Gujarati / English

વૈશાખ વદિ-૭ને રોજ બપોરે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “એક સમયને વિષે પર્વતભાઈ આદિ સંઘ સર્વે જૂનાગઢ શ્રીજી મહારાજનાં દર્શન કરવા જતા હતા. પર્વતભાઈ તો પૃથ્વીથી આકાશમાર્ગે ઊંચા ચાલી નીસર્યાં ને મહારાજનાં દર્શન કર્યાં. પછી પાછળથી મયારામ ભટ્ટ, જેઠાભાઈ, કલ્યાણ ભક્ત તથા ભીમભાઈ આદિક સંઘ સર્વે ગયો. તેમને શ્રીજી મહારાજે પોતાનું શરીર બતાવીને કહ્યું જે, ‘આ અમારે શરીરે ઉઝરડા બહુ થયા છે.’ ત્યારે હરિજનોએ પૂછ્યું જે, ‘હે મહારાજ! આવડા બધા ઉઝરડા શાથી થયા છે?’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘તમે પર્વતભાઈને એકલા આવવા દીધા તે અમારી મૂર્તિમાં રહીને ઊડયા, તે જાળાં-ઝાંખરાંમાં અથડાવાથી ઉઝરડા થયા છે. માટે તમે પર્વતભાઈને સાથે રાખ્યા હોત તો આવું દુઃખ અમને થાત નહિ.’ ત્યારે હરિજનોએ કહ્યું જે, ‘મહારાજ, હવે અમે પર્વતભાઈને સૂના નહિ મૂકીએ ને સેવા કરીશું.’ ત્યારથી હરિજનો મહિમા જાણીને સેવા બહુ કરતા.

“એક વાર પર્વતભાઈ માંદા થયા તેમની સેવા હરિજનો મહિમા જાણીને કરતા. તેમને કોઈક ગામથી કંકોત્રી આવી જે વસંતપંચમીને દિવસે મૂર્તિ પધરાવવાનું મુહૂર્ત છે, માટે તમે સર્વે પધારજો. પછી હરિજનો ભાઈશ્રીને પૂછવા ગયા જે, ‘કંકોત્રી આવી છે ત્યાં અમો જઈએ?’ ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, ‘રાજસી યજ્ઞમાં જાઓ, કાં સાત્વિક યજ્ઞમાં રહો. જેમ તમારી મરજી હોય તેમ કરો.’ એમ બોલ્યા, પણ હરિજનો સમજી શકયા નહિ તેથી બે ત્રણવાર પૂછ્યું તોપણ એવો જ જવાબ દીધો. તેને સમજ્યા નહિ ને કંકોત્રી આવી હતી ત્યાં ગયા.

“તે દિવસે પર્વતભાઈએ ગામના સર્વે માણસોને બોલાવરાવ્યા ને કહ્યું જે, ‘આજ મારે દેહ મૂકવો છે, માટે જેને આ ટાણે મારાં દર્શન થાય તેને હું અંત વખતે આવીને ધામમાં તેડી જઈશ.’ પછી સર્વે લોકોએ દર્શન કર્યાં. અને બાળક, પશુ, પક્ષી, સર્વેને પર્વતભાઈનાં દર્શન કરાવ્યાં. ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, ‘જેટલા આ વખતે મારી દૃષ્ટિએ ચડ્યા તે સર્વે જીવોને હું તેડવા આવીશ.’ એમ કહીને પોતે દેહોત્સવ કર્યો. તે સમયે લાખો-કરોડો  વિમાન અને મુક્તોએ સહિત શ્રીજી મહારાજનાં દર્શન સર્વેને થાતાં હવાં. એમ અન્યથાકર્તાપણું વાપર્યું. આવી સામર્થી અનાદિમુક્તમાં હોય.

“એવા મુક્ત તમને મળ્યા છે. જેમ પીરસનાર વિના ભોજન જમાતું નથી તેમ મુક્ત વિના મહારાજની વાત સમજાતી નથી. આવા મહારાજ ને આવા મુક્ત, જેના મહિમાનો કોઈ પાર પામી શકતા નથી, તે દયા કરીને પધાર્યા છે તેને પામીને જે એમ જાણે જે, ‘મને મહારાજ કેમ દર્શન નહિ દેતા હોય? મારા ઉપર રાજી હશે કે નહિ હોય?’ તે મહારાજમાં દોષ પરઠે છે, પણ પોતાની આળસ છે એ ખોટ નથી જાણતો. મોટા મુક્ત વાત નથી કરતા તે આપણા ઉપર રાજી હશે કે નહિ હોય એમ જે જાણે તે મુક્તમાં દોષ પરઠે છે, પણ પોતાના પાત્રપણાની  તારતમ્યતાની ભૂલ જાણતો નથી. એ નાસ્તિકપણું છે.  મોટા ને મહારાજ મળ્યા છે તે પ્રસાદ આપે છે, લીલા કરે છે, વાતો કરે છે, પ્રશ્ન પૂછે છે, તેનો ઉત્તર પોતે કરે છે, મળે છે, હાર આપે છે, તે બહુ રાજી છે. અને મોટા ઓળખાણા તે પણ એમના રાજીપાથી ઓળખાણા છે. એમાં જીવનું કાંઈ સાધન નથી. માટે મોટા રાજી છે તેને સર્વે પ્રાપ્તિ થઈ રહી છે.”  II ૧૧ II

In the afternoon of Vaishakh Vad 7th, Bapashri, showing his favour talked in assembly. He said, “Once upon a time Parvatbhai with the group was going to have the darshan of Shriji Maharaj at Junagadh. Parvatbhai with his supernatural power reached there walking high above ground and had the darshan of Maharaj. Thereafter the group including Mayaram Bhatt, Jethabhai, Kalyan Bhakta, Bhimbhai, etc. went there. Shriji Maharaj showed His body to them and said that there were many scratches on His body.” Devotees asked Maharaj, “What is the cause of so many scratches?” Shriji Maharaj replied, “You allowed Parvatbhai to come alone. He flew by remaining in My Murti. These scratches are the result of striking against thorns. Had you kept Parvatbhai with you there would not have been such misery for Me.” The devotees said, “Maharaj! Henceforth we are not going to leave Parvatbhai alone and will serve him.” Since then devotees used to do much service after knowing the greatness of Parvatbhai. Once Parvatbhai fell ill and devotees, knowing his greatness, looked after him. They received an invitation from some village inviting them on the day of Vasant Panchami to attend the function of installation of Murti. All were requested to grace the occasion. The devotees told Parvatbhai that they had received an invitation and whether they could go there. Parvatbhai said, “You may either attend Rajsi Yagna or Satvik Yagna. Do as you like.” He the said thus but devotees could not understand it, so they repeated the question twice or thrice but the reply was the same. They did not understand and went to the village from where they had the invitation. On that day Parvatbhai sent for all the people of the village and told them, “I am going to leave my body. So whosoever gets his darshan at this time would be taken by me to Akshardham at the time of their death.” Then all had darshan. Children, animals, birds, all were taken for Parvatbhai’s darshan. At that time Parvatbhai said, “I shall come to fetch all those jivas on whom I had my look.” Saying thus he left for Akshardham. On that occasion all were getting darshan of Shriji Maharaj along with innumerable planes and Muktas, by the grace of Parvatbhai. Such supernatural power is possessed by Anadi Muktas and you are fortunate enough to have such Muktas with you. Just as dinner can not be eaten without served by someone. Similarly talks of Maharaj can not be understood without the Muktas. Nobody can estimate the greatness of Maharaj and such Muktas, they have come by showing their mercy. After getting them if one feels that why Maharaj does not give him darshan, whether He is pleased with me or not, such doubts means he finds faults in Maharaj but he forgets that he remains idle and is unaware of his shortcomings. Great Muktas do not talk whether they are pleased with us or not is like finding fault in Muktas but he does not know the fault– whether he is worthy or not. This is atheism. We are lucky that we have got Maharaj and great Muktas who give us their offering, do lila, talk, ask questions, reply is given by them, meet us, give us garland, etc. He is very much pleased and great Muktas are introduced to us by His pleasure. This is not because of our efforts but since Muktas are pleased everything is being achieved.” || 11 ||