Gujarati / English

ફાગણ સુદ-૯ને રોજ સભામાં નારાયણસેવકજીએ કહ્યું જે, “કાલે આપે પછાડીઓની વાત કરી હતી તે પછાડીઓ પોતાની મેળે તૂટે નહિ; માટે એને તોડનાર જોઈએ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તોડનાર ને છોડનાર તૈયાર છે, પણ વિશ્વાસ નથી; તેથી છોડનારાનાં વચન મનાતાંય નથી ને પોતાના ઠરાવ મુકાતાય નથી; છતાં મૂર્તિની માગણી કરે છે. માટે સર્વ એષણાનો ત્યાગ કરીને મૂર્તિમાં પહોંચવાનો વેગ રાખવો. પણ જીવને પંચવિષયમાં માલ મનાણો છે તે છોડતો નથી. તે છે તો નર્ક જેવા, પણ મોહે કરીને માલ મનાય છે.”

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ કહ્યું જે, “એ પંચવિષય થકી રક્ષા કરજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ધોકા લઈને ઊભા રહેવાય તો એ વિષયરૂપી વાઘરાંનો શો ભાર છે? પણ વાણિયાની પેઠે ફોસી થઈને બેઠા હોય તો લૂંટી જાય. એક વાણિયો રાત્રિએ માર્ગમાં જતો હતો, તેને આકડાનો છોડ હાલતો જોઈને બીક લાગી ને વિચાર કરવા માંડયો જે, ‘જો હશે કોળી નાળી, તો તેલ, ટકા ને કુલ્લી તારી; અને જો હશે ઠુંઠાળો, તો હું છું મરદ મૂછાળો’ એમ થાય છે; પણ જો સ્વભાવને દબાવીને વર્તે તો બહુ સુખિયા થઈ જાય. સ્વભાવ જીત્યા વિના મહાપ્રભુજીના સુખની ઈચ્છા રાખવી તે તો વલખાં છે, પણ જીવના સ્વભાવ એવા છે જે પંચવિષયની સહાયમાં રહે છે; પણ તેની સાથે વૈર કરતા નથી અને પોતાને અનેક જન્મ લેવા પડે તેનો વિચાર કરતા નથી. સ્વભાવનો ને શિષ્યનો પક્ષ રાખે છે ને મૂર્તિની માગણી કરે છે. માટે બાંધણાં સર્વે તોડીને મૂર્તિ માગવી, તો આપનારા તૈયાર છીએ.

“અમારી કાકરવાડીમાં બાવળિયો હતો તેને પાડવા માંડયો, પણ એક મૂળ વળગી રહ્યું હતું  તેથી પડયો નહિ. જ્યારે એ મૂળ કપાણું ત્યારે એની મેળે પડી ગયો. એમ જ્યારે પંચવિષયરૂપી મૂળને કાપી નાખે ને સર્વે એષણાઓનો ત્યાગ કરે ત્યારે એની મેળે મૂર્તિના સુખમાં રહેવાય. આવા જોગમાં જ્યારે વાસના ટળી નહિ, ત્યારે બીજે ક્યાં ટળશે? આ સભા જેવી બીજે સભા નથી, માટે તુચ્છ એવા સ્વભાવનો ત્યાગ કરવો. સ્વભાવનો શો ભાર છે જે એ આપણને દબાવી જાય? આ જીવ બધા નિયમ લે છે, પણ ધ્યાન કરવાનું નિયમ કોઈ લેતા નથી. આજ તો આ મોટાના જોગથી લાભ મળે છે તેનું માપ થાય એવું નથી.”

પછી વળી સ્વામી નારાયણસેવકદાસજીએ કહ્યું જે, “કૃપા કરીને આપના સર્વ આશ્રિતોની પછાડીઓ છોડી નાખો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટા તો છોડવા તૈયાર છે, પણ મોટા આગળ નિષ્કપટ થાય તો છોડે; પણ ઠરાવ છોડાતા નથી, તેથી તુચ્છ પદાર્થને અર્થે મહારાજની આજ્ઞા લોપીને હેરાન થવાય છે. વાતો મૂર્તિની કરાય ને બાંધણાં તો તોડવાં નથી. મોટા મુક્તો તપ કરીને શ્રીજી મહારાજને રાજી કરવાની રીત બતાવી ગયા છે; માટે તેમ કરવું. અંતઃકરણ તો પાડા જેવાં છે, તેને પંચવિષયરૂપી રાતબ ખવરાવીને વકરાવે છે, ને પછી મૂર્તિનું સુખ લેવા ઈચ્છે તે ક્યાંથી મળે? શ્રીજી મહારાજે તો વર્તમાન ધરાવતી વખતે સર્વે પાપ લઈને ચિંતામણિરૂપી પોતાની મૂર્તિ સોંપી છે, તોપણ પાપરૂપ વાસના ભેળી કરે છે ને પંચવિષયરૂપી વાઘરાં પાસે લાચાર થાય છે.”

પછી વળી સ્વામીએ પૂછયું જે, “અત્યારથી નિષ્કપટ થાય તો આગલું પાપ બળે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ફેર પાછા એ રસ્તે ન ચાલે તો બળે, અને પાછા જો એ રસ્તે ચાલે તો બમણાં વળગે. જાણતાં છતાં આજ્ઞામાં ફેર પાડે તેનું તે પ્રાયશ્ચિત્ત કહ્યું નથી. માટે સૌની હારે ત્રોહ ત્રોહ કરવું નહિ. મહારાજને અને મોટાને તો સર્વેને સુખિયા કરવા છે; પણ જેમ વૈદ નીરોગી કરવા ઔષધ આપે છે, પણ જો કરી ન પાળે તો વિસ્ફોટક થઈ જાય; તેમ જન્મ-મરણરૂપી રોગ ટાળવા સત્સંગમાં આવ્યા છે તે જો આજ્ઞારૂપી કરી ન પાળે તો જન્મ-મરણરૂપી રોગ ટળે નહિ. માટે મોટા જેમ કહે તેમ કરવું. જ્યારે-ત્યારે બાંધણાં તોડયા વિના છૂટકો નથી ને નહિ તૂટે ત્યાં સુધી જન્મ-મરણ ટળવાનું નથી. આવા જોગમાં સ્વભાવ ટળતા નથી તે મહિમામાં, શ્રદ્ધામાં ને નિશ્ચયમાં ખામી છે. મોટાનાં વચનમાં વિશ્વાસ હોય તો શ્રીજી મહારાજનું વચન જરાય લોપાય નહિ. મોટાનો સિદ્ધાંત તો મૂર્તિમાં રસબસ થઈ રહેવું એ જ છે. આજ તમને સુખ મળ્યું છે તે કોઈને મળ્યું નથી ને મળશે પણ નહિ.

“મહારાજ ને મુક્ત પ્રત્યક્ષ હોય ત્યારે ઓળખવા બહુ કઠણ છે. વેદાંતાનંદ બ્રહ્મચારી ભુજમાં હતા, તેમણે શ્રીજી મહારાજની પ્રસાદી લીધી નહોતી. તેમને સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કહ્યું જે, ‘તમે શ્રીજી મહારાજની પ્રસાદી જમ્યા નહોતા ને આજ થાળની પ્રસાદી કેમ જમો છો?’ પછી બહુ જ પસ્તાવો કર્યો જે, ‘મેં મહારાજને વિષે મનુષ્યભાવ પરઠયો તે બહુ ખોટ આવી.”‘  II ૧૩૬ II

On the day of Fagan Sud 9th, in the assembly Narayansevakdasji said, “Yesterday you talked about ropes and these ropes do not break by themselves, therefore some one is needed to break them (here the meaning is we are bound by inanimate and animate maya and we have to break this bond but somebody else can do it, we by ourselves can not do it-ropes are in the form of maya).”  Bapashri replied, “The one who can break it and untie is ready but there is no faith so we do not trust the words of the one who unties it and we do not give up our belief, even then we demand Murti therefore all desires should be given up and we should try to reach Murti as soon as possible. But Jiva finds pleasure in five senses hence it does not leave it, but they are like hell, but the pleasure is believed, due to fascination.

Then Swami Ghansyamjivandasji said, “Please protect us from these five senses.” Bapashri said, “If one can stand with a stick in hand, where is the fear of vagharies in the form of senses? But if we fear like Bania, we will be robbed. One Bania was going somewhere at night and on the way he was afraid by seeing the shaking plant of akada (flower of akada are offered to Hanumanji) and began to think, ‘jo hashe koli nali, to tel, taka ne kulli tari; ane jo hashe thunthalo, to hun chhun marad moochhalo.’(If he is koli oil, money and vessel will be of his and if he is crippled, I will challenge him, because I am strong enough)- it happens thus. But if one behaves controlling nature he will become very happy. Unless the nature is controlled the desire for bliss of Mahaprabhuji is in vain. But the nature of Jiva is such that it helps five senses but does not fight with them and never thinks that it will have to take many births. He takes the side of nature and disciples and wants Murti. Therefore if Murti is asked for after breaking all bonds, we are ready as giver. There was a babul tree in our Kakarvadi when it was made to fall it did not fall because one of its roots was firm in the ground. When that root was cut down it fell automatically. Similarly when the root in form of five senses is cut and all desires are given up, one can automatically live in the bliss of Murti.  If passion is not given up in such association, how will it be given up elsewhere? There is no assembly elsewhere like this one, therefore such a nature which is trivial should be given up.  What is the capacity of the nature that it can govern us? These Jivas take many vows but no body takes the vow of doing meditation. The benefit which we are getting today by the association of this Mukta can not be measured.

Then again, Swami Narayanshevakdasji said, “Please break the bonds of all your dependants with your grace.”  Then Bapashri said, “Muktas are ready to break their bonds provided they become guileless but they do not give up their resolution so for the trivial objects they get trouble by violating commands of Maharaj. They talk of Murti but do not want to break the bonds.  Great Muktas, by doing penance, have shown the way to please Shriji Maharaj-therefore we should do like that. Conscience is like he-buffalos. It is being deteriorated by feeding ‘ratab’ in the form of five senses, and then wishes to get the bliss of Murti-how can he? Shriji Maharaj has handed over His Murti, which is like chintamani at the time of giving the vows of vartman and has taken away our sins. Even then he goes after sinful passion and becomes helpless before vaghries in the form of five senses.

Then Swami asked, “Whether the previous sins will burn or not in case one becomes guileless from now onwards?”  Bapashri said, “If he does not tread on the old path it will burn but if he treads on the same path it will be doubled. If one knows then also diverts from the commands no repentance has been said for that. Therefore we should not tread that path with others. Maharaj and Muktas want to make all blissful but just as physician gives medicine for cure but if he does not observe the restriction for food, it will have adverse effect, similarly those who have come in satsang to cure the disease in the form of birth and death but if the restriction in the form of commands is not observed their disease in the form of birth and death cannot be cured. Therefore, we should do as told by Muktas. Sooner or later there is no way out but to break bonds and unless they are broken, the cycle of birth and death cannot be avoided. Nature is not improved in such association because there is lack in understanding the greatness in faith and in decision. If there is faith in words of Muktas, he will not violate the commands of Shriji Maharaj in any way. The dictum of Muktas is to remain absorbed in Murti. The bliss which you have got today has not been got by any one and it will also not be got in future. It is difficult to recognise when Maharaj and Muktas are there themselves. The celibate named Vedantanand was in Bhuj, he had not taken Prasad of Shriji Maharaj.  Sadguru Shri Nirgundasji Swami asked him, “You had not eaten the Prasad of Shriji Maharaj and today why are you eating the prasad of offering?”  Then he repented much for having the feeling of human being for Maharaj- it was a great loss. || 136 ||