it will be destroyed and will become free from Kal (he will win over the death), karma (action), illusion and will be liberated.  Even if sinner takes the name of Swaminarayan at the time of death, he will be liberated- means it will become a seed  and in his next birth he knows Murti as divine by coming in satsang and understands upasana, and he will get ultimate liberation.  || 100 ||