Gujarati / English

ભાદરવા વદ-૯ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં શ્રીજી મહારાજનું ગોલોક ધામ ને તેને વિષે બ્રહ્મજ્યોતિ છે, તે અક્ષરબ્રહ્મથી પર છે એમ આવ્યું; ત્યારે સંતોને માંહોમાંહી સંવાદ થયો. તેમાં કેટલાક અક્ષરબ્રહ્મને પર કહેવા લાગ્યા ને કેટલાક અક્ષરબ્રહ્મથી ગોલોકને પર કહેવા લાગ્યા.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કોઈ વાતમાં વાદવિવાદ કરવો નહિ. વાદવિવાદમાં તમોગુણ આવે. કદાપિ કોઈકનું પ્રતિપાદન થાય તો તેનું માન આવે. માટે એ માર્ગે ચાલવું નહિ. વાતચીત કરતાં તથા પ્રશ્ન-ઉત્તર કરતાં રજ-તમનો ભાવ લાવવો નહિ, તો જોગમાં મોટો લાભ છે. ઊનું નહિ, ટાઢું નહિ, મંદમંદપણું, શીતળ ને શાંત એવું મહારાજનું સુખ છે, તે સુખ જેને રજ-તમ ન ભળે તેને આવે છે. માટે રજ-તમ આવવા દેવો નહિ; કેમ જે તેમાં માયા ભળે છે ને પરાભવ કરે છે. પ્રશ્ન-ઉત્તરમાં ધડાકો મારે તેના ઉપર મહારાજ ને મોટા રાજી ન થાય. વાદવિવાદ કરતાં તમોગુણ આવે તો શબ્દ સર્વે વ્યર્થ થઈ જાય, ને મહારાજને ભૂલી જવાય; એવી ખોટ આવે અને કોઈને સમાસ ન કરે. માટે સાધુ થાવું; એટલે મહારાજ તથા એમના મુક્ત જેવું  થાવું, તો સાધુ થયા જાણવું.

“આપણને સર્વોપરી શ્રી પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, તે પુરુષોત્તમનો સંબંધ રાખે તો પુરુષોત્તમ થવાય અને અવગુણ આવે તો જીવનો નાશ થઈ જાય. ત્યાં દૃષ્ટાંત, જેમ અગ્નિમાં કાષ્ટ પડ્યું તે અગ્નિરૂપ થયું, અને અગ્નિમાંથી નોખું પડે તો રાખ થઈ જાય; તેમ આ વાત સાધનિકની છે.

“વચનામૃતમાં કેટલાક શબ્દ અનાદિમુક્તરૂપે બોલ્યા છે, અને કેટલાક શબ્દ સાધનિકરૂપે બોલ્યા છે. બે પ્રકારની સમજણવાળાને અર્થે શ્રીજી મહારાજે વચનામૃત દ્વિઅર્થી કર્યાં છે. તે નરનારાયણ અને શ્રી પુરુષોત્તમને ભેળા કહ્યા, એમ દ્વિઅર્થી જાણવા.

“વચલું કારખાનું એકવાર જાણીને પછી ખોટું કરી નાખવું અને પોતે શ્રીજી મહારાજના તેજરૂપ થઈને અથવા અનાદિમુક્તરૂપ થઈને મૂર્તિમાં જોડાઈ જાવું. તમારો વિવાદ ચાલતો હતો, તેમાં ઈશ્વર બાવાનું કહેવું સત્ય હતું. શ્રીજી મહારાજે મૂર્તિમાન અક્ષરબ્રહ્મથી પોતાના તેજની કિરણોરૂપ ગોલોક અને તેમાં બ્રહ્મજયોતિ છે તેને પર કહ્યું છે. તેમાં શ્રીજી મહારાજ પોતાના પરમ એકાંતિક મુક્તોએ સહિત રહ્યા છે અને જે અનાદિમુક્ત છે તે તો મૂર્તિમાં રહ્યા છે તે સત્ય વાત છે.”

એમ વાત કરીને પછી બોલ્યા જે, “અમે એક હરિભક્તને પૂછ્યું જે, ‘તમે દેહ મૂકીને ક્યાં રહેશો?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘અક્ષરધામમાં, તમે હશો ત્યાં રહીશું.’ ત્યારે અમે કહ્યું, ‘અમારાં ઠેકાણાં કેવાં! અમે તો જ્યાં મહારાજ મોકલે ત્યાં હોઈએ.’ પછી એ હરિભક્ત બોલ્યા નહિ. ત્યારે અમે કહ્યું જે, ‘તમને સ્વામી ઈશ્વરચરણદાસજીના જેવું કહેતાં ન આવડયું.’ અમે એમને પૂછ્યું હતું જે, ‘તમે દેહ ત્યાગ કરશો ત્યારે ક્યાં રહેશો?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘જ્યાં તમે હશો ત્યાં રહીશું.’ પછી અમે કહ્યું જે, ‘અમને તો જ્યાં મહારાજ મોકલે ત્યાં જઈએ.’ ત્યારે તે કહે જે, ‘તમે તો સદાય મહારાજની મૂર્તિમાં છો, ને મૂર્તિમાં રહ્યા થકા જ્યાં દેખાવું હોય ત્યાં દેખાઓ છો; પણ તમારે મહારાજને મૂકીને ક્યાંયે જવું પડે નહિ.’ એમ જવાબ આપ્યો. પછી તે હરિજને કહ્યું જે, ‘અમને એવું ક્યાંથી આવડે?’ માટે અધ્યાત્મ વાર્તા મોટાના સમાગમ વિના પોતાની બુદ્ધિએ સમજાય તેમ નથી.”  II ૧૦૯ II

On the day of Bhadarva Vad 9th, the 7th Vachanamrut of the First Chapter of Gadhada was being read in the assembly.  In it, it is said that in the Golok abode of Shriji Maharaj there is Brahmjyoti.  It is above Aksharbrahm.  On this point saints discussed among themselves.  Some of them said that Aksharbrahm is above Golok whereas some said that Golok was above Aksharbrahm.  Then Bapashri said, “Do not make any controversy on any topic. In controversy Tam attribute is there. If some one’s argument is accepted, he will be proud of it. Therefore do not tread on that path.  During discussion and questionnaire, the feelings of Raj-Tam attributes should not be brought. Then there is much benefit in the association of Muktas. The bliss of Maharaj is neither hot nor cold, but it is as cool and peaceful like a breeze.  This bliss comes to only him who is above Raj-Tam attributes. Therefore do not allow those attributes.  Because there is illusion (maya) in it, and it makes us fall from the path of salvation.  If one puts his argument with force, Maharaj and Muktas will not be pleased on him.  In controversy, there will be Tam attribute and all arguments will be in vain and Maharaj will be forgotten –such will be a loss- and such controversy will be useless.  Therefore if you want to become saint you should become like Maharaj and Muktas.  Then only you are known to be a saint.  We have met lord Purushottam and if His relationship is maintained you will become form of Purushottam and if find fault and Jiva will be destroyed. For example just as if a wood is dropped in fire it will become fire and if it gets separated from fire, it will become ash.  This talk is for the seeker of salvation. Some of the words of Vachanamrut have been spoken by Shriji Maharaj himself in the form of God and some words have been spoken in the form of Anadi Muktas and some words in the form of seekers.  Shriji Maharaj has made the words of Vachanamrut conveying double meaning- this meant for those who have two kinds of understanding. Narnarayan and Purushottam are explained as one- this has double meaning.  The middle cadre should be nullified after knowing it once and one should get attached to Murti by becoming the form of luminescence of Shriji Maharaj or form of Anadi Mukta.  During your controversy it was true what Ishwarbava said. Shriji Maharaj has called His Golok in the form of rays of luminescence and there is Brahmjyoti in it, above personified Aksharbrahm.  Shriji Maharaj along with His Param Ekantik Mukts dwell in it and those Anadi Muktas dwell in Murti-this is true.  After this talk, he asked a devotee where he was going to live after leaving this worldly body. That devotee replied that he was going to live in Akshardham where he would be.  Then I said that mine is no sure, I go wherever Maharaj sends me.  Thereafter that devotee said nothing.  Then I said that you could not reply as Swami Ishwarcharandasji had.  I asked him, where he was going to live after leaving physical body. He said that he was going to live where Bapashri would be. Then I said that I would go wherever Maharaj would send me.  Then he said you are always seen in Maharaj’s Murti and dwelling in Murti he would appear where he would like to. But you have to go nowhere leaving Maharaj.  Then that devotee said that, how could I know that?” Therefore the spiritual talk cannot be understood without getting attached to Mukta. It cannot be understood with own intelligence. || 109 ||