Gujarati / English

વૈશાખ વદિ-૭ની રાત્રિએ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ નદી, તળાવ, સમુદ્ર તે પાણીને રહેવાનાં પાત્ર છે તેમાં સમુદ્ર શ્રેષ્ઠ પાત્ર છે. માટે સમુદ્ર જેવો પાત્ર થાય ત્યારે મહારાજની મૂર્તિ દેખાઈ આવે. જેમ વીજળીનો સંચો ચાલે છે ને તેમાંથી ધુમાડો ચાલે છે તેના દીવા થઈને પ્રકાશ કરે છે, ને જ્યારે સંચો બંધ થઈ જાય છે ત્યારે દીવાનો પ્રકાશ પાછો વળી જાય છે. એ દૃષ્ટાંતનું સિદ્ધાંત એ છે કે જે સંચાને ઠેકાણે શ્રીમહાપ્રભુજીની મૂર્તિ છે અને ધુમાડાને ઠેકાણે શ્રીજી મહારાજનું સુખ છે ને દીવાને ઠેકાણે મુક્ત છે. જેમ દીવો પ્રકાશ કરી આપે છે તેમ મુક્ત મહારાજનું સુખ લઈને જીવોને આપે છે. મુક્ત વિના પરબારું મહાપ્રભુજીનું સુખ કોટિ સાધને પણ મળતું નથી. તે પણ પાત્ર પ્રમાણે મળે છે. અને જો ગ્રહણ કરનાર પાત્ર ન હોય તો જેમ દીવાનો પ્રકાશ પાછો સંચામાં વળી જાય છે તેમ પાછું મહારાજ પાસે જતું રહે છે.

“વળી બીજું દૃષ્ટાંત: જેમ વીજળીનો ઝબકારો પૃથ્વી ઉપર આવીને પાછો આકાશમાં મેઘની ઘટામાં જતો રહે છે તેમ. માટે મુક્ત દ્વારે જ મહારાજ સુખ આપે છે ને પોતે તો અકર્તા રહે છે; તોપણ મહારાજની મરજી વિના મહારાજના ગુણ કે જ્ઞાન કે મૂર્તિ કોઈ મુક્તથી આપી શકાય નહિ. એ તો શ્રીજી મહારાજે સંકલ્પ કરીને જે મુક્તને મૂક્યા હોય તેને પોતાના સુખની કૂંચી આપી હોય તે મુક્ત શ્રીજી મહારાજના જેટલું કામ કરે. શા માટે જે શ્રીજી મહારાજનો સંકલ્પ છે અને શ્રીજી મહારાજની વતી આવ્યા છે અને એ મોક્ષ કરવારૂપી મૂળ સંકલ્પ છે. મૂળઅક્ષરો પાસે સૃષ્ટિ કરાવીને જીવોને દેહ ધરાવીને આવા મુક્તનો યોગ થાય ને મહારાજ પાસે આવે માટે સૃષ્ટિ કરાવવી એ બીજો સંકલ્પ છે. તોપણ પોતે અકર્તા રહે છે ને કલ્યાણકર્તા મુક્તને મુખ્ય રાખે છે.

“અને જીવકોટિને કર્મફળ આપવાં તથા ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ સર્વેને ઐશ્વર્ય આપવાં તે પોતાના તેજ દ્વારે કરે છે ને ઉત્પત્યાદિક ક્રિયા તે મૂળઅક્ષરો દ્વારે કરાવે છે. અને તે અક્ષરો બ્રહ્મને પ્રેરણા કરે છે ને સ્થિતિરૂપ ક્રિયા વાસુદેવબ્રહ્મ પાસે કરાવે છે અને ઉત્પત્તિરૂપ ક્રિયા તે મૂળપુરુષ દ્વારે કરાવે છે અને પ્રલયરૂપ ક્રિયા તે મહાકાળ દ્વારે કરાવે છે. એવી રીતે કરાવે છે, પણ પોતાને માથે લેતા નથી. જેમ કોઈ મનુષ્ય મરે ત્યારે લોક કહે જે, ‘તાવ આવ્યો હતો કે હરકોઈ રોગથી મૂઓ’ પણ ‘ભગવાને માર્યો’ એમ કોઈ કહેતા નથી. માટે મહારાજ માથે લેતા નથી. તેમ જ કલ્યાણ તે મુક્ત પાસે કરાવે છે ને પોતે તો પોતાના મુક્તોને પોતાની મૂર્તિનું કેવળ સુખ જ આપે છે.

“માટે કલ્યાણને અર્થે મુક્તનો ખપ કરવો જઈએ. અને ધ્યાન પણ મોટાની સહાય વિના સિદ્ધ થાતું નથી. મોટા પ્રસન્ન થઈને સહાય કરે તો સહેજે મૂર્તિનું સુખ આપી દે. ને મોટાનો સાચો વિશ્વાસ ને સંપૂર્ણ મહિમા જાણ્યો હોય તો જ્યાં સંભારે ત્યાં પોતે પ્રગટ આવીને તેનું કામ કરે છે. અને જે ચાલોચાલ સમાગમ કરે તેને મોટાનું સુખ વાતચીતમાં આવે નહિ. જેમ વીજળીનું દૃષ્ટાંત દીધું તેમ. માટે પાત્ર થાવું. તે પાત્ર ક્યારે થવાય? તો પોતાનું મનગમતું સર્વે મૂકી દઈને જેમ મોટા કહે તેમ સરળપણે વર્તે તો તરત પાત્ર થાય. જેમ આંબા આદિક ઝાડને પાણી પાઈએ છીએ તો તે કેરી આદિક ફળને આપે છે, તેમ મોટાની સેવા ને સમાગમ કરવાથી મહારાજની મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે. મોટાનો સમાગમ કરવા માંદા આવે ને સાજા આવે તેમાં માંદાને ફળ વધારે મળે છે; કેમ જે એમાં સત્તા નથી તોપણ આવે છે, માટે મોટા બહુ રાજી થાય છે. ત્યાં દૃષ્ટાંત: જેમ કરોડોપતિ હજાર રૂપિયા આપે ને ગરીબ એક રૂપિયો આપે તે સરખું કહેવાય તેમ.”  II ૧૩ II

On the night of Vaishkh Vad 7th Bapashri, showing his favour talked. He said, “Rivers, ponds, sea, are all receptacles for water and the sea is the best receptacle among all. When one becomes receptacle like sea Murti of Maharaj will seen by him. Just as a generator generates electricity with the help of steam from steam turbine and lamps are lighted. When the generator is switched off the light of lamps goes away. According to this example, in place of the generator there is Murti of Mahaprabuji, in place of steam there is bliss of Shriji Maharaj and in the place lamps there are Muktas. Just as the lamps give light similarly Muktas take bliss of Maharaj and give it to jivas. Without Muktas the bliss of Mahaprabhuji can not be had directly even though innumerable means are tried. This bliss is also given according to the worthiness of the receiver and if the receiver is not worthy, His bliss goes back to Maharaj just the light of lamp goes back to the generator. One more example just as the flash of lightning goes back to the sky in the cluster of clouds after coming to the earth so also with the worthiness of the receiver. Maharaj gives bliss through the medium of Muktas and He Himself remains as non-doer. Even then without the desire of Maharaj no Mukta will be able to give virtues of Maharaj, knowledge or Murti. Only that Mukta who is here by Shriji Maharaj’s thought, and whom Shriji Maharaj has given His key of bliss, does as much as Shriji Maharaj. Because it is the wish of Shriji Maharaj and he has come on behalf of Shriji Maharaj and the basic wish is to give liberation. His second wish is to create universe through the medium of Mul-Akshar and give body to soul. Then these souls get attached to Muktas and come to Maharaj– it is the second thought. In spite of all this He Himself remains non-doer and principally keeps Muktas as doers of welfare. Giving the fruits of actions to Jivkoti, and supernatural powers to Ishwarkoti, Brahmkoti and Aksharkoti, He does through His luminescence, and creation etc. He gets it done through Mul-Akshar and those Akshars inspire Brahm and the activity of sustenance He gets done through Vasudevbrahm, and activity of creation He gets through Mul-Purush and the activity of destruction he gets done through Mahakal. Thus He gets it done but He remains above all these activities. Just as when any one dies people will say that he died of fever or by some other diseases but nobody will say that God killed him therefore Maharaj remains non-doer of action, though He does everything. Similarly He gets the task of welfare of souls done through Muktas and He only gives the bliss of His Murti to Muktas. So we must have need of Muktas for welfare. Moreover, meditation is not realized without the help of Muktas. If Muktas are pleased and help us, they will give us bliss of Murti easily. If there is full faith in Muktas and their greatness is known fully, they make their presence and do our work whenever remembered. If an ordinary devotee comes in contact with Muktas, he does not get their bliss during the talk. Just as the example of lightning was given previously. Therefore be worthy and to become worthy, he should leave aside all that he likes and behave straightforwardly according to the wish of Muktas. Then he will soon become worthy. Just as mango trees and other trees are watered, they give fruits. Similarly by serving and getting attached to Muktas the fruits in the form of Maharaj can be had. Sick persons come to meet Muktas and healthy persons also come but the sick persons get more fruits, because though they are weak in health they come so Muktas are very much pleased. For example if a multiillionaire gives thousand rupees in donation and poor man gives only a rupee, the donation of both is at par.” || 13 ||