Gujarati / English

વૈશાખ સુદ-૧૪ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. પછી સંતોએ તથા હરિજનોએ ચંદન ઉતારીને બાપાશ્રીને બધે શરીરે ચર્ચ્યું.

પછી બાપાશ્રી બોલ્યા જે, “આજ અમે નૃસિંહ વેષ બનાવ્યો હે; તે સર્વેના કામ, ક્રોધ, લોભાદિક શત્રુ માત્રનો નાશ કરી નાખ્યો.”

પછી ‘પ્રહલાદ કી અતિ પીડા પીછાની નૃસિંહ વેષ બનાવ્યો રે’ એ કીર્તનની ટૂંક બોલ્યા અને કહ્યું જે, “અમે આજ આ સભાના શત્રુ મારી નાખ્યા.” એ વર આપ્યો.

પછી વાત કરી જે, “મોક્ષાર્થીને તો અષ્ટ સિદ્ધિઓ ને નવ નિધિઓ હાજર થાય છે ને વાંસે ફરે છે, પણ તેને ગ્રહણ કરવી નહિ. હરિજનો કેટલી મહેનતે પૈસા પેદા કરે છે. માટે રસોઈ આપે તોપણ અકેકો લાડુ લેવો ને બીજા રોટલા જમવા, પણ મળે તેટલું ગ્રહણ કરવું નહિ; તો જ મંદવાડ એટલે રાગ જશે ને મૂર્તિ આવશે, પણ રાગરૂપી મંદવાડ ટાળ્યા વિના મૂર્તિ આવે નહિ. માટે રોગ ટાળવા ને સારી વસ્તુનો ત્યાગ કરવો. અમને તો ગુવારનું શાક ને તેમાં છાશ નાખેલી ને બાજરાનો રોટલો અને સાંજે મઠની ખીચડી એ જ ગમે છે, પણ ભારે વસ્તુ ગમતી જ નથી. તમારે પણ એમ કરવું. પણ લાવો વસ્ત્ર, લાવો ગાદી-તકિયા, એમ ન ઈચ્છવું.

“આપણે કોને વર્યા છીએ? શ્રી પુરુષોત્તમ નારાયણને વર્યા છીએ. અબળાએ અબળાને પરણવું નહિ. ‘અબળા અબળાને શું પરણું સાહેલી રે’.

“મોટા પુરુષો આગળ ગોળા જમતા ને ગૃહસ્થ પણ કોદરા, બાવટો, બંટી જમતા; માટે બધું ખોટું કરી નાખવું. અમારે તો રોટલી ચોપડાય નહિ, ખીચડીમાં ઘી હોય નહિ, ગળ્યું-ચીકણું કાંઈ ગમે જ નહિ, તેના સાક્ષી તમો છો. માટે આ લોકના વૈભવ ત્યાગ કરવા. આ  પાપરૂપ દેહમાં ઘાલીએ તો તેમાં શું વળ્યું? તાવ આવે છે, તોપણ જમવાનું મુકાવી દે છે. જો મંદવાડનું મુકાવ્યું મુકાય છે, તો શ્રીજી મહારાજનો મહિમા જાણ્યો હોય તો કેમ ન મુકાય? માટે સર્વે આસક્તિ ટાળીને એક મહારાજની મૂર્તિમાં જોડાવું. આ ભેગા થયા તેનો લાભ તો જ લીધો કહેવાય.

“દાકતરી ઔષધ ખાવું નહિ ને અજાણમાં ખવાઈ ગયું હોય તો એક ઉપવાસ કરવો. કોઈક્ને દેહની સાધ્ય ન હોય તેને કોઈકે ખવરાવ્યું હોય તે જ્યારે જાણ્યામાં આવે ત્યારે એક ઉપવાસ કરવો. આજ શ્રીજી મહારાજ પ્રગટ વૈદ મળ્યા છે. માટે એમની ઈચ્છા પ્રમાણે થતું હોય તેમ થવા દેવું, પણ ઔષધથી મટાડવાનો સંકલ્પ કરવો નહિ.”

પછી સર્વે મંદિરમાં આવ્યા.  II ૧૨૩ II

On the evening of Vaishakh Sud 14th, Bapashri, all saints, devotees went to Kakarwadi to bathe. Then saints and devotees applied sandal wood paste on the whole body of Bapashri. Then Bapashri said, “Today I am in the attire of Nrusinha.  So everybody’s enemies viz., passion, anger, greed, etc have been destroyed by me. ‘Prahladki ati pida pichhani Nrushiha vesh banavyo re’ after referring the all enemies of the line of this kirtan he said that on that day all the enemies of this assembly were killed. Such blessings were given.  Then he said the seeker of liberation is endowed with Ashtasiddhi, Navniddhi (supernatural powers) and they are around him but he should not adopt them.  Devotees earn livelihood by doing hard labour. Therefore, evenif they offer meals, we should take one laddu only and eat loaves but should not take as much it is given. Then only illness means attachment will go and Murti will be realized. But without curing illness of attachment Murti will not be realized. Therefore attachment should be avoided and taste for good things should be given up. I like vegetable –guvar added with buttermilk and loaf of millet and in the evening hotchpotch of math but do not like sweets and costly things.  You also should do similarly but never desire for clothes, mattress, cushion, etc.  Whom are we married to? To Purushottamnarayan. A woman should not marry a woman. ‘Abala abala ne shun paranu sahelee re’.  Formerly great Muktas used to eat only flour added with water and house-holders also used to eat kodara, bavto, banti (a kind of coarse grain) therefore everything should be discarded. I do not apply ghee to chapatis nor to hotchpotch and do not like sweet or oily substance. You are the witness of it.  Therefore the luxuries of this world should be discarded. What is the gain if we give to this body which is the form of sin?  Even the fever forces one to give up food. It is given up when compelled by fever, then why is it not possible after knowing the greatness of Shriji Maharaj?  Therefore all attachment should be avoided and get attached to only in Maharaj’s Murti.  Then only it can be said that benefit of this assembly is taken. Doctor’s medicine should not be taken and if it is taken unknowingly, a fast should be observed.  When one is unconscious and somebody has given him medicine, a fast should be observed when it is known. Today we have met Shriji Maharaj Himself as a doctor. Therefore it should be allowed to happen as He wishes but should not think of curing by medicine. Then all came to temple. || 123 ||