Gujarati / English

સંવત ૧૯૭૧ના માગસર માસમાં અમદાવાદમાં સ્વામી ઈશ્વરચરણદાસજી ઉપર બાપાશ્રીનો કાગળ આવ્યો જે, “અમારાં માતુશ્રીને કાળી તળાવડી ઉપર શ્રીજી મહારાજે દર્શન આપીને વર આપ્યો  હતો તે ઠેકાણે છત્રી કરીને ચરણારવિંદ પધરાવવાનો વિચાર છે. તેમાં તમારો શો અભિપ્રાય છે તે લખી મોકલજો.”

તે કાગળ વાંચીને સ્વામી વૃંદાવનદાસજી વાડીએ હતા ત્યાં જઈને તેમને સંભળાવ્યો ને પછી બાપાશ્રીને કાગળ લખ્યો જે, “આપનો કાગળ વાંચી બહુ આનંદ થયો છે ને આપનો જે વિચાર છે તે અનંત જીવના ઉદ્ધારને અર્થે  છે. આપ જે કરતા હશો તે સારું જ કરતા હશો અને આપની જે જે ક્રિયા છે તે સર્વે કલ્યાણકારી છે.”

ફરી બાપાશ્રીનો પત્ર આવ્યો જે, “છત્રીનું કામ ચાલતું કર્યું છે. અને ફાગણ માસમાં સત્સંગીજીવનનું પારાયણ બેસાડવાનો વિચાર કર્યો છે અને ચારસો મણ ઘી, તથા છસો મણ ગોળ તથા ઘઉં, દાળ, ચોખા વગેરે સામાન મંગાવ્યો છે. હવે તમે મૂળીએ વસંત કરીને અહીં આવજો અને સર્વેને અહીં આવવાનું કહેતા આવજો.”

પછી સર્વે સતં વસંતે મૂળી ગયા ને આ સર્વેને આ વાત કરી, અને ફાગણ માસ બેસતાં વૃષપુર ગયા. પછી સર્વ ઠેકાણે કંકોત્રીઓ લખાવી મોકલી જે, “સંવત ૧૯૭૧ના ફાગણ વદ-૧૧ને રોજ સત્સંગીજીવનનું પારાયણ બેસશે ને તેની સમાપ્તિ ચૈત્ર સુદ-૩ને રોજ થશે, ને તે દિવસે છત્રીએ ચરણારવિંદ પધરાવાશે.”

તે યજ્ઞમાં અમદાવાદથી બસો સંત તથા ભુજ, મૂળી, ગઢડા, જૂનાગઢ, વરતાલ વગેરેના સંત-બ્રહ્મચારી મળી ચારસો હતા. અને હરિજનો દેશાંતરના ત્રીસ હજાર હતા ને મહા મોટો યજ્ઞ કર્યો હતો. છત્રી કરી છે તે ઠેકાણે પત્થરની ધાર શ્રીજી મહારાજની પ્રસાદીની હતી તેમાં ઘણાં ભૂત રહેતાં; ત્યાં કોઈથી જવાતું નહિ. તે ભૂતોને છત્રીના ખાતમુહૂર્ત વખતે અધમણ સાકરની પ્રસાદી વહેંચીને તેમનો મોક્ષ કર્યો.

ચૈત્ર સુદ-૩ને રોજ કથાની સમાપ્તિ કરી. પછી છત્રીએ ચરણારવિંદ પધરાવવા સર્વે આવ્યા ને  ચરણારવિંદ પધરાવતી વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, “આ વખતે સર્વેને વર આપો.”

પછી બાપાશ્રી ને કહ્યું જે, “આ યજ્ઞમાં આવેલા સંત-હરિજનાદિક સર્વે મનુષ્યો તથા ઉપયોગમાં આવેલાં પશુઓ તથા આકાશમાં વિમાને બેસીને દર્શન કરવા આવેલા અધિકારી દેવો તે સર્વેનો છેલ્લો જન્મ કરી શ્રીજી મહારાજની મૂર્તિમાં લઈ જઈશું. આ છત્રી તથા આ સ્થાનનાં જે દેવ તથા મનુષ્યો દર્શન કરશે અને ઉપર થઈને પક્ષી ઊડીને જશે તે સર્વેનો અમે આત્યંતિક મોક્ષ કરીશું, અને શ્રીજી મહારાજની મૂર્તિમાં લઈ જઈશું.” એવો વર દીધો.

પછી બીજે દિવસે સૌ સંત-હરિજનોને સૌ-સૌના દેશમાં જવાની આજ્ઞા કરી તેથી સૌ પોતપોતાને ગામ ગયા. સ્વામી ઈશ્વરચરણદાસજી પોતાના સાધુ મુક્તજીવનદાસજી માંદા હતા તેથી ત્યાં રહ્યા.

અને બીજે દિવસે એટલે ચૈત્ર સુદ-૫ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમને રોકવા હતા તેથી આ સાધુને રાખ્યા છે, નહિ તો કંકોત્રીઓ લખ્યા પછી સિનોગરામાં મિસ્ત્રી દેવજીભાઈની પારાયણ સાંભળવા ગયા ને આ સાધુ ત્યાં માંદા પડયા હતા, ત્યાં ને ત્યાં દેહ મૂકવાના હતા. જો દેહ મૂકયો હોત તો તમને સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતો અહીં રહેવા દેત નહિ; અમદાવાદ લઈ જાત, પણ આ સાધુને માંદા જોઈને કોઈ બોલ્યા નહિ.” એમ વાત કરી.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “દેવથળના ડાહ્યાભાઈ આપની પારાયણમાં આવ્યા હતા તે નાડી જોઈને એમ કહેતા હતા જે, ‘આ સાધુને કફ સૂકાઈ ગયો છે, તોપણ દેહ રહ્યો છે તેનું કારણ કાંઈ સમજાતું નથી.”‘

પછી બાપાશ્રી બોલ્યા જે, “તમને રોકવા સારુ જ અમે એમને રાખ્યા છે.”

પછી લુણાવાડાના મહાસુખરામે પૂછયું જે, “સાધનદશાવાળા તો પોતાના કલ્યાણને અર્થે યજ્ઞ કરે, પણ આપ તો મહારાજના સંકલ્પથી અહીં દેખાઓ છો અને જીવોનું કલ્યાણ કરવા આવ્યા છો એમ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ મને તથા પ્રાંતિજના કેશવલાલભાઈને કહ્યું હતું; તો આપને આવા મોટા યજ્ઞ કરવાનું શું કારણ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે બીજા જીવોનાં કલ્યાણને અર્થે કરીએ છીએ તે જે દર્શને આવે અથવા યજ્ઞનું અન્ન જમે અથવા જે જે મનુષ્ય, પશુ આદિક સેવાના ઉપયોગમાં આવે તે સર્વેનો મોક્ષ કરવા સારુ કરીએ છીએ; પણ બીજું કાંઈ કારણ નથી. સાધનદશાવાળા પોતાના કલ્યાણને અર્થે કરે અને સિદ્ધ મુક્ત જે જે કરે તે બીજાના કલ્યાણને અર્થે કરે છે. અહીં આ યજ્ઞમાં જે જે સંત-હરિજનો આવ્યા તે સર્વેનું કલ્યાણ થશે, અને એ સુખડીની પ્રસાદી લઈ ગયા તેને જે જમશે તે સર્વેને આ દેહે જ શ્રીજી મહારાજના સુખમાં લઈ જઈશું. મોટા મુક્ત તો જમીને કલ્યાણ કરે ને જમાડીને પણ કલ્યાણ કરે ને દૃષ્ટિ વડે પણ કલ્યાણ કરે ને સંકલ્પ કરીને પણ કલ્યાણ કરે. મોટા મુક્તનાં દર્શન જેને થયાં ન હોય તે જો તેમને ભાવે કરીને સંભારે તો તેનું પણ કલ્યાણ કરે.”

પછી વાર્તાની સમાપ્તિ કરીને માવજીને કહ્યું જે, “આપણા ઘરમાં ઘી તાવ્યું હોય એટલું બંધુ અહીં લઈ આવ અને ખીચડી લઈ આવ.”

પછી તે લાવ્યા.

અને સંતોને કહ્યું જે, “ખીચડી કરો.”

પછી સંતોએ ખીચડી કરી અને પોતે સુખડી લાવ્યા; તે સુખડી, ખીચડી અને બધું ઘી તેનો થાળ કરીને સર્વેને પ્રસાદી જમાડી. II૧૩૮ II

Samvat 1971, in the month of Magsar, Swami Ishwarcharandasji received a letter from Bapashri at Amdavad. In the letter it was said that our mother had the darshan of Shriji Maharaj on Kalitalawadi and she was given the blessing, at that place it was decided to install the Footprints (Charnarvind) of Shriji Maharaj after putting of chhatri. Swami Ishwarcharandasji was asked let Bapashri know his opinion in the matter. After reading the letter he went to Swami Vrundavandasji who was at the farm. He read the letter before him and then wrote to Bapashri that he was pleased to read the letter and his decision in the matter was very good because it was for the liberation of infinite Jivas. He also wrote that whatever he was doing was doing good and whatever his activities are, are benevolent. Again, Bapashri wrote a letter informing Swami that the work of chhatri has been started and it is thought of arranging Parayan of Satsangijivan in the month of Fagan. For this occasion four hundred `mund of ghee, six hundred mund of jaggery, wheat, pulses, rice, etc have been ordered. Swami was requested to come here after taking part in the spring festival at Muli and also invite others. Then all saints went to Muli at the time of spring festival and Swami told all saints about the letter. When the month of Fagan started they went to Vrushpur. Then invitation cards were sent to all places in which it was stated that in Samvat 1971, on the day of Fagan Vad 11th , Parayan of Satsangijivan will begin and on the day of Chaitra Sud 3rd it will come to rest and on that day footprints (Charanarvind) will be installed at Chhatri. In that yagna there were two hundred saints from Amdavad and there were other celibate and saints from Bhuj, Muli, Gadhada, Junagadha, Vartal, etc. making the total of four hundred. And devotees from other places were thirty thousand. A very great yagna was performed. At the place where chhatri was built was edge of stone which was of Prasadi of Shriji Maharaj, many ghosts lived in it so no body could go there. Those ghosts were liberated at the time of Khatmuhurut (a ritual) of chhatri by giving them half a mund of  prasadi of sugar cubes. On the 3rd day of Chaitra Sud, katha came to an end. Then all came to Chhatri for the installation ceremony of the footprint (Charanarvind). When the ceremony was going on, Swami Ishwarcharandasji requested Bapashri to give a boon to all. Then Bapashri said, “The saints, devotees, etc all human beings and animals which have come in use and authorised gods who have come for darshan in their planes in the sky will be taken in Shriji Maharaj’s Murti by making the last birth of all. The gods and human beings who will do the darshan of this chhatri and of this place and birds flying over it will all be given ultimate liberation and will be taken in the Murti of Shriji Maharaj-such boon was given. On the next day all saints and devotees were asked to go to their respective places so all went away.

            Swami Ishwarcharandasji stayed there because his own saint Muktajivandasji was ill. On the next day i.e. on 5th day of Chaitra Sud in the morning Bapashri told Swami Ishwarcharandasji in the assembly that he was to be detained so this saint has been kept alive otherwise after sending invitation cards this saint went to listen the parayan of Mistry Devjibhai at village Sinogara where this saint became ill and he was to leave the body there itself. Had he left the body, Swami Vrundavandasji, Swami Ghanshyamjivandasji, etc. would not have allowed you to stay here. They would have taken you to Amdavad but seeing the illness of saint no body spoke, thus he talked.

            Swami Ishwarcharandasji said, “Dahyabhai of village Devthal had come in our parayan and seeing, the pulse of this saint, he had said that his cough has been dried up even then he is alive- the reason of it, is not understood.” Then Bapashri said, “I have kept him in order that you are made to stay here.

            Then Mahasukhrambhai of Lunawada asked, “Seekers perform yagna for their own salvation but I have been told by Sadguru Shri Nirgundasji and Keshavlalbhai of Prantij that you appear here by the thought of Maharaj and you have come here to liberate Jivas. What is then the reason that you have performed such a big yagna?”  Bapashri said, “I am doing for the liberation of other Jivas.  I wish to liberate all those who come for darshan or to eat the Prasad of yagna or human beings, animal, etc. coming in the use of service, but there is no any other reason.  Seekers do for their own liberation and whatever realized Muktas do, they do it for the liberation of others. The saints and devotees who have come in this yagna will all be liberated and whosoever eats the Prasad of sukhadi which they have taken, will all be taken in the bliss of Shriji Maharaj during this birth only. Great Mukta give liberation after taking meals and even after feeding someone and also by their glance and by their thought. Those who did not have darshan of great Mukta will also be liberated if they remember them sincerely. After completing this talk Mavajibhai was asked to bring all ghee which has been prepared and hotchpotch. He brought it and saints were told to cook hotchpotch. They cooked it and Bapashri brought sukhadi. That sukhadi, hotchpotch and all ghee were offered to God and all were given this Prasad. || 138 ||