Gujarati / English

ભાદરવા વદ-૭ને રોજ બપોરે સભામાં માલણિયાદના ચતુરભાઈએ પૂછ્યું જે, “બ્રહ્મરૂપ ક્યારે થવાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પરિપક્વ ઉપાસના થાય, અને શ્રીજી મહારાજની આજ્ઞામાં વર્તતા હોય એ સર્વને દિવ્ય જાણે, અને મહારાજ વિના બીજા કોઈ કાળ-કર્માદિક તથા દેવ-અદેવને  કર્તા ન જાણે.”

તે ઉપર વાત કરી જે, “અમારી નવી વાડીના પડામાં એક પીરનો ઓટો હતો. ત્યાં બધા લોકો પગે લાગવા ને દીવા કરવા આવે તેથી જમીન ખુંદાઈ જાય. પછી એક દિવસ રાત્રિએ બધા હરિજનોને લઈને ગયા તે ઓટો ખોદીને નાખી દીધો ને ફરતાં લીંબડાનાં ઝાડ હતાં તે કાપીને લાકડાં રાતોરાત મંદિરમાં લાવીને નાખી દીધાં.

“માટે મહાપ્રભુજી વિના બીજાને કર્તા જાણે તો તે મહારાજનો દ્રોહી છે; તે કેવી રીતે? તો જ્યારે કાળનું વિષમપણું હોય ત્યારે બીજે જતું રહેવાય, તે કાળનું કર્તાપણું જાણ્યું કહેવાય. પરિપક્વ નિશ્ચયવાળાને વિષમ કાળમાં ભાગી છૂટવાનું કહ્યું નથી. જેને જીવવાની આસક્તિ હોય તેને એ વચન કહેલું છે, એમ જાણવું. અને ‘કર્મમાં હોય તો થાય’ એમ જાણે તેણે કર્મનું કર્તાપણું જાણ્યું કહેવાય. અને ‘માયા વિના દેહનો વ્યવહાર કેમ નભે?’ એમ સમજે, તથા ‘માયાએ કરીને જગત થાય છે’ એમ સમજે તેણે માયાને કર્તા જાણી કહેવાય. અને જગત સ્વાભાવિક થયા જ કરે છે એમ સમજે તથા સ્વભાવ ન મુકાય તેણે સ્વભાવને કર્તા જાણ્યો કહેવાય. માટે શ્રીજી મહારાજ વિના કોઈને કર્તા જાણે નહિ, અને વાચ્યાર્થ ને લક્ષ્યાર્થ જ્ઞાન હોય અને અન્વય-વ્યતિરેકપણું જાણે ત્યારે બ્રહ્મરૂપ થવાય.”

પછી હળવદના ત્રિભોવનભાઈએ પૂછ્યું જે, “તેમનાં લક્ષણ કેવી રીતે જાણવાં?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિના તેજરૂપ થઈને મૂર્તિ ધારે તથા મૂર્તિમાં રહે એ ઉપાસના પરિપક્વ જાણવી. કોઈકને ધ્યાન, ભજન, આદિક ક્રિયા કદાપિ ઓછી હોય, પણ મોટાં પાંચ વર્તમાન પાળે તે સર્વને દિવ્ય જાણવા.

“અને શ્રીજી મહારાજ સત્સંગ વિના બીજે અન્વય એટલે પોતાના તેજ દ્વારે રહ્યા છે. તે જીવથી લઈને મૂળઅક્ષર પર્યંત પોતાના તેજ દ્વારે અંતર્યામીપણે રહ્યા છે. અને સત્સંગમાં વ્યતિરેક એટલે મૂર્તિમાન રહ્યા છે એમ જાણવું. તેમાં ચાલોચાલ સત્સંગીમાં તો અંદરપડદે રહ્યા છે તોપણ અન્વય ન કહેવાય; અને એકાંતિકમાં તો સાક્ષાત્કાર રહ્યા છે. સત્સંગમાં તો વ્યતિરેક જ છે.

“જે શ્રીજી મહારાજને સર્વેથી પર જાણે અને બધી આજ્ઞા પાળે, પણ મૂર્તિની અખંડ સ્મૃતિ ન રાખે તે ચાલોચાલ સત્સંગી જાણવો. અને જે શ્રીજી મહારાજને સર્વોપરી જાણીને ને બીજે બધેથી લૂખો થઈને અખંડ મૂર્તિની સ્મૃતિ રાખે તે એકાંતિક કહેવાય. જે સર્વોપરી ન જાણે ને આજ્ઞા બધી પાળે તોપણ તે પ્રાકૃત ગુણબુદ્ધિવાળો કહેવાય, તેમાં તો અન્વય રહ્યા છે. અને જે શ્રીજી મહારાજની બાંધેલી ધર્મમર્યાદારૂપ આજ્ઞા ન પાળે અને તેણે ભેખ લીધો હોય અથવા ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય  પણ તે તો સ્વામિનારાયણનો છે જ નહિ. માટે એ તો સાધુય ન કહેવાય ને સત્સંગીય ન કહેવાય; અને તેમાં તો બીજા અવતારો દ્વારે અન્વય રહ્યા છે. જે સિદ્ધદશાવાળા અનાદિમુક્ત છે તેમાં તો સદાય ભેળા જ છે, પણ જુદા પડતા નથી.

“આપણે તો કારણ મૂર્તિનું જ કામ છે ને કરવાનું પણ એ જ છે. નિયમ-ધર્મ પાળીને પવિત્ર થાય ત્યારે આ સભા મૂર્તિ પધરાવે છે. મહારાજે કહ્યું છે કે, ‘અમે ધારીએ છીએ તેમ થાય છે.’ આજ તો આ સભામાં પણ મૂર્તિ મળે છે; જેને જોઈએ તે આવો. મહારાજ આજ કૃપાસાધ્ય છે. આમ સમજે તો બધુંય સમજાણું અને તેને જ અન્વય-વ્યતિરેકપણું જાણ્યું કહેવાય.

“ઈન્દ્રિયોમાં જે જ્ઞાન તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય અને જીવમાં જ્ઞાન હોય તે લક્ષ્યાર્થ જ્ઞાન જાણવું. ત્યાં દૃષ્ટાંત જે, એક બ્રાહ્મણ સત્સંગીનો વેષ બનાવીને કોઈક સત્સંગીને ઘેર આવ્યો. તેને સત્સંગી જાણીને સારાં ભોજન તેને વાસ્તે કરાવ્યાં. એટલામાં તે બ્રાહ્મણને છીંક આવી તે ‘જય અંબા’ બોલી ગયો. તેને દંભી જાણીને ખાટી છાશ ને ખોરી જારની ઘેંસ કરીને ખૂબ મીઠું નાખીને પીરસી, તે બ્રાહ્મણને ખારી ઝેર લાગી ત્યારે બોલ્યો, ‘આ તો ખારું ઝેર જેવું છે.’ પછી હરિજન બોલ્યા જે, ‘એ તો અંબાનો પ્રતાપ છે.’ એમ ઉપરથી દંભ બતાવે ને માંહી કાંઈ ન હોય તે કહેવા માત્ર છે. માટે તે વાચ્યાર્થ જાણવું અને જે સાચું હોય તે લક્ષ્યાર્થ જાણવું. આ કહ્યાં તે લક્ષણ પોતામાં હોય તો બ્રહ્મરૂપ થવાય.”  II ૧૦૭ II

On noon of Bhadarva Vad 7th, in assembly Chaturbhai of Malaniyad has asked, “When can one become brahmrup?” Bapashri replied, “Worship (upasana) should become matured.  Those observing commands of Shriji Maharaj are all known as divine.  He does not consider gods-devils, kal (god of death), karma (action), etc as doer of actions except Maharaj.  Bapashri cited an example on the topic, there was tomb of Pir (a Muslim saint) in our new farm. People used to come there to worship and light lamps so the land was being damaged. Thereafter one day at night we took all devotees and the tomb was dug out and nim trees around it were cut and the wood was brought to the temple during the night it self. Therefore if one knows the doer of the action as some one else except Mahaprabhuji, he is fraudulent of Maharaj- it is like this.  When the time is adverse and if one goes elsewhere, it means it is considered that the doer of action is Kal.  Those with firm determination are not advised to run away in adverse time.  These words have been said for those who are infatuated by life.If he is infatuated by Karma he considers Karma as the doer of the action.  The one who thinks that activities of the physical body is not possible without illusion (maya) and thinks that illusion is the cause of the world, he considers illusion as the doer of action.  If he thinks that creation of cosmos is natural and nature cannot be given up, he considers nature as the doer of the action.  Therefore if one does not consider anyone except Shriji Maharaj as the doer of action and who has the knowledge of illusion (vachyarth) and manifest (lakshyarth) and knows immanent (anvaya)-transcendent (vyatirek), then only he will become the form of Brahm. 

Tribhuvanbhai of Halvad asked, “What are the characteristics of his (form of Brahm)?”  Bapashri replied, “The one who becomes the form of luminescence of Murti and imagines Murti and dwells in Murti should be known that his worship (upasana) is matured (perfect).  Some one may do less of meditation, worship, etc but follows important five vartaman (moral) should be known as divine and Shriji Maharaj lives elsewhere without satsang as immanence (anvay) i.e. through His luminescence and He lives from Jiva to Mul-Akshar as clairvoyant through His luminescence; in satsang He lives as transcendence (vytirek) i.e. He is present.  In ordinary satsangi, He lives inside him with covering but cannot be called as immanence and in Ekantik He lives as realized one. In satsang, He is only transcendent (vyatirek).

The one who knows Shriji Maharaj as above all and follows all His commands but if he does not keep constant memory of Murti, he should be known as ordinary satsangi.  The one who knows Shriji Maharaj as Supreme Being and keeps memory of Murti by taking away his attention from elsewhere is said to be Ekantik.  The one who does not know Him Supreme Being but follows all His commands, even then he is said to be possessing physical attributes. In him, He lives as immanence. The one who does not obey commands of Shriji Maharaj even in the form of religious boundary and he has become saint or lives as house-holder he is not at all of Swaminarayan sect- he can neither be called saint nor satsangi and in him He lives through other incarnation as immanence.  In Anadi Muktas who have achieved self-realization, He is always with them but never gets separated. We are concerned only with causal Murti and we have to achieve that. When one becomes pious by following rules of religion, this assembly installs Murti in him. Maharaj has said that all happens as per His wishes.  Today in this assembly Murti is also given, whosoever wants it, please come.  Today, Maharaj is merciful. If he understands thus, every thing is understood and he only knows immanent-transcendent (anvaya-vytirekness).  The knowledge, which is there in senses, is said to be illusive (vachyarth) and the knowledge, which is there in Jiva, should be known as manifest (lakshyarth).  For example, a Brahmin dressed as satsangi and went to the house of a satsangi. The satsangi consider him to be satsangi and got delicious dishes prepared for him. In meanwhile the Brahmin sneezed and he said Jai Ambe. The satsangi considered him as hypocrite and served him sour buttermilk and ghensh (preparation of course grain) by adding much salt in it. The Brahmin felt to be very salty and said that it was like a salty poison.  Then the devotee said that it is the grace of Ambe.  Thus if one shows hypocrisy outwardly and inwardly he is nil – therefore it should be known as illusive (vachyarth) and which is real should be known as manifest (lakshyarth).  If these characteristics are there in one self he can become the form of Brahm. || 107 ||