Gujarati / English

ભાદરવા વદ-૩ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “ભક્તચિંતામણિના પરચામાં ‘ઝીણાભાઈને શ્વેતદ્વીપમાં દીઠા’ એમ લખ્યું છે એનું શું કારણ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્વેત એવું જે તેજ તેનો દ્વીપ કહેતાં સમૂહ એટલે તેજનો સમૂહ જે અક્ષરધામ તેમાં દીઠા એમ કહ્યું છે; પણ પરોક્ષ શ્વેતદ્વીપ છે ત્યાં દીઠા એમ ન જાણવું. વેદ તે પણ આવા મુક્તનાં વચન જાણવાં. આ મુક્ત શ્રીજી મહારાજના વેદ છે; તેમના મુખમાંથી વચન નીકળે તે વેદ સમજવા. વૈરાજના મુખમાંથી નીકળ્યા છે તે વેદ તો અવરભાવના છે, એમાં મૂળપુરુષથી પરની ઉપાસના નથી કહી. આ શ્રીજી મહારાજના મુક્તરૂપી વેદ છે, તે શ્રીજી મહારાજની ઉપાસના સમજાવે છે અને શ્રીજી મહારાજની પ્રાપ્તિ કરાવે છે; તેમ જ કર્મ ને જ્ઞાન તે પણ શ્રીજી મહારાજ સંબંધી કરાવે છે. આ તો પરભાવના વેદ છે. આ વાત અવશ્ય સમજવાની છે.

“કેટલાક સાધુઓને મહારાજની ઉપાસના ન સમજાણી હોય તે સભામાં વાત કરે તોપણ વૈરાજ કે પ્રધાનપુરુષ કે પ્રકૃતિપુરુષથી બહાર નીકળતા નથી; એમાં ઘૂંચાઈ રહે છે. પરા, પશ્યંતિ, મધ્યમા ને વૈખરી એ ચાર વાણી તથા પરોક્ષ શાસ્ત્ર એ બધું ક્ષરમાં એટલે કે માયામાં છે; માટે એકાંતિકને તે કાંઈ જોઈએ જ નહિ. આપણા દેહના પ્રારબ્ધ તે પણ શ્રીજી મહારાજ પોતે જ છે. એક મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ; એવું કરી નાખવું. જો ઉપાસના પાકી હોય તો સારંગપુરના ૧૧મા વચનામૃતમાં કહ્યાં જે પાંચ સાધન તે સિદ્ધ થાય ને શ્રીજી મહારાજની પ્રસન્નતા થાય, ને શ્રીજી મહારાજ જેવો થાય.

“આજ તો એ પાંચ સાધન પણ સિદ્ધ ન થયાં હોય ને ઉપશમ અવસ્થા પણ દૃઢ ન કરી શક્યો હોય તોપણ જો સ્થૂળ દેહે નિયમ પાળે તો તેનું કલ્યાણ અમારા હાથમાં છે.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “નિયમ કયા જાણવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ ને ધર્મામૃત એમાં કહ્યા પ્રમાણે વર્તવું એ નિયમ જાણવા ને તે પાળવા. પણ વાડ ઊઠીને ખેતરને ખાય તો તે ખેતરમાં શું પાકે? ભેળાઈ જાય. આજ્ઞા પાળવી ને અનુવૃત્તિમાં રહેવું, તો મોટા રાજી થાય. પણ જીવથી એટલુંય ન થાય ને મનનું ધાર્યું કરે. કેટલાક જપ, તપ કરે તેમાં તો આખી ઉમર નીકળી જાય તોપણ કલ્યાણ ન થાય ને લૂખો ને લૂખો રહે; પણ જો મોટા પુરુષ કહે તેમ કરે તો મોટા પ્રસન્ન થાય. મોટા કહે જે, ‘આ કર’ તો તે ન કરે ને ‘આ ન કરીશ’ કહે તો તે કરે, તો મોટા પ્રસન્ન થાય નહિ; માટે પ્રસન્નતાનાં સાધન કરવાં. અમારે તો આજ્ઞા પળાવીને ચોખ્ખું ચણક કરાવવાનું તાન બહુ છે, માટે આજ્ઞા યથાર્થ પાળે તો જ સુખી થાય.

“આ સંપ્રદાયમાં આવીને સ્ત્રી-દ્રવ્યમાં આસકત થાય ને લોકોનો માર ખાય તે પોતાનુંયે બગાડે અને બીજાનુંયે બગાડે. આ લોકમાં હરાયાં ઢોરાંને ટોકરો બાંધે છે તે ખણખણાટ થાય  છે; માટે તેવું હરાયા ઢોર જેવું થાવું નહિ. કેટલાક  દ્રવ્ય રાખે છે ને ચૈતન્ય માયામાં બગડે છે. આ સત્સંગમાં અષ્ટસિદ્ધિ ને નવનિધિ હાજર છે. ઓ કહે છે મને લો, ને ઓ કહે છે કે મને લો, તોપણ દ્રવ્યરૂપી પાપ રાખે છે, તેનું તો ધર્મામૃતમાં શ્રીજીએ લખ્યા પ્રમાણે પાપ લાગે છે. કોઈ સાધુ યાત્રાએ જાય તેને ખાત્રી કરીને ટિકિટ કરાવી આપવી, પણ જે ઘણા પાસેથી લેતો હોય એવી ખબર પડે તો ટિકિટ પણ કરાવી આપવી નહિ. સાધુએ તો પ્રગટની જ યાત્રા કરવી. ગોર યજમાનનું સરાવવા વાડીએ ગયો હતો, તે પોતાના છોકરાને છાનો રીંગણીમાં રીંગણા લેવા મૂકીને સરાવવા લાગ્યો. ત્યારે છોકરાનું માથું દેખાણું એટલે ગોરે સમસ્યા કરી જે, ‘છૈયા! અરકે, અરકે, કેશ ફરકે, યજમાન બરકે; દો તોયરા દો મોયરા, દો ગોરી ગાયરા, દો તોરી માયરા’ એમ સાધુએ કદી ન કરવું.

“એ દ્રવ્ય તો કાળા નાગ જેવું છે, તે સોડ્યમાં લઈને સૂએ તો કરડયા વિના રહે જ નહિ. માટે મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું, જેથી મહારાજ રાજી થાય. મહારાજની આજ્ઞા લોપીને પાપ ભેળું કરે તે પાપમાં કાંઈ નહિ વળે; એ પાપ તો ફગાવી દેવું. અને ધોતિયાં કોઠારમાં દેવસેવામાં આપી દેવાં ને મૂર્તિ રાખવી. એ પાપને સંભારે તોપણ મુખ ગંધાય એવું છે, માટે હવે એને નહિ સંભારીએ.

“શ્રીજી મહારાજની મૂર્તિ લો. શ્રીજી મહારાજ તો આ દ્વિભુજવાળા બેઠા. ક્યાં અનાદિમુક્ત ને ક્યાં મહારાજ! તેમનું પ્રમાણ અવરભાવવાળા શું કરી શકે? માટે ખોખાને મૂકીને જુદા પડ્શો ત્યારે બધુંએ સમજાવશું ને દેખાડશું.”

પછી ‘હરે!’ એવો શબ્દ બોલીને પછી બોલ્યા જે, “કથા સાંભળતાં રે હરે હરે કહી બોલે.”

પછી વળી સ્વામીએ કહ્યું જે, “મહારાજની મૂર્તિ સદા ભેળી દેખાય એવી કૃપા કરો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિ તો આ રહી. મૂર્તિનો વાંક નથી, પણ મૂર્તિને લેનારાની ખોટ છે તેથી સમજાતી નથી ને દેખાતી નથી.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “એનો ઉપાય શો હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટાને વિષે ને મહારાજને વિષે આત્મબુદ્ધિ હોય તો સદાય આ સભા ભેળી રહે, પણ આત્મબુદ્ધિ આવવી તે ઘણી કઠણ છે. આ ટાણે દિવસ છે, પણ અમો રાત્રિ કહીએ તો તે મનાય કે નહિ? જો રાત્રિ મનાય તો આત્મબુદ્ધિ થઈ જાણવી. વિશ્વાસ હોય તોપણ આત્મબુદ્ધિ ન થાય. જો આત્મબુદ્ધિ થાય તો જેમ કહીએ તેમ કરે.”  II ૧૦૨ II

On the day of Bhadarva Vad 3rd, Swami Ishwarcharandasji asked a question in assembly.  He said, “In the miracles of Bhakta Chintamani it has been written that Zinabhai was seen in Shwetdwip.  What is the reason of it?”  Bapashri replied, “Shwet means luminescence and dwip means mass i. e. mass of luminescence which is Akshardham- he was seen in it, it is said so.  But one should not understand that he was seen in Shwetdwip which is oblique.  Vedas are also sermons of such Muktas. These Muktas are the Vedas of Shriji Maharaj and the words coming out of their mouth should be considered as Vedas.  Vedas came out of the mouth of Vairaj are of this world.  In it, the upasana (worship) of one who is above Mul-Purush is not stated.  This Vedas are form of Shriji Maharaj’s Muktas.  They explain the upasana (worship) of Shriji Maharaj and make us realize Shriji Maharaj. Similarly, Muktas inspire us to do karma and attain knowledge related to Shriji Maharaj. These are Vedas of Akshardham (other world).  This point must be understood.  Some saints who have not understood the worship (upasana) of Maharaj do not come out of Vairaj or Pradhan-Purush or Prakruti-Purush when they talk in assembly.  They are confused in it. The four kinds of speech viz. Para, Pashyanti,  Madhyama, and Vaikhari and oblique (paroksha) scriptures, they are all in kshar (destructible) i. e. in illusion (maya) – therefore Ekantik needs nothing. The fortune of our body is also Shriji Maharaj Himself.  There is nothing anything else except Maharaj’s Murti- we should believe that way.  If worship (upasana) is firm, five means which are told in the 11th Vachanamrut of Sarangpur will be realized and Shriji Maharaj will be pleased and one will become like Shriji Maharaj.  Today even if five means are not realized and state of tranquillity (upsham) has not been made firm, but if rules are observed with physical body, his liberation is in our hands.”

Then again, Swami asked, “Which rules of conduct are to be understood?”  Bapashri replied, “One should observe rules of conduct according to Shikshaptri, Nishkamshuddhi and Dharmamrut and should act according to the commands of those scriptures. But what will ripen in the farm if the protective boundary devours it?  Crops will be ruined.  Muktas will be pleased if we obey command and act according to Mukta’s advice; but Jiva even can not do that and does as per its own wish.  Several do jap (chanting of mantra), penance, for the whole life but do not achieve their goal, and remain without any gain.  But if one does as per the advice    of great Muktas they will be pleased. When Muktas say do not do this, he will do it and when they say do this, he will not do it –so they will not be pleased. Therefore means should be for their pleasure.  I am very much interested in getting commands obeyed and make the devotee pure.  He will only be happy if commands are obeyed properly.  After joining this sect if he is fascinated by woman and wealth,  he is hated by people and will spoil his own self as well others.  Strayed cattle are tied with bells by people and they jiggle and make rattling sound.  Therefore do not behave like strayed cattle.  Some keep wealth and spoil themselves by association with illusion (maya).  In this satsang there are ashtasiddhi (8-kinds of supernatural powers) and navniddhi (9-treasures of kuber- God of wealth).  Both these tempt devotees.  He keeps sin in the form of wealth. Shriji has written in the Dharmamrut that keeping wealth is a sin.  If saint goes on a pilgrimage he should be given the ticket after making it sure but if it comes to our notice that he takes from many, the ticket should also be not given.  The saint should do the pilgrimage of only those places which are sanctified by Shriji Maharaj. A brahmin had gone to the farm to perform rituals for his yajman (host).  He had sent his son secretly to collect brinjals in the farm and he started to perform rituals.  The son’s head was seen so the brahmin cautioned his son in his special language. ‘Chhaiya! aarke aarke kesh farke, yajman barke; do toyra do moyra, do gori gayra, do tori mayra.’  The saint should never do like this.  The wealth is like a cobra and if one sleeps with it, it will bite; therefore act according to the commands of Maharaj so Maharaj will be pleased. By violating His commands, one is committing sins and nothing is going to be gained by committing sin. These sins should be thrown away. Dhotis should be handed over to the storekeeper of the temple for the use of God’s worship and should keep Murti.  If he remembers that sin, it will be harmful so henceforth it should not be remembered.  Take the Murti of Shriji Maharaj.  Shriji Maharaj with two arms is present here, who can gauge the greatness of Anadi Muktas and Maharaj. How can one who has bodily feeling gauge their greatness?  Therefore when you give up the bodily feeling and be separate from the body and then only everything will be explained and will be shown. He advised devotees to say Hare, Hare at the time of listening katha (discourse).        

Then again Swami said, “Please show the favour so that Murti of Maharaj always remains with me.”  Bapashri said, “Here is the Murti.  It is not the fault of Murti but it is fault of the one who takes Murti.  Therefore,  it neither understood nor seen.

Then again, Swami asked, “What is the remedy for it?”  Bapashri replied, “If there is oneness with Maharaj and Muktas, Murti is always there in this assembly but oneness with Maharaj and Muktas is very difficult.  It is day time now but in case if I say it is night will it be believed or not? If it is believed, it should be known that there is oneness.  Even if there is trust, there may not be oneness. If there is oneness he will do as told. || 102 ||