Gujarati / English

ભાદરવા વદ-૧૨ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા ત્યાં નાહીને માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ વર્તમાન કાળમાં લાખો-કરોડો જીવને મહારાજની મૂર્તિના સુખમાં લઈ જઈએ છીએ, પણ જીવને એવો મહિમા સમજાતો નથી. જો ખરા ભાવથી જોગ કરે તો મહિમા સમજાય ને તેને કાંઈ કરવું બાકી રહે નહિ. શ્રીજી મહારાજની મૂર્તિ અંતરમાં રાખે તો મોટાના આશીર્વાદ મળે છે. આ સમય એવો છે જે છતા દેહે શ્રીજી મહારાજની મૂર્તિમાં રહેવાય; પણ જીવમાં અજ્ઞાન રહ્યું છે તેથી મહિમા સમજાતો નથી. જ્યાં ધારીએ ત્યાં મહારાજ ને મોટા પ્રત્યક્ષ છે; કેમ જે એ તો સ્વતંત્ર છે અને સાધનિકને પણ તેજમાં બેઠેલાં છે, એમ પોતે દેખે છે. જ્યાં અનાદિમુક્ત હોય તે સ્થાન તો બહુ જ ભારે છે એટલે કે અક્ષરધામ તુલ્ય છે. મહારાજને અર્થે થાળ કરીને મૂર્તિને જમાડે છે તો મહાપ્રભુજી પ્રત્યક્ષ જમે છે, તેમ જ મુક્ત પણ જમે છે.

“આ લોકને વિષે કોઈક મોટો યજ્ઞ કરે તેમાં જે આવે તે ભૂખ્યો જાય નહિ, તેમ મોટાના જોગમાં જે આવે તે સુખિયા થયા વિના રહે જ નહિ. અનાદિકાળનાં પાપ સમગ્ર પ્રલય થઈ જાય. ને અનંતકાળનાં સુકૃત ઉદય થયાં હોય, ને છેલ્લી પ્રાપ્તિ થવાની હોય, તેને આવા મોટા ઓળખાય છે. મહિમાએ સહિત મુક્તની ૨જને માથે ચઢાવે તો તેનું આત્યંતિક કલ્યાણ થાય છે. જે પૃથ્વી ઉપર મોટા ચરણ મૂકે તે પૃથ્વી તીર્થરૂપ થાય છે અને  તે પૃથ્વીની રજ જેના ઉપર પડે તેનો પણ મોક્ષ થાય છે. જે નદી-સરોવરમાં મોટા મુક્ત નહાય કે પગ બોળે તો તે જળમાં રહેલાં સર્વે જીવનો મોક્ષ થાય છે. અને તે જળના દેવ જે વરુણ તે પણ દર્શન કરવા આવે છે અને તે વરુણનું પણ કલ્યાણ થાય છે. મોટા મુક્ત નહાતા હોય તે પાણી મહિમાએ સહિત  માથે ચઢાવે તેનાં પંચ મહાપાપ બળીને મોક્ષ થાય છે; પણ તે પાણીનો મહિમા જાણ્યા વિના માથે ચઢાવે તો તેવો ન થાય.”

તે ઉપર લક્ષ્મીરામભાઈની વાત કરી જે, “આપણી લખઈવાડીમાં સદગુરુ સ્વામીશ્રી નિર્ગુણદાસજી નહાતા હતા તે પાણી થાળામાં જતું હતું. તેને લક્ષ્મીરામભાઈ ખોબે ખોબે લઈને માથે ચઢાવતા હતા. તે જોઈને સ્વામીશ્રી બોલ્યા જે, ‘આ શું કરો છો?’ ત્યારે લક્ષ્મીરામભાઈ બોલ્યા જે, ‘બાપજી, હું નિર્ધન, રોગી ને ગરીબ બ્રાહ્મણ; તે કાશી, દ્વારિકા, ગયાજી, જગન્નાથ, ગંગા, ગોદાવરી, સરસ્વતી, યમુના આદિ તીર્થ કરવા શી રીતે જાઉં? મારે ઘેર બેઠાં સર્વે તીર્થ આજ થઈ રહ્યાં.’ આવો મહિમા જાણીને મોટાનું નાહેલું જળ માથે ચઢાવે તો પંચ મહાપાપાદિક સર્વે બળી જાય ને આત્યંતિક મોક્ષ થાય.

“જે ઝાડ તળે મોટા બેઠા હોય ને ફળ ફૂલ, પત્ર, પુષ્પ જે ઉપયોગમાં આવે તે ઝાડનું પણ કલ્યાણ થાય છે. જુઓને! આ બાવળ જાતે અસુર કહેવાય, પણ મોટાં ભાગ્યવાળો છે; કેમ કે આપણે તેની તળે બેસીને બ્રહ્મયજ્ઞ કરીએ છીએ, તેથી એનો પણ મોક્ષ થઈ ગયો છે.

“મોટાનો પ્રતાપ તો એવો છે જે એક સમયને વિષે અનાદિ મહામુક્તરાજ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ધોળકેથી સદગુરુ શ્રી નિર્મળાનંદ સ્વામીને તથા સ્વામી વ્રજવલ્લભદાસજીને ઉમરેઠમાં અનાદિ મહામુક્તરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસેથી ગીતાભાષ્યનું પુસ્તક લેવા સારુ મોકલ્યા હતા. ત્યાં નવસારી ગણદેવીના હરિભક્ત ભાદરવા આંબાની કેરીઓ લાવ્યા હતા તે સ્વામીશ્રી તથા બીજા સર્વે સંત જમ્યા, તે ગોટલા ધોળકાની વાડીમાં વાવવા સારુ લેવા માંડ્યા, ત્યારે સ્વામીશ્રીના સંતોએ કહ્યું જે, ‘સ્વામીશ્રીના જમેલા ગોટલા ઊગશે નહિ; માટે લેશો નહિ.’ પછી તે ગોટલા સ્વામીશ્રીએ જુદા રાખ્યા ને લાવીને ધોળકાની વાડીમાં વાવ્યા, તો સ્વામીશ્રીના જમેલા હતા તે ન ઊગ્યા અને બીજાં સંતોના જમેલા હતા તે ઊગ્યા. આમ મોટાના ઉપયોગમાં આવે તેનો પણ મોક્ષ થાય.”

વાર્તાથી સમાપ્તિ કરીને સર્વે મંદિરમાં આવ્યા.  II ૧૧૪ II

On the evening of Bhadarva Vad 12th, Bapashri and all saints and devotees went to Kakarwadi to bathe.  After taking bath they performed mental worship.

Then Bapashri showing his favour, talked. He said, “In the present time innumerable Jivas are taken in the bliss of Maharaj’s Murti, but Jiva does not realize the greatness of Maharaj.  But if it sincerely associates with Muktas, it will understand the greatness and there will remain nothing to be done. If one keeps Shriji Maharaj’s Murti in heart, he will be blessed by Muktas.  This time is such that one can dwell in Murti with the physical body but Jiva is ignorant and does not understand His (God’s) greatness.  Wherever we imagine, Maharaj and Muktas are there because they are independent and they are present and they see seekers seated in luminescence -thus they themselves see. The place where Anadi Muktas are there is very great- it is equal to Akshardham.  If delicious dishes prepared for Maharaj are offered to Murti, Mahaprabhuji himself dines so also Mukta.   The one who goes to a big Yagna organised by some one in this world, will not be allowed to go hungry.  Similarly if some one comes in contact with Muktas he will not remain without getting happiness.  His sins of time immemorial will be eradicated, such Muktas are recognised by the one whose good deeds of infinite time have matured and going to get salvation.  If the foot dust of Muktas put on his head, understanding their greatness he will get ultimate salvation.  Wherever Muktas put their feet, that land becomes holy and if that dust falls on some one, he will also be liberated.  Wherever great Muktas bath in rivers or lakes or dip their feet all Jiva in that water will be liberated and Varundev (God of water) also comes for darshan and he is also benefited. The one who puts the water on his head by understanding its greatness, where great Muktas have taken bath his five great sins will be burnt and he will be liberated.  But without understanding the greatness of that water if one puts it on head, it will not be beneficial. On the topic the example of Laxmirambhai was given.  Sadguru Shri Nirgundasji Swami was bathing in our Lakhaiwadi. That water was flowing in the front part of the well. Laxmirambhai was putting it (water) on his head.  Seeing that Swami Shri asked, “What are you doing this?” Laxmirambhai replied, “Revd. Swami, I am poor, unhealthy, poor Brahmin; how can I afford to go on pilgrimage to Kashi, Dwarika, Gayaji, Jagannathpuri, Ganga, Godavari, Sarasvati, Yamuna, etc? For me all this pilgrimages are here today.” Having such understanding if one puts the water in which Muktas have bathed on his head, his all five great sins, etc will be burnt and will get ultimate liberation. The tree under which Muktas sit and fruits, flower, leaf which are taken in use, will be benefited.  Just see! This babul is considered to be demon but it is very fortunate, because under it we are performing Brahmyagna so it is also liberated.  Once Anadi MahaMuktaraj Shri Nirgundasji Swami sent Sadguru Shri Nirmalanand Swami and Swami Vrajvallabhdasji from Dholka to Umreth to bring the book on commentary on the Geeta from Sadguru Shri Gopalanand Swami.  There a devotee of Gandevi near Navsari brought mangoes of Bhadraprad.  Those mangoes were eaten by Swamishri and all other saints.  The fruit stones of mangoes were being collected to sow them in the farm of Dholka.  At that time saints of Gopalanand Swami said that fruit stones of the mangoes eaten by Swamishri would not grow.  Therefore do not take them.  Then Swami put aside those fruit stones and sowed them in the farm of Dholka but fruit stones of mangoes eaten by Swamishri did not grow but eaten by other saints grew. Thus the things which come in use of Muktas gets liberation. Such is the power of Muktas.  All came to the temple after the talk was over. || 114 ||