Gujarati / English

ફાગણ સુદ-૩ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “તમોને છેલ્લો મુદ્દો હાથ આવ્યો છે, કેમ જે બધી સભાઓ ભેદીને છેલ્લા શ્રીજી મહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત મળ્યા છે. આવો ભાવ આ મુક્તને વિષે રહે તો સુખી થવાય ને રાગ માત્ર ટળી જાય. આ તો છેલ્લા મુક્ત છે, તે મહારાજના સુખમાં વળગાડે છે. તમે કોઈક ઠેકાણે ધૂણીપાણી કરેલાં છે (સેવા કરેલી છે) તેથી તમને આ જોગ મળ્યો છે. મોટાના ભેળા પૂર્વે જે રહેલા હોય તે જ મોટાને ઓળખે છે. ‘દરદીની વાતો દરદીડા જાણે, બેદરદીને શું ભણીએ?’ તમારે તો અનાદિ ને મહારાજ ઢૂંકડા આવ્યા છે, માટે માયાનાં કાર્ય એટલે શ્રીજી મહારાજની સત્તાનાં કાર્ય જે અક્ષરકોટિ આદિ તેમાં લેવાવું નહિ. જે એ અક્ષરાદિકમાં તથા એનાં કાર્યમાં હેત રાખે તેને મહારાજનો મહિમા સમજાણો જ નથી. તમને તો પ્રત્યક્ષ વાદળી છૂટી પડી છે ને કાળ, કર્મ, માયા ને સ્વભાવ સર્વેને કાઢી નાખ્યા છે.

“વેપાર કરવા આવે તે લાખો-કરોડો રૂપિયા કમાઈને જાય ને કોઈક ઠાલા પણ જાય. જો આવા મુક્તને ઓળખે નહિ તો ઠાલા ગયા જેવું છે, અને જો આવા મોટાનો અભાવ આવે તો લાખો-કરોડોની ખોટ જાય; એટલે કે કલ્યાણના માર્ગમાંથી પડી જાય. યોગમાર્ગવાળા પોતે ધણી થઈ પડે  છે ને છેલ્લું પગથિયું માને છે, પણ એ તો પહેલું પગથિયું છે ને અધવચ રહે છે. તમને જે મુદ્દો મળ્યો છે તે ખરેખરો છેલ્લો અવધિ છે; માટે જે કરવાનું છે તે કરી જ લેવું, પણ વર્ણનું કે આશ્રમનું માન આવવા દેવું નહિ. સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી શ્રીજી મહારાજની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત હતા, પણ કોઈકે જ ઓળખ્યા હશે. જે એવા હોય તે ઓળખે, અને એમની કૃપાથી ને સેવાથી ને અનુવૃત્તિમાં રહેવાથી મુમુક્ષુ પણ ઓળખે. આ મુક્ત તો શ્રીજી મહારાજની મૂર્તિમાં રસબસ રહીને બોલે છે; માટે શ્રીજી મહારાજ બોલે છે એમ જાણજો. આ ખાનગી એટલે એકરુચિવાળાની સભામાં સુખ વિશેષ આવે. તમારે તો જીતનો ડંકો વાગી ગયો છે; માટે તરુણ અવસ્થાનો ભાવ આવવા દેવો નહિ. આ લોકમાંથી પૃથક્ થઈ જાવું.”

એટલી વાર્તા કરીને પછી ખારેકો તથા ટોપરાની પ્રસાદી વહેચવા માંડી ને બોલ્યા જે, “આ પ્રસાદી તો અક્ષરધામની છે ને દિવ્ય છે.”

પછી કેરીની પ્રસાદી વહેંચવા માંડી ને બોલ્યા જે, “આ કેરી ન જાણશો. આ તો મૂર્તિ અપાય છે ને એમાં હેત-રુચિવાળાનો સરખો ભાગ છે; પણ આજ્ઞા, નિયમ, ધર્મમાં ખબરદાર રહેવું જોઈશે. જેમ બાળકનું પ્રારબ્ધ એનાં માવતર છે, તેમ તમારું પ્રારબ્ધ શ્રીજી મહારાજ ને મુક્ત છે, તે રક્ષા કરીશું ને જ્યાં પહોંચવાનું છે ત્યાં અમે પહોંચાડશું.

“જ્યાં મોટા મુક્ત રહેતા હોય તે નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય ત્યાં ધ્યાન-ધારણા જે જે કરે તે થોડું કરે તોપણ ખરેખરી શાંતિ થઈ જાય. તીર્થને પણ પવિત્ર કરે એવા સંત એટલે મુક્ત તમારે ઘેર છે. ગંગાનું પાપ સંત ટાળે છે. સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અમારે કૂવે નાહતા હતા તે પાણી લક્ષ્મીરામભાઈ માથે ચઢાવી ને બોલ્યા જે, ‘આ પાણી સર્વે તીર્થ કરતાં અધિક છે ને જે માથે ચઢાવે તેના પંચ મહાપાપ બળી જાય ને મોક્ષ થાય એવું છે.”‘

વાર્તાની સમાપ્તિ કરી.  II ૧૨૮ II

On the noon of Fagan Sud 3rd, Bapashri showing his favour, talked.  He said, “You have got the last main point because Anadi Mukta dwelling in Shriji Maharaj’s Murti have met you after bypassing all assemblies.  If such feeling is kept for such Mukta, one can be happy and all attachment will disappear. This is the topmost Mukta and getting attached to bliss of Maharaj.  You have done service somewhere so you have got this chance.  Those who have remained with Muktas formerly only know Muktas. ‘Dardini vato dardida jane, be dardine shu bhanie’(the pain is known by patient only; how can other know it?) Maharaj and Anadi Mukta have come near you. Therefore one should not get tempted by work of illusion i.e. the works Shriji Maharaj’s authority means Aksharkoti, etc. Those who have love for Akshar etc and in their works have not understood the greatness of Maharaj.  For you cloud itself has separated (you have got the bliss of Maharaj and Muktas in all respect from all side) and Kal (god of death) Karma (activities), illusion and nature all have been driven out. Those who come for business make profit of millions of rupees. On the other hand some go empty handed also. If one does not recognise such Mukta, it is like going empty handed and if there is disliking of such Mukta there will be a loss of millions of rupees that means he will fall from the path of salvation. The followers of yoga consider themselves as perfect and believe that this is the final stage for liberation but it is the first step and remains in the middle.  The chance which you have got is really the topmost opportunity. Therefore what has to be done must be done but pride of varna or ashram should not be allowed to interfere. Sadguru Shri Nirgundasji Swami was Anadi Mukta dwelling in Shriji Maharaj’s Murti. But a few would have known him. Those who are like him know him and mumukshu remaining in their command and in their service know him by his grace. This Mukta speaks by remaining immersd in Shriji Maharaj’s Murti, therefore know that Shriji Maharaj speaks. In this secret assembly means all following same principle more bliss comes. For you there is proclamation of victory. Therefore the feeling of youth should not be allowed. Get detached from this world.  After this talk, Prasad of dry date and coconut was distributed and said that it was the Prasad of Akshardham and it is divine. Then Prasad of mango was distributed and said that do not consider it as mango. Murti is being given and there is equal part for those having love and common liking but we should be alert in command, rules, dharma. Just as the fate of child is its parent. Similarly your fate is Shriji Maharaj and Muktas and you will be protected and will make you reach where you have to reach.  The area where great Muktas dwell is known as naimisharanya. If meditation, dharana, etc whatever is done even in a small way, real peace will be achieved. The Mukta who even makes tirth holy is at your door.  The sin of Ganga is done away by saints. Sadguru Shri Nirgundasji Swami was taking bath at our well and Laxmirambhai putting that water on his head said, “This water is more than all tirth and whosoever puts it on his head his five great sins will be burnt and will be liberated.” The talk came to end.        || 128 ||