Gujarati / English

ભાદરવા વદ-૦)) અમાસને રોજ સભામાં સરસપુરના પ્રાણશંકરભાઈએ પૂછ્યું જે, “પોતાનું પૂરું થયું કેમ જણાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજની કથા, વાર્તા, ધ્યાન, ભજન આદિક જે સાધન કરે તે પોતાને અર્થે ને બીજા સર્વેને અર્થે કરે; અને શ્રીજી મહારાજ તથા મુક્તને આગળ રાખે ને દાસપણું મૂકે નહિ એવાં લક્ષણ હોય ત્યારે પૂરું થયું જાણવું. જો બીજાને જાળવવા જાય ને પોતાનું તપાસે નહિ તો પૂરું થાય નહિ.”

તે ઉપર સોરઠના હરિભક્તની વાત કરી જે, “બીજાને વાર્તા કરીને ધામમાં મોકલ્યા ને પોતાને ચાર જન્મ ધરવા પડયા ત્યારે પૂરું થયું. ક્યાં મહારાજ ને મુક્ત! ને ક્યાં જીવ! આ તો થોડાકમાં ઘણી પ્રાપ્તિ થઈ છે. બીજે ધોડા કરાય એટલો મહારાજનો મહિમા ઓછો છે. મહાપ્રભુજીને અંતર્યામી જાણીએ તો કોઈ ઘાટ-સંકલ્પ થાય નહિ  ને મૂર્તિને વિષે જ આનંદ આનંદ રહે. મહારાજની મૂર્તિમાં જ સુખ છે, બીજે બધે તો રોગી (એકલી) વાની ઊડે છે.

પરોક્ષ શાસ્ત્રમાં અવતારાદિકનો મહિમા કહ્યો હોય, પણ તેમને આજના મુક્તનાં દર્શન નથી. આ સમયે તો મૂળ સ્વરૂપ જે શ્રીજી મહારાજ તે પ્રાપ્ત થયા, અનાદિમુક્ત પ્રાપ્ત થયા અને નિર્ગુણ એવું જે તેજરૂપ ધામ તે પ્રાપ્ત થયું. આ વખતમાં તો એવા મોટા પધાર્યા છે તે જો એમને મન સોંપી દે ને મન, કર્મ, વચને અનુવૃત્તિમાં રહે તો તેનાં સર્વ કામ સંપૂર્ણ થઈ રહ્યાં છે અને સર્વે સુખ પ્રાપ્ત થઈ રહ્યાં છે. અવતારાદિક તથા તેમના પાર્ષદ પોતાના મોક્ષને અર્થે સત્સંગમાં આવ્યા હોય તે આવા અનાદિમુક્તનો વિશ્વાસ લાવીને જોગ કરે ને મહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે મોક્ષને પામે. જો વિશ્વાસ ન લાવે ને પ્રથમનું પરિપક્વ થયેલું હોય તે તેમને તેમ જ રહે તો ફેર સત્સંગમાં આવે ને જ્યારે આવું જ્ઞાન થાય ત્યારે આત્યંતિક મોક્ષને પામે.

“માટે મોટાનો વિશ્વાસ લાવીને જો તેમની સાથે પોતાના જીવને જડી દે તો મોટા તેને મૂર્તિના સુખે સુખિયો કરે. જેમ કમળનો કંદ કાદવમાં ચોંટયો હોય ત્યારે તેને જળ પોષણ કરે છે ને સૂર્ય ખીલાવે છે, પણ જ્યારે કાદવમાંથી કમળનો કંદ જૂદો પડી જાય છે ત્યારે તેનું તે જળ કમળને સડવી નાખે છે અને તેના તે સૂર્ય તે કમળને સૂકવી નાખે છે. તેવી રીતે મોટા મુક્તને વિષે જે જીવ મન-કર્મ-વચને જોડાય તેનું મોટા પોષણ કરે છે અને મોટાને વિષે ન જોડાય તેનું મોટા પોષણ કરતા નથી; માટે કમળની પેઠે મોટાને વિષે ચોંટી જવું.”  II ૧૧૭ II

On the day of Bhadarva Vad 30th, Pranshankarbhai of Saraspur asked a question in the assembly, “How can one know that he has been fulfilled?”  Bapashri replied, “It can be only known when one adopts the means like Shriji Maharaj’s katha-varta, meditation, devotional songs, etc and he does everything for himself as well for others and feels that it is done by Shriji Maharaj and Muktas and not by him and does not give up the feelings of service as a servant.  If such characteristics are there, it should be known that it has been fulfilled.  If one cares for others and does not care for himself it will not be fulfilled. For example a devotee of Sorath sent others to Akshardham by giving discourses but he himself had to take four births then it was fulfilled.  What to talk about Maharaj and Muktas and what is the position of Jiva!  Much has been achieved by less effort.  If one goes elsewhere means, he has less importance of Maharaj. If we take Mahaprabhuji as omnipotent, no thoughts will arise and there will be constant happiness in Murti only.  There is happiness only in Maharaj’s Murti, whereas there is nothing to admire. 

The greatness of incarnation etc has been said in paroksha scripture but there is no darshan of today’s Muktas to them. At this time the basic form which is Shriji Maharaj is achieved. Anadi Muktas are achieved and attributeless (nirgun) which is abode in the form of luminescence is achieved.  Such Muktas have come in present time. If mind is surrendered to them and remains under their commands by mind, deeds, and words, all his works are completed and all happiness is got everywhere.  When incarnation etc along with their Parshads come in satsang for the purpose of liberation and if they associate with such Anadi Muktas keeping faith in them, and if knowledge of Maharaj’s form is realized, they will be liberated.  If faith is not kept and achievement which has been made previously, it will remain as it is.  When they come in satsang again and when such knowledge is had, they will get ultimate liberation.  Therefore if one keeps faith in Muktas and get its Jiva attached to them, Muktas will make him happy in the happiness of Murti.  Just as the root of the lotus is stuck in mud and when water nourishes it and the sun blooms it but when the root of lotus separates from mud, the same water rots the lotus and the same sun dries it.  Similarly Jiva which gets attached to great Muktas by mind, deed and words, it is nourished by Muktas and if not, they do not nourish it.  Therefore one should get stuck to Muktas like lotus. || 117 ||