Gujarati / English

ભાદરવા વદ-૧૪ને રોજ બાપાશ્રીએ  કૃપા કરીને વાત કરી જે, “શ્રીજીને તથા મુક્તને તો સર્વે પદાર્થમાંથી નિષ્કંચન કરીને જીવોને મૂર્તિમાં જોડી દેવા છે. જીવ જ્યારે સત્સંગી થાય ત્યારે તો પ્રથમ એ જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હોય છે. પછી વધતાં વધતાં મહાતેજ જેવો થાય છે ને પુરુષોત્તરૂપ પણ થાય છે. જેમ સરપટાને અગ્નિનો જોગ થાય તો અગ્નિરૂપ થઈ જાય છે; તેમ પુરુષોત્તમરૂપ થયેલા મુક્તોના જોગે કરીને જીવ પુરુષોત્તમરૂપ થાય છે. માટે મોટા અનાદિનો જોગ કરવો; પણ આધુનિકનો કરવો નહિ. આધુનિકના જોગથી અધૂરું રહે છે.

“સત્સંગમાં સત્સંગ ઓળખવો, તે થોડા પુણ્યવાળાને ઓળખાતો નથી. મોટાના સંકલ્પો કરોડો રૂપે થાય છે; જેમ શ્રી ગોપાળાનંદ સ્વામીના હજારો સંકલ્પ જીવના રૂડા માટે ફરતા અને શ્રી સચ્ચિદાનંદ સ્વામીનો સંક્લ્પ ગઢડામાં શ્રીજી મહારાજ પાસે આવ્યો હતો તેમ.

“શ્રીજી મહારાજ જીવોને તેડવા જાય તેમના ભેળા મોટા પણ જાય. સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અમદાવાદમાં હતા ને અહીં અણદા ભક્તને મહારાજ ભેળા તેડવા આવ્યા હતા. પછી જ્યારે કચ્છમાં સ્વામીશ્રી આવ્યા ત્યારે કહ્યું જે, ‘અણદા ભક્તને અમે મહારાજ સાથે તેડવા આવ્યા હતા ત્યારે પ્રકાશ જોઈને તમારા ભત્રીજા ગોવિંદ ભક્તને બીક લાગી હતી; તેમને તમે ધીરજ આપી હતી.’ મોટા હજારો ગાઉ છેટે રહેતા હોય ને હરિજનને વચન આપે જે, ‘આપણે જુદા નથી, ભેળા જ છીએ’ તો તેને આવરણ ટળી જાય.”

એમ વાત કરીને બોલ્યા જે, “મોટાનો સમાગમ કરવા જઈએ ને મોટાને સેવા, સમાગમ, ભક્તિએ કરીને રાજી કરીએ અથવા મોટા રાજી થાય ને રૂડા આશીર્વાદરૂપ તેનું ફળ અહીં પ્રત્યક્ષ જીવના જોયામાં આવે નહિ, તેથી કૃતાર્થપણું મનાય નહિ. જેમ સુદામાજી શ્રીકૃષ્ણ ભગવાન પાસે ગયા, તેમની સેવા અંગીકાર કરીને તેમનું દારિદ્ર કાપીને કંચનના મહેલ કર્યા હતા, પણ સુદામાને ખબર પડી નહોતી તેથી માર્ગમાં જતાં શ્રીકૃષ્ણને વિષે ગુણ-અવગુણના ઘાટ થતા. પણ જ્યારે કંચનના મહેલ દેખ્યા ત્યારે મહિમા જાણ્યામાં આવ્યો. તેમ મોટાના આશીર્વાદનું ફળ  જ્યારે ધામમાં જાય ને દેખે ત્યારે મહિમા સમજાય.”  II ૧૧૬ II

On the day of Bhadarva 14th, Bapashri, showing his favour, talked.  He said, “Shriji and Muktas want Jivas get attached to Murti by making them unattached from all material objects. When Jiva becomes satsangi at first it has light as much as the firefly has.  By and by light increases and it become luminescence and also become the form of Purushottam.  Just as firewood becomes the form of fire by coming in contact with fire.  Similarly Jiva becomes the form of Purushottam by coming in contact with Muktas who have become the form of Purushottam.  Therefore one should associate with great Anadi Mukta but not to associate with modern Muktas.  In their contact work remains half done. In satsang one should recognise the satsang-it is not recognised by those whose good deeds are less.  The thought of Muktas appear in innumerable forms. Just as thousands of thought forms of Gopalanand Swami moved about for the benefit of Jivas, and in same way as Shri Sachchidanand Swami’s thought form came to Shriji Maharaj in Gadhada.  When Shriji Maharaj goes to fetch Jiva, Muktas also go with Him.  Sadguru Shri Nirgundasji Swami was in Amdavad and he came here with Maharaj to fetch Anada Bhakta.  When Swami came to Kutch he said, “When I came with Maharaj to fetch Anada Bhakta, your nephew Govind Bhakta was afraid by seeing bright light. You gave him consolation.”  If Muktas are thousands of miles away and give promise to devotees that they are not separate, they are together, their cover will be removed.  After the talk he said, “If we go to associate with Muktas and please them by our service, association, devotion, or they are pleased by any other way, the fruit of their blessings can not be seen physically by Jivas so their obligation will not be accepted.  Just as when Sudamaji went to Lord Krushna his poverty was removed by accepting his service and made him very rich by giving him palace of gold and other things but Sudamaji did not know it.  Therefore on the way to his home he had good thoughts as well bad for Shri Krushna, but when he saw his golden palace, he realized Lord’s greatness.  Similarly the fruit of Muktas’ blessings will be seen when he goes to Akshardham. Then only Muktas greatness will be realized. || 116 ||