Gujarati / English

ચૈત્ર સુદ-૬ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જ્યાં સુધી મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિમાં જોડાયો નથી ત્યાં સુધી બીજે હેત થઈ જાય છે ને ખોટો ઘાટ પણ થઈ જાય છે; માટે બીતા રહેવું જે, મહારાજ વિના જો ખોટો ઘાટ થાશે તો જન્મ ધરવો પડશે. મૂર્તિનું ધ્યાન કરતા હોય તેમાંથી વાસના બહાર લાવે છે, માટે પુરુષોત્તમરૂપ થઈને ધ્યાન કરવાનો આગ્રહ રાખે તો વાસના કુંઠિત થાય. જ્યારે મૂર્તિ આત્માને વિષે દેખે ત્યારે વાસના મૂળમાંથી બળી જાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “તમે આવા મોટા મળ્યા ને હવે અધૂરું રહેવા દેશો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાચા થઈને મંડે તેનું પૂરું કરી દેશું અને જે પ્રમાદી થઈને બેસી રહેશે તેનું તો અધૂરું રહેશે ખરું. માટે જે કરવાનું છે તે કરી લેવું, પણ જીવને ધ્યાન કરવું સારું ન લાગે. અમારે અહીં ભોજો ભક્ત હતા, તેમને સત્સંગ થયો ત્યારથી એકાદશીને દિવસે જળ પણ પીતા નહિ અને ઘરનું માણસ મહાપાપી હતું; પણ સંગદોષ અડવા દીધો નહિ. તે મૂર્તિ અખંડ દેખતા. તેમને એમ કહ્યું જે, ‘ભોજા ભક્ત! તમે તો વિદેહમુક્ત છો.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘વિદેહી તો બિચારા ક્યાંય રઝળતા હશે! ને હું તો મહારાજની મૂર્તિમાં રહ્યો છું.’  એવા મોટા મુક્ત આજ સત્સંગમાં, ત્યાગીમાં ને ગૃહસ્થમાં ઘણાક છે. આ સંતનું માહાત્મ્ય તો મન-વાણીથી પમાય એવું નથી. આજ સાચી વસ્તુના આપનારા મળ્યા છે, તેના ઘરાક થાવું ને ત્રણે અવસ્થામાં મૂર્તિની અખંડ સ્મૃતિ રાખવી.”

પછી વળી સ્વામીએ પૂછયું જે, “જાગૃતમાં તો સ્મૃતિ રખાય, પણ સ્વપ્નમાં ને સુષુપ્તિમાં કેમ રખાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિનો વેગ લાગીને તે વેગ જીવમાં પેસે તો ત્રણે અવસ્થામાં મૂર્તિ ભુલાય નહિ.”

એમ કહીને બોલ્યા જે, “જીવને વાર્તા કરી કરીને થાકી જઈએ ને જ્યારે વાત કરતા રહી જઈએ એટલે પૂછે જે, ‘કેમ કરીએ તો સર્વે ખોટ ટળે? અને કેમ કરીએ તો મૂર્તિનું સુખ આવે?’ પણ આ બધી વાતો થઈ તે ખોટ ટાળવાની ને મૂર્તિનું સુખ આવવાની જ થઈ છે. પોતાને તો જરાય કારસો આવવા દેવો નથી અને ખોટ ટાળીને સુખિયા થાવું છે, એવા જીવના સ્વભાવ છે. જો ધ્યાનનો આગ્રહ થાય તો મૂર્તિ મળે, પણ ધ્યાનમાંથી તો ભાગીને પાછા આવતા રહે છે.”

પછી માસ્તર કેશવલાલે કહ્યું: “જો ધ્યાનમાં મૂર્તિ દેખાય તો કાંઈ બહાર ન આવે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કાર્યમાંથી પ્રીતિ ટાળીને ધ્યાન કરે તો સુખ આવે ને પાછું ન અવાય. માટે માયાના પદાર્થમાંથી તથા મૂળપુરુષના ને બ્રહ્મકોટિના ને અક્ષરકોટિના એ સર્વેનાં સુખમાંથી ને ઐશ્વર્યમાંથી લૂખા થાવું. એમાં કાંઈ પણ માલ માનવો નહિ ને શ્રી પુરુષોત્તમરૂપ થઈને તેમની મૂર્તિમાં જોડાઈ જવું; તો સુખિયા થવાય. માયિક સુખ તો રાખનાં પડીકાં જેવાં છે. તેમાં માલ મનાણો છે તો તેને અર્થે મહાદુઃખ સહન કરીને પણ માયા ભેળી કરે છે, તો જ્યારે સાચા સુખમાં માલ મનાય તો તેને અર્થે શું ન થાય? જો ખરો થઈને ધ્યાન કરવાં મંડે તો જ્યાં જ્યાં વૃત્તિ જાય ત્યાં ત્યાં મહારાજની મૂર્તિ ભાસે. જે જે શ્રીજી મહારાજને શરણે આવ્યા છે તેને આ વાર્તા જીવનદોરીરૂપ છે; પણ જે આજ્ઞા લોપીને વર્તે અને કહે જે, ‘કૃપા કરો’, તે તો ગાંડો છે.”

પછી કણભાના છોટાભાઈએ પૂછયું જે, “સંકલ્પ બહુ થાય છે તેનું કેમ કરવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મલિન આહાર ને અશુદ્ધ સંગનો સંસ્કાર બંધાયેલો છે. માટે જો આહાર શુદ્ધ કરે અને મહારાજની અને મોટાની આજ્ઞા પાળનારાનો સંગ કરે તો ભૂંડા સંસ્કારનો નાશ થઈને શુભ સંસ્કાર બંધાય એટલે માયિક ઘાટ થાય નહિ. માટે દેશ-કાળાદિક શુભ સેવવા ને આજ્ઞા પ્રમાણે દેહનિર્વાહ કરવો ને બીજા ઠરાવ બધા પડયા મૂકીને ધ્યાન-ભજન કરવું; તો મહારાજ ને મોટા સહાયમાં ભળીને મૂર્તિ સિદ્ધ કરાવે ત્યારે તે સાધુ કહેવાય. જે નબળાનો જોગ રાખે ને મલિન આહાર રાખે તેણે તો ત્યાગીનો વેષ લીધો કહેવાય, પણ તે સાધુ ન કહેવાય. તેની તો મહારાજ ને મોટા સહાય કરતા નથી; એટલે માયા પરાભવ પમાડે છે. કલ્યાણને અર્થે સાધુ થયા હોય અને ધર્મ-નિયમ લોપાઈ જાય તોપણ એમ જાણે જે, ‘આપણે સાધુ છીએ’; પણ સાધુનો માર્ગ કયો છે તે તો જાણતા નથી. સાધુએ તો બાળકની પેઠે માન રહિત વર્તવું.”  II ૧૩૯ II

On the morning of Chaitra Sud 6th, Bapashri showing his favour, talked. He said, “Unless one has got oneself absorbed in Murti, he develops love elsewhere and unwanted thought also arise in him. Therefore one should be cautious because without Maharaj if there will be unwanted thought, he will have to take another birth. The passion will not allow him to meditate on Murti so if he insists on meditating by becoming the form of Purushottam, the passion will be hampered. When Murti appears in the soul, the passion will burn up from the root.”

Swami Ishwarcharandasji said, “Are you going to keep unfulfilled though we have met such a great Mukta like you?” Bapashri replied, “Those who continue sincerely will be fulfilled and those who sit idle will definitely remain unfulfilled. Therefore do it whatever is to be done but Jiva does not like to meditate. There was Bhoja Bhakta here. Since he came in contact with satsang, he would not even drink water on the day of ekadashi. His wife was a great sinner but he was not affected by her company. He used to see Murti constantly. He was told that he was videhi Mukta (not having sense of body). Then he said, “Poor videhi may be wandering some where and I am dwelling in Maharaj’s Murti.” Today there are many Muktas in satsang, in renunciation, and in householder the greatness of such saints cannot be gauged with mind or speech. Today we have met the giver of real thing. We should become His customer and in all the three states one should keep constant memory of Murti.

            Then again Swami asked, “Memory can be kept in awakened (jagrut) state, but how can it be kept in dream (swapna) state, and sub conscience (shushupti) state?” Bapashri replied, “If one keeps eagerness for Murti and if that eagerness goes into Jiva, Murti will not be forgotten in all the three states stated above. Then Bapashri said, “I get tired by constantly giving discourses to Jiva and when I stop talking, someone asks how should it be done so that all defects are avoided?  How to get the bliss of Murti? But these talks meant only for avoiding defects and for getting bliss of Murti. He himself does not want to take any trouble and wants to become happy by avoiding defect- such is the nature of Jiva. If there is insistence for meditation, Murti can be had but come out from meditation.”

            Master Keshavlal said, “If Murti is seen in meditation one will not come out of it.”  Then Bapashri said, “If one meditates by giving up love for worldly affairs, happiness will come and will not come out from meditation. Therefore one should ignore illusive objects and happiness and siddhis of  Mul-Purush, Brahmkoti, Aksharkoti, etc.  They should be considered as worthless and should get attached to His Murti by becoming the form of Shri Purushottam-then only one can be happy. Illusive happiness is like the packet of ashes. This has been believed as valuable and hence one puts efforts for its collection even by enduring much misery. Whereas if value of real happiness is believed, what cannot be done for it?  If one seriously meditates, he will have Murti wherever his vruti (inclination of mind) goes. For those who have surrendered Shriji Maharaj, this talk is in the form of panacea of life but he who violates commands and ask for favour, is mad.”

            Chhotabhai of Kanbha asked, “What is to be done for thoughts which are arising more?”  Bapashri said, “If one purifies his diet which is polluted and frees himself from the bonds of bad company by taking the company of those who obey the commands of Maharaj and Muktas, his bad culture will be destroyed and will inherit good culture so illusive thoughts will not arise.  Therefore region and time etc., which are good should always be chosen and livelihood of bodies should be done according to commands and leaving other resolution, one should do meditation and worship.  Then Maharaj and Muktas will join with him to make him realize Murti, then only he is called saint. The one who keeps bad company and takes polluted food cannot be called saint, he is called to have dressed as renouncer. He is not helped by Maharaj and Muktas so he is defeated by illusion (maya). He has become saint for the purpose of salvation and even though dharma and rules are violated, he thinks that he is saint but does not know the path of saint. Saint should behave without pride like a child. || 139 ||