Gujarati / English

ભાદરવા વદ-૧૩ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને બાવળ નીચે બેસી માનસી પૂજા કરી.

પછી બાપાશ્રીએ વાત કરી જે, “કપડવંજમાં ગણેશભાઈએ દેહ મૂક્યો તે વખતે અનાદિ મહામુક્તરાજ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી મંડળે સહિત અહીં મંદિરમાં હતા. તે સવારમાં સાધુએ એક કલાક સુધી કથા વાંચી, ત્યાં સુધી તે ધ્યાનમાં બેઠા હતા. અને પછી ધ્યાનમાંથી જાગીને એક કલાક વાતો  કરી. પછી બોલ્યા જે, ‘કપડવંજમાં ગણેશભાઈએ અમારી પાસે વર માગ્યો હતો જે અંત વખતે  દર્શન આપીને તેડી જજો. તેમણે આ ટાણે દેહ મૂક્યો ને તેમને મહારાજના સુખમાં મૂકી દીધા.’ એવો મોટાનો પ્રતાપ છે.”

એટલી વાત કરીને પછી પરસ્પર દંડવત કરીને મળ્યા અને સર્વે મંદિરમાં આવ્યા ને ગોડી બોલ્યા. પછી આરતી કરી અને સંતો ‘સખી ગોકુળ ગામના ચોકમાં રે’ એ કીર્તન ગાવા લાગ્યા.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં શ્રીજી મહારાજે સંતોને રાસ રમાડયા હતા. તે સમયે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું હતું જે, તમે આજ નવી કાવ્ય કરોને સંતોને ઝીલાવો.’ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ આ કીર્તન પહેલું ઝીલાવ્યું હતું. તે વખતે શ્રીજી મહારાજની એવી ઈચ્છા હતી કે આજ કળિયુગ કાઢીને સતયુગ બેસારી દેવો  છે એવડી રાત્રિ કરવી છે. અને સાત ફેર સંતોના કરાવ્યા હતા. પછી સંતો ગાતાં ગાતાં થાકી ગયા પછી બ્રહ્માનંદ સ્વામીએ એક સંતને કહ્યું જે, ‘મહારાજ તો બંધ રખાવશે નહિ ને સંત સર્વે થાકી ગયા છે અને આવતી કાલે ફૂલડોલ છે તેથી ગાવું પડશે; માટે તમે આપણા ઉતારામાં જઈને ‘ચોર, ચોર’ એમ બૂમ પાડો એટલે સર્વે વીખાઈ જાય.’ પછી તે સંતે બૂમ પાડી તેથી સર્વે સંત વેરાઈ ગયા.

“પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, ‘તમે રંગમાં ભંગ કર્યો;  કેમ જે અમારે આજ કળિયુગ ઉત્થાપીને સતયુગ સ્થાપવો હતો. તે અર્ધો કળિયુગ ગયો ને અર્ધો કળિયુગ રહી ગયો. એટલે બે લાખ ને સાડા તેર હજાર વર્ષ ગયાં એવડી રાત્રિ કરી. અને આ સંતોના સાત ફેર કર્યા હતા, તેમાં સૌથી પહેલો અક્ષરધામમાં અમારા સમીપમાં રહેલા પરમ એકાંતિક મુક્તનો હતો. અને બીજો મૂળઅક્ષરકોટિનો હતો. ત્રીજો વાસુદેવબ્રહ્મકોટિનો હતો, ચોથો ગોલોકનો હતો, પાંચમો પ્રધાનપુરુષનો હતો. છઠ્ઠો વૈકુંઠ લોકનો હતો, અને સાતમો આ મર્ત્ય લોકનો હતો. એમ અનુક્રમે સાત ફેર કર્યા હતા.’ એમ શ્રીજી મહારાજે વાત કરી હતી.”  II ૧૧૫ II

On the evening of Bhadarva Vad 13th, Bapashri and all saints and devotees went to bathe at Kakarwadi.  After bathing they sat under babul tree and performed mental worship.

Bapashri said, “When Ganesbhai left this world in Kapadvanj.  Anadi Maha Muktaraj Sadguru Sree Nirgundasji Swami along with his group was here in the temple. Swami was in meditation in the morning till saint read katha for an hour.  After meditation, he talked for an hour. Then he said, “Ganeshbhai had asked for a boon that at the time of his death I should give him darshan and take him. He left this world at this time and has been put in the bliss of Maharaj.”  Such is the power of Muktas.  After the talk was over every one prostrated before one another and then came to the temple and sang devotional song.  Then aarti was performed and saints sang a devotional song-‘sakhi gokul gamna chowkma re.’   Bapashri said, “Shriji Maharaj made saints play rash in Panchala at Zinabhai’s darbar.”  At that time, Brahmanand Swami was told to give a new poem/kavya and make saints to sing it.  Then Brahmanand Swami made saints sing the aforesaid devotional song.  During that time it was the wish of Shriji Maharaj to drive away Kaliyug and bring Satyug- such long should be the night and seven rounds of saints were made.  Saints were tired by constant singing so Brahmanand Swami told a saint that Maharaj will not get it stopped, all saints are tired and tomorrow there is a festival of Fuldol so they will have to sing again.  Therefore let some one go to the staying place and shout ‘a thief, a thief’ so all will disperse.  Then a saint shouted as he was told and all saints dispersed.  Then Shriji Maharaj told Brahmanand Swami that he had disturbed the function.  He (Maharaj) said, “I wanted to establish Satyug by driving away Kaliyug.  Half of the Kaliyug has left and the other half has remained.  Two lacs thirteen thousand five hundred years have passed- such long was the night.  In the seven rounds of saints there were Param Ekantik Muktas who are before me in Akshardham, they were in the first round.  And the second was of Mul-Aksharkoti, the third was of Vasudevbrahmkoti, the fourth was of Golok, the fifth was of Pradhan-Purush, the sixth was of Vaikunthlok, and the seventh was of this Mortal world.  Thus seven rounds were made in sequence.  Thus Shriji Maharaj talked. || 115 ||