Gujarati / English

ફાગણ સુદ-૧૦ને રોજ સવારે સભામાં લોયાનું ૧૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં ૮મા પ્રશ્નમાં શ્રી મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે ધ્યાન કરતાં સંકલ્પ-વિકલ્પ રૂપે કરીને માયા કેમ દુઃખ આપે છે એ વાત આવી.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “સંકલ્પ તે શું ને વિકલ્પ તે શું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પદાર્થનો ઘાટ થાય તે સંકલ્પ કહેવાય અને તે સંકલ્પ વારંવાર થાય તે વિકલ્પ કહેવાય; એટલે કે જે સંકલ્પ થયો હોય તે વિવિધ પ્રકારે થાય તે વિકલ્પ કહેવાય. તે મોટા સાથે જીવ જોડે તો સર્વે ટળી જાય ને કાંઈ બાકી રહેવા દે નહિ ને પૂરું કરી દે ને ઠેઠ મૂર્તિમાં મૂકી દે; એવો મોટાનો પ્રતાપ છે.”

તે જ દિવસે બપોરે સભામાં સર્વે સંતોએ કહ્યું જે, “દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળીએ, પણ અંતઃકરણમાં ઘાટ થાય તે ટાળવા અમારા હાથમાં નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “દેહે કરીને આજ્ઞામાં જરાએ ફેર પડવા દે નહિ  તો તેના અંતરના દોષ માત્ર ટાળીને તેને બળિયો કરી દઈએ. આ તો આજ્ઞાએ પાળવી નથી ને બધું મોટા પાસે કરાવવું છે તે કેમ બને? પાત્ર તો પોતે જ થવું જોઈએ.”

પછી સ્વામી નારાયણસેવકદાસજીએ કહ્યું જે, “પાત્ર તો કંસારા કૂટી કૂટીને કરે છે, માટે પાત્ર કરનારા પણ જોઈએ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પાત્ર કરનાર તો તૈયાર છે, પણ તેમનું માનવું નથી તો શી રીતે પાત્ર થવાય?”

પછી વળી સ્વામીએ કહ્યું જે, “અમને તો વહાણમાં બેસારી દો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વહાણમાં બેસાર્યા કેડે પણ તેમાંથી પડતું મેલે તેને કેમ કરીએ? મહારાજ ને મુક્ત તો સર્વેને જોઈ રહ્યા છે, પણ જીવ ભાળતા નથી તેથી આજ્ઞા લોપી નાખે છે એટલે મહારાજ ને મોટા તેને મૂર્તિનું સુખ આપતા નથી. માટે આજ્ઞા પાળવી ને માન, મદ, મત્સરાદિ સર્વે દોષ ટાળવા; તો મૂર્તિનું સુખ આવે.”

પછી વળી સ્વામીએ કહ્યું જે, “માનાદિક દોષ તો રહ્યા છે ખરા.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ દોષ ઓળખાણા ને તેની સાથે વૈર બંધાણું તો હવે એ દોષ રહેશે નહિ. મહારાજ ને મોટા સહાય કરીને નાશ કરશે. માટે વોળાવો સારો લેવો, પણ ચોરટાને વોળાવો લેવો નહિ.”

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પૂછયું જે, “કેવા હોય તેને ચોરટા જાણવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ધર્મામૃત તથા નિષ્કામશુદ્ધિમાં કહેલી આજ્ઞા લોપતા હોય ને ‘અમે મુક્ત છીએ’ એમ કહેતા હોય તે ચોરટા જાણવા. તેની સાથે જીવ જોડે તો તેના ભેળા દુઃખ પામે; માટે મુક્ત ઓળખીને જીવ જોડવો.

“આજ અક્ષરધામનું સુખ ભોગવો છો. આવી સભામાં પણ દોષના જોનારાને દોષ સૂઝે ને પોતે ધૂળ બલા જેવા હોય ને કાંઈ પણ માલ હોય નહિ, અને મહારાજના અનાદિમુક્તમાં દોષ પરઠે છે, તે તો દોષરૂપી ભાર માથે ભરે છે. તેનો તો જીવ પણ નાશ પામશે તેની તેને ખબર નથી. આવી શ્રીજી મહારાજના મહિમાની વાતો થાય છે, પણ જે સમજતા નથી તે એમ કહે જે, ‘આ તો ખૂણિયું જ્ઞાન કરે છે.”‘ વાર્તાની સમાપ્તિ કરીને સંત-હરિજન સર્વે સાંજના નારાયણપુર ગયા ને ત્યાંથી ભુજ થઈને ગુજરાત તરફ આવ્યા.  II ૧૩૭ II

On the morning of Fagan Sud 10th, the 10th Vachanamrut of Loya Chapter was being read in the assembly, in it, in the question number 8th Shri Muktanand Swami said, that there is a talk regarding how how illusion (maya) in the form of thoughts disturbs while meditating?

Then Swami Ishwarcharandasji asked, “What is thought (sankalpa) and what is vikalpa (alternative thought)?”  Bapashri replied, “When thought arises for object it is known as sankalpa and when it occurs frequently it is called vikalpa means the thought which arose, arises in different ways is called vikalpa. If one attaches Jiva with Mukta every thing will disappear and they will not allow any thing to remain and will make fulfilled and put him straight in Murti-such is the power of Muktas.

On the same day, all saints said at noon in the assembly, “Vartman is properly followed with body but to avoid thoughts which arise in conscience is not in our hand.” Bapashri said, “If one does not allow any alteration in commands bodily, all his faults of conscience will be made to disappear and will make him strong. One does not want to obey commands and wishes to get every thing done by Muktas-how is it possible? One, one self has to become the worthy of it.”                                                            

Swami Narayansevakdasji said, “Vessels are shaped by a coppersmith by hammering them; therefore someone is required to make worthy. Bapashri replied, “The maker of worthy is ready but his commands are not observed, then how can one be worthy?”

Then again Swami said, “Please make us sit in a ship.” Bapashri said, “Even after making him sit in a ship if he jumps from it, what can be done for him? Maharaj and Muktas are observing all but Jivas do not know it so violate commands.  Therefore Maharaj and Muktas do not give bliss of Murti. Therefore commands must be observed and all faults like honour, pride, jealousy, etc should be avoided- then only bliss of Murti can be had. 

Then Swami said, “Faults like honour, etc are of course there.” Bapashri said, “Since those faults have been identified and enmity has been made with them, those faults will not remain. Maharaj and Muktas will destroy them by helping us. Therefore escort should be taken of good man but not that of thief.

Swami Ghanshyamjivandasji asked, “What are the characteristics of thieves (how to recognise thieves)?”              Bapashri said, “The one who violates commands of Dharmamrut and Nishkamshuddhi and claim that he is Mukta, should be known as thief. If Jiva is attached to him, he will become unhappy along with so-called Mukta.  Therefore Jiva should be attached to Mukta after knowing him. Today you are enjoying the happiness of Akshardham. In such an assembly, the fault finder will find fault even though he himself is nonsense and has no value and finds fault in Anadi Muktas of Maharaj- he is bearing the load in the form of faults on his head. He is not even aware that his Jiva will be destroyed. Such talk about the greatness of Shriji Maharaj is being done but they do not understand it and say that they are giving worthless knowledge. After completing discourses all saints and devotees went to Narayanpur in the evening and from there they came to Gujarat via Bhuj. || 137 ||