Gujarati / English

સંવત ૧૯૬૯ની સાલમાં અશ્લાલીનાં કંકુબાએ અમદાવાદમાં સત્સંગીભૂષણનું પારાયણ કરાવ્યું હતું ત્યારે બાપાશ્રી ભુજમાં ફૂલદોલોત્સવ કરીને ત્રીસ-ચાલીસ હરિજનોએ સહિત અમદાવાદ પધાર્યા હતા. તે કથાની સમાપ્તિ ચૈત્ર સુદ-૯ને રોજ હતી. પછી બાપાશ્રી રનોડા, ધોળકા થઈને જેતલપુર, અશ્લાલી, ગામડી થઈને બારેજડી, બળદેવભાઈની મિલમાં થઈને સરસપુર થઈ કડી થઈ દેવપરે ચૈત્ર વદ-૩ને રોજ પધાર્યા. ત્યાં ચૈત્ર વદ-૧ને રોજ પારાયણ બેસાર્યું હતું, તેની સમાપ્તિ ચૈત્ર વદ-૭ને રોજ થઈ. તે દિવસે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીને બીજે દિવસે ચાલ્યા તે વિરમગામ, મૂળી થઈને કચ્છ્માં પધાર્યા. ત્યાં સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ એ ત્રણે બાપાશ્રીની સાથે ગયા હતા. તે અખાત્રીજને રોજ ભુજ ગયા. ત્યાં થોડાક દિવસ રહીને વૈશાખ સુદ-૧૧ને રોજ વૃષપુર પધાર્યા.

વૈશાખ સુદ-૧૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “એક સમયને વિષે પર્વતભાઈ તથા મયારામ ભટ્ટ આદિ ઘણા સત્સંગીઓ ગઢ્ડે શ્રીજી મહારાજનાં દર્શન કરવા ગયા હતા. ત્યાં પર્વતભાઈએ શ્રીજી મહારાજની પ્રાર્થના કરી જે, ‘હે મહારાજ! અમારે ત્યાં અગત્રાઈમાં મોટામાં  મોટા સંતનું મંડળ છ મહિના રહેવા મોકલવા કૃપા કરશોજી.’ એમ કહીને ઘેર ગયા.

“પછી શ્રીજી મહારાજે અનાદિમુક્ત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને મંડળધારી કરીને એમની સાથે સંતદાસજી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રામદાસભાઈ, આત્માનંદ સ્વામી આદિ ત્રીસ સદગુરુઓને જવાની આજ્ઞા કરી. ત્યારે રામદાસભાઈ બોલ્યા જે, ‘હે મહારાજ! ગોપાળાનંદ સ્વામી વિના બીજા મોટા સંતને મંડળધારી કરો તો ઠીક, કેમ જે એ તો બાર મહિનાથી સાધુ થયા છે.’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘આ તો અમારી મૂર્તિમાં રહેનારા અનાદિ મહામુક્ત છે અને સૌથી મોટા છે માટે તેમને મોકલજો એમ પર્વતભાઈ કહી ગયા છે તેથી એમને મંડળધારી કર્યા છે. તો તમે સૌ એમની આજ્ઞામાં રહેજો, પણ જૂનાપણાનું અભિમાન રાખશો નહિ.’ એમ કહીને પછી સંતદાસજીને કહ્યું જે, ‘તમે ગોપાળાનંદ સ્વામી પાસે છ મહિના રહેજો; પણ બીજે ક્યાંય જશો નહિ. એવી રીતે અગત્રાઈ જવાની સર્વેને આજ્ઞા કરી.

“પછી તે સર્વે ગયા.  ત્યાં શ્રીજી મહારાજના મહિમાની ને સુખની વાતો ગોપાળાનંદ સ્વામી તથા પર્વતભાઈ બન્ને વારાફરતી કરતા હતા. તે સાંભળીને સર્વે સંત તથા હરિજનો તથા ફરતાં ગામોના હરિજનો બહુ જ આનંદ પામતા હતા.

“એવામાં પર્વતભાઈના દીકરા મેઘજીભાઈને અડસઠ તીર્થ કરવા જાવાની ઈચ્છા થઈ તેથી પર્વતભાઈને કહ્યું જે, ‘મારે અડસઠ તીર્થ કરવા જાવું છે.’ ત્યારે પર્વતભાઈએ કહ્યું જે, ‘અડસઠ તીર્થ તો દર્શન કરવા તથા માથે રજ ચઢાવવા આપણા ફળિયામાં નિત્ય આવે છે.’ ત્યારે મેઘજીભાઈએ કહ્યું જે, ‘એમ તીર્થ રજ લેવા આવતાં હોય તો લોકો હજારો રૂપિયા ખરચીને તીર્થ કરવા શા સારુ જાય? એ તો તમારે ખરચી આપવી પડે એટલા સારુ સમજાવો છો, પણ મારે તો અવશ્ય જાવું છે.’ પછી તેને પર્વતભાઈએ ભાતું-ખરચી આપ્યાં ને તે તીર્થ કરવા નીકળ્યા.

“પછી પર્વતભાઈએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે, ‘છોકરો તો તીર્થ કરવા ગયો.’ ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, ‘તમારા ચરણમાં તીર્થ છે તે બતાવ્યાં હોત તો ન જાત. હું એને પાછો વાળી લાવું.’ એમ કહીને સ્વામી ચાલ્યા તે વાટમાં મેઘજીની આગળ થઈ ગયા. મેઘજીને પૃથ્વીથી ગજ ઊંચા સ્વામી ચાલતા દેખાયા ને એમના ચરણમાં શ્વેત તેજોમય અડસઠ તીર્થ દેખાયાં તેમાં કેટલાંક તો ચરણનો સ્પર્શ કરે અને કેટલાંક તો માથે રજ ચઢાવે ને કેટલાંક તો દંડવત કરે ને કેટલાંક તો પ્રાર્થના કરે. એવી રીતે જોઈને મેઘજી બોલ્યા જે, ‘સ્વામી આ તમારાં ચરણ તળે શ્વેત-તેજોમય મૂર્તિઓ છે તે કોણ હશે?’ ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘કેટલી છે? ગણી જો.’ પછી તેણે ગણી તો અડસઠ થઈ. ત્યારે કહ્યું જે, ‘અડસઠ છે.’ ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘એ અડસઠ તીર્થ છે.’  પછી મેઘજીએ કહ્યું જે, ‘હું તીર્થ જતો હતો તે હવે નહિ જાઉં.’ એમ કહીને પાછા વળ્યા ને સ્વામીશ્રી પણ પાછા વળ્યા.

“રસ્તામાં આવતાં સ્વામીશ્રીએ વાત કરી જે, ‘તમારા પિતાશ્રીનાં ચરણમાં પણ તીર્થ સદાય રહે છે.’ ત્યારે મેઘજીએ કહ્યું જે, ‘મારા દેખ્યામાં કોઈ દિવસ આવ્યાં નથી.’ પછી સ્વામીશ્રીએ કહ્યું જે, ‘તમે કહેશો તો બતાવશે.’ એમ કહીને સ્વામીશ્રી ઉતારે ગયા ને મેઘજીભાઈએ ઘેર આવીને પર્વતભાઈને વાત કરી જે, ‘સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ એમનાં ચરણમાં તીર્થ બતાવ્યાં અને તમારાં ચરણમાં તીર્થ છે એમ કહ્યું છે માટે મને બતાવો.’ પછી પર્વતભાઈએ પોતાનાં ચરણમાં બતાવ્યાં.

“શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ સંતો તથા પર્વતભાઈ આદિ ઘણા હરિજનો સાંજ વખતે દરરોજ કૂવે નાહવા જતા ત્યાં નાહીને એક વૃક્ષ તળે બેસીને માનસી પૂજા કરીને પછી શ્રીજી મહારાજના મહિમાની ઘણીક વાર્તાઓ નિત્ય કરતા. એક વાર વાર્તા સાંભળીને વૃક્ષને ઘણો જ આનંદ થયો તેથી ખડખડ હસવા માંડ્યું.

“ત્યારે સભામાં બેઠેલા હરિજનો બોલ્યા જે, ‘વાયુ વિના આ ઝાડ કેમ ખખડતું હશે?’ ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, ‘એ ઝાડ હસે છે.’ ત્યારે હરિજનો બોલ્યા જે, ‘ઝાડને હસવાનો ધર્મ નથી.’ પછી પર્વતભાઈ બોલ્યા જે, ‘પૂછી જુઓ.’ પણ કોઈ પૂછતા ન હતા. ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, ‘સત્પુરુષ જે બોલે તે સત્ય હોય, માટે વિશ્વાસ લાવીને પૂછો.’

“પછી હરિજનોએ પૂછ્યું ત્યારે ઝાડ બોલ્યું જે, ‘આ સભા શ્રી પુરુષોત્તમ ભગવાનની છે તે મારે છાંયે બેઠી છે તેથી મારે સેવા થઈ, ને વળી શ્રીજી મહારાજના મહિમાની વાતો સાંભળીને જ્ઞાન થયું, ને મોટા મોટા અવતારાદિકને તથા બ્રહ્મકોટિને તથા અક્ષરકોટિને પણ દુર્લભ એવા આ મુક્તોનાં મારે દર્શન થયાં; માટે મારો છેલ્લો જન્મ થઈ ગયો. હવે મારે ફેર જન્મ ધરવો નહિ પડે અને શ્રીજી મહારાજની મૂર્તિમાં તમારા ભેળે આવીને હું બેસીશ ને તમારા જેવું સુખ ભોગવીશ. તેનો આનંદ આવવાથી હું હસું છું.’ એવો મહિમા મોટાનો છે.

“એ છ મહિના સુધી શ્રી ગોપાળાનંદ સ્વામી તથા પર્વતભાઈએ અગત્રાઈના સીમાડામાં કાળને પેસવા દીધો નહિ. ત્યારે કાળે શ્રીજી મહારાજ આગળ પ્રાર્થના કરી જે, ‘હું અગત્રાઈના સીમાડામાં જાઉં છું ત્યારે મને શ્રી ગોપાળાનંદ સ્વામી તથા પર્વતભાઈ બાળે છે તેથી મારાથી જવાતું નથી; માટે હું કેમ કરું?’ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘તું ન જઈશ. તારું કામ હશે તે એ કરશે. એમની મરજી થાય ત્યારે જજે, નહિ તો બળી મરીશ.’ એ છ મહિમા સુધી ગામમાં તથા સીમાડામાં જે જીવ મરે તે સર્વેને શ્રીજી મહારાજ પાસે લઈ જતા હતા.

“પછી શ્રીજી મહારાજે શ્રી ગોપાળાનંદ સ્વામીને કાગળ લખ્યો જે, ‘છ મહિના પૂરા થયા; માટે બીજા ગામોમાં ફરવા જજો.’ પછી શ્રી ગોપાળાનંદ સ્વામી મંડળે સહિત ત્યાંથી નીકળ્યા તે ગામડાંમા ફરતાં ફરતાં આવતા હતા ત્યાં મારગમાં ચાલતાં એક કૂવો આવ્યો ત્યારે નાહવા ઊતર્યા. ત્યાં પ્રથમથી જ આઠ બ્રાહ્મણો ઊતરેલા હતા તેમણે સાધુ દેખીને સાધુની તથા શ્રીજી મહારાજની નિંદા કરવા માંડી. એટલામાં તે આઠેને કોગળિયું આવ્યું. પછી તો સ્તુતિ કરવા માંડી જે, ‘શ્રી સ્વામિનારાયણ સાક્ષાત્ ભગવાન જગતના કર્તા-હર્તા છે ને તમે સર્વે સંત મુક્ત છો ને સ્વતંત્ર છો ને અમારા જેવા પામર જીવનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો. માટે અમારા નીચ કૃત્ય સામું ન જોતાં તમારા બિરદ સામું જોઈને તમારે પ્રતાપે કરીને અમારી રક્ષા કરો.’ ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘અમે નાશવંત એવો જે દેહ તેની રક્ષા તો નહિ કરીએ, પણ તમારા જીવની રક્ષા કરશું.’ એમ બોલીને સર્વે સંતોના દેખતાં એ સર્વેને વિમાનમાં બેસારીને ધામમાં મોકલી દીધા.

“પછી સર્વે સંત શ્રીજી મહારાજ પાસે ગઢડે આવ્યા અને સંતોએ શ્રીજી મહારાજને કહ્યું જે, ‘શ્રી ગોપાળાનંદ સ્વામીએ આઠ બ્રાહ્મણ આપણી નિંદા કરતા હતા તેમને અક્ષરધામમાં મોકલ્યા તે ઠીક ન કર્યું.’ પછી શ્રીજી મહારાજે કહ્યું જે, ‘આ ટાણે સો-બસો મેમાન આવે તેમની ખાવા-પીવાની સરભરા કરવાની સત્સંગીઓને ભલામણ કરવી પડે તેમાં કોઈ સત્સંગી આપણા કહ્યા વિના જ સર્વે મહેમાનને ઘેર લઈ જઈને ખાવા-પીવાની ખબર રાખે તો આપણે રાજી થઈએ કે નહિ?’ ત્યારે સંતોએ કહ્યું જે, ‘તો તો રાજી બહુ થઈએ.’ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘અમારે કોઈક મુક્તને આજ્ઞા કરવી પડત તે વગર આજ્ઞાએ ગોપાળાનંદ સ્વામીએ મોક્ષ કર્યો તે તો બહુ જ સારું કર્યું.’ એમ શ્રીજી મહારાજ બોલ્યા.”  II ૧૨૧ II

In the Vikram samavat 1969, Kankuba of Ashlali organised Parayan of Satsangi Bhushan in Amdavad.  During that period, Bapashri had come to Amdavad along with thirty-forty devotees after celebration fuldolotswa at Bhuj.  The katha came to rest on the 9th day of Chaitra Sud.  Bapashri came to Devpara on the 3rd day of Chaitra Vad after visiting Ranoda, from Dholka to Jetalpur, Ashlali, from Gamdi to Barejadi, and after visiting Baldevbhai’s mill to Saraspur, from there to Kadi.  The Parayan was organised on 1st day of Chaitra Vad and came to rest on the 7th day of Chaitra Vad.  On that day the ceremony of installing Idols was done and on the next day started for Kutch and on the way he visited Viramgam and Muli.  He was accompanied by Swami Ishwarcharandasji, Swami Muktavallabhdasji and Ashabhai. They went to Bhuj on the day of Akshaytrutya. They stayed there for some days and on the day of Vaishakh Sud 11th they came to Vrushpur. 

On the 12th day of Vaishakh Sud, Bapashri, showing his favour talked.  He said, “Once Paravatbhai, Mayaram Bhatt and many satsangi went to Gadhada for the darshan of Shriji Maharaj.”  There Paravatbhai prayed to Shriji Maharaj and said, “Oh Maharaj! Please arrange to send the biggest group of saints to Agatrai for the period of six months.” Then he went home.  Shriji Maharaj asked Anadi Mukta Sadguru Gopalanand Swami to take the leadership and asked thirty Sadagurus including Santdasji, Vyapakanand Swami, Swarupanand Swami, Krupanand Swami, Gunatitanand Swami, Ramdasbhai, Atmanand Swami, etc to go with Sadguru Gopalanand Swami to Agatrai.  At that time Ramdasbhai said, “Oh Maharaj! It will be better if you give the leadership of the group to any other great saint excepting Gopalanand Swami because he has become saint for the last twelve months only.” Shriji Maharaj said, “He is Anadi Maha Mukta dwelling in my Murti and greatest of all so Paravatbhai has requested to send him, hence I have given him the leadership.  You all remain under his command but do not keep pride of seniority. Saying so he asked Santdasji to stay with Gopalanand Swami for six months but do not go elsewhere.”  Thus all were asked to go to Agatrai. Then all went there.  There Gopalanand Swami and Paravatbhai used to talk about the bliss and greatness of Shriji Maharaj. Hearing this all saints, devotees of surrounding villages were delighted.  In the meantime, Meghjibhai, the son of Paravatbhai, desired to go for sixty eight tirth (places of pilgrimage) so he requested Parvatbhai that he wanted to go sixty eight tirth.  Then Parvatbhai told him that sixty eight tirth daily come here in our compound to have darshan and to put the dust on their heads. Then Meghjibhai asked, “Why do people go to pilgrimage by spending a lot of money if tirths are coming here for taking the dust? You are saying so because you are required to give money for expenditure, but I want to go any how.”  Then Paravatbhai gave him money as well tiffin and he started for tirths.  Paravatbhai told Gopalanand Swami that son had gone on pilgrimage.  Then Gopalanand Swami said, “Had you shown him tirth in your feet, he would not have gone.  I will bring him back.”  Saying so he started and went ahead of Meghji on the way.  Meghji saw Swami walking about one and half feet above the earth and he also saw white luminescence sixty-eight tirth in his feet.  Among some were touching his feet, some were putting dust on their heads, some were prostrating before him and some were praying. Seeing this Meghji asked, “There are white luminescence Murti under your feet-who may they be?” Swami replied, “Count them –how many are they?”  Then he counted and they were sixty-eight. Then he said to Swami that they were sixty-eight.  Then Swami said that they were sixty-eight tirtha.  Then Meghji said that he was going on pilgrimage but now he will not.  Saying so, he and Swami returned. On the way Swami said that tirth always remain in the feet of his father.  Then Meghji said that he had never seen them. Swami said if he has asked, he would saw him. Swami went to his resting place and Meghjibhai came home and told Paravatbhai that Sadguru Shri Gopalanand Swami had shown him tirth in his feet and he also said that there were tirth in your feet, let me see them.  Then Paravatbhai showed tirth in his feet.     

On every evening Gopalanand Swami and saints, Paravatbhai and many devotees used to go to the well for taking bath. After having bath they would perform mental worship and would always talk about the greatness of Shriji Maharaj.  Once a tree was very much pleased on hearing the talk and it started laughing. Then devotees sitting in the assembly asked, “Why does this tree shake without wind?”  Paravatbhai said that the tree was laughing.   Then devotees said that laughing is not the characteristic of the tree. Then Paravatbhai said to ask but no body would ask.  Then Gopalanand Swami said, “When a pious person says something, it is true so ask by keeping faith.  Then devotees asked and tree said that there was assembly of lord Purushottam sitting under my shade so it was its service.  Moreover it got the knowledge by hearing the talk about the greatness of Shriji Maharaj and also had the darshan of such Muktas who are rare even for big incarnations, Brahmkoti and Aksharkoti.  Therefore that was its last birth and would not need rebirth and would enjoy the happiness of Shriji Maharaj’s Murti as you are enjoying by sitting with you. So it was laughing.  Such is the greatness of Muktas.  During that period of six months Shri Gopalanand Swami and Paravatbhai did not allow ‘Kal’ (God of death-yama) to enter the boundary of Agatrai.  Then Kal prayed Shriji Maharaj and said that he was unable to go in the boundaries of   Agatrai because when ever he went, he was burnt by Gopalanand Swami and Paravatbhai.  What should he do about it?  Shriji Maharaj said, “Do not go there.  Your work will be done by them. When ever they desire you can go otherwise you will burnt to death.”  During those six months all Jivas were taken to Shriji Maharaj by them. Then Shriji Maharaj wrote a letter to Gopalanand Swami asking him to go to other villages as six months had already passed. Then Gopalanand Swami along with his group started from Agatrai, they were going from village to village.  On the way there was a well so they stopped there for bath.  Eight Brahmins were already there before them. They started criticizing Shriji Maharaj and saints by seeing saints. In the meanwhile, they all had the attack of cholera. Then they began to praise by saying, Lord Swaminarayan Himself is the controller of the world. You are all saint-Muktas and independent and you are incarnated to liberate wretched Jiva like us.  Therefore do not look at our mean deed and protect us with your power and greatness.”  Then Swami replied, “We shall not protect mortal body but will protect your Jiva.”  Saying so they were sent to Akshardham in a plane in the presence of all saints. Then all saints came to Shriji Maharaj at Gadhada and told Shriji Maharaj that Gopalanand Swami had not done well by sending eight Brahmins who were criticizing us to Akshardham.  Then Shriji Maharaj said, “Shall we not be pleased if some satsangi arranges for meals and show hour hospitality to 100-200 guests who came to us at this time by taking them at his home without telling us? Otherwise we are required to recommend satsangi to arrange for all these.” Then saints said they would be very much pleased. Shriji Maharaj said, “I would have to ask some Mukta to liberate them but Gopalanamd Swami did that work without my asking- so it was well done?”  Thus spoke Shriji Maharaj. || 121 ||