Gujarati / English

વૈશાખ વદિ-૮ને રોજ સવારે મૂળીવાળા સ્વામી બાળકૃષ્ણ-દાસજીએ પૂછ્યું જે, “એક સાધુ ધ્યાન કરે છે ને ધ્યાન કરતાં કરતાં રોવા માંડે છે તે શું સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ સાધુનો અવગુણિયો સ્વભાવ છે માટે પ્રથમ પણ શ્રીજી મહારાજનું સુખ નહોતું ને હાલ પણ નથી. અને જે રુએ છે  તે તો સિદ્ધિઓ છેટે દેખાય છે ને પાછી અદૃશ્ય થાય છે એટલે રડવું આવે છે અને તેને પામવાને માટે રુદન થાય છે. જેને મહારાજનું સુખ કે મૂર્તિ દેખાય તેને તો અતિશય આનંદ પ્રાપ્ત થાય અને અદ્શ્ય થાય તોપણ રોવરાવે નહિ. અને જે રોવરાવે તે તો માયા હોય એમ જાણવું. માટે જેને મોટા મળ્યા ન હોય, ને મોટાનો જોગ ન હોય તેને ધ્યાનમાર્ગમાં વિઘ્ન ઘણાં આવે છે અને સિદ્ધિઓ તથા ઐશ્વર્ય દેખાય તેને ઓળખે નહિ. એ તો જ્યારે મોટા મળે ત્યારે એ વિઘ્નને આવવા દે નહિ ને જ્ઞાન આપીને પાત્ર કરીને ધ્યાન કરાવીને મૂર્તિ સિદ્ધ કરાવે. માટે પાત્ર થવાય એવા મોટાનો જોગ કરવો.

“આ લોકમાં સાધનદશાવાળા ભક્ત ઓળખાય, પણ સિદ્ધ મુક્તને ઓળખવા તે કઠણ છે. કોની પેઠે? તો જેમ એક તો સદાયનો બહુ જ ધનાઢય હોય અને તેનો ખજાનો ભરેલો હોય ને કાંઈ ઉદ્યમ પણ ન કરતો હોય તેથી બહાર એનો ઉદઘોષ ન જણાય. અને એક તો ઘણા ઉદ્યમ કરતો હોય ને મોટાં મોટાં શહેરોમાં દુકાનો ચાલતી હોય, તેનો ઉદઘોષ બહુ જણાય. તેમ એક તો જપ, તપ, કથા, કીર્તન, સેવા, ધ્યાન બહુ જ કરે તેને જોઈને એમ જાણે જે આ તો રાત્રિ-દિવસ મંડયા રહે છે. એમ ઉદઘોષ બહુ જણાય અને સિદ્ધદશાવાળા તો મૂર્તિમાં જ રમૂજ કર્યા કરે ને મૂર્તિના સુખમાં જ ગુલતાન હોય ને સુખમાં જ ડૂબ્યા હોય તેથી કથા, વાર્તા, જપ, તપાદિક બહુ કરતા ન દેખાય તે ક્યાંથી ઓળખાય? માટે મુક્ત ઓળખવા તે  કલમ કઠણ છે.

“અને જેને પૂરું જ્ઞાન ન હોય તે કોઈકને સમાધિ દેખે તો અહોહો થઈ જાય. પણ તે તો વિષયરૂપી વાયુ લાગે તો હોલવાઈ જાય. વાસના છે તે સમાધિમાં બ્રહ્મનું સુખ આવતું હોય ત્યાંથી પાછો ખેંચી લાવે એવી છે. અને સમાધિમાં સકામ ભાવ છે ને તેમાં નુકસાન છે. માટે સમાધિ કરતાં અખંડ સ્મૃતિ તે શ્રેષ્ઠ છે. અને એથી મૂર્તિનો સાક્ષાત્કાર થાય તે શ્રેષ્ઠ છે. અને તેથી પણ મૂર્તિમાં રસબસ થઈ જવાય તે શ્રેષ્ઠ છે. સમાધિવાળો સકામ છે અને અખંડ સ્મૃતિવાળો નિષ્કામ છે. આ સભાથી બીજી જુદી દિવ્ય સભા જોવા ઈચ્છે તેના મુખની વાણી ન સાંભળવી. આ સભામાં સુખ ને તેજ ને શીતળતા રહી છે. તેથી સુખપરના લક્ષ્મણ ભક્તને ગોપીઓની પેઠે ‘લો કાન, લો કાન’ એની પેઠે આનંદના ફુવારા બહાર નીકળી ગયા.”  II ૧૪ II

On the morning of Vaishakh Vad 8th Swami Balkrushnadasji of Muli asked a question, “A saint meditates and during meditation he starts crying. How to understand that?” Bapashri replied, “The nature of that saint is to see flaws in others so he did not have the bliss of Shriji Maharaj formerly and at present it is not there too. He cries because he sees supernatural powers at distance and then they become invisible and to get them he cries. The one who sees Murti or bliss of Maharaj will get very much joy and if it is invisible, it will not make him cry, and the thing which makes cry should be known as maya. Therefore, those who have not met Muktas and have no contact with them will face many hurdles on the path of meditation and even if supernatural powers and miracles are seen, he will not be able to recognize them. And when Muktas meet us they will prevent hurdles and make us worthy by giving knowledge and make us meditate and thereby Murti is realized, therefore, we should come in contact with Muktas so that we become worthy. In this world, it is easy to identify devotees who are seekers but it is difficult to identify realized Muktas. For an example, a person is very rich by birth and his treasure is full. He may not be doing any work so he is unknown outwardly whereas on the other hand a person is doing much work. He has shops in big cities his fame seems much. Similarly a devotee does much jap (repetition of a mantra), penance, seva (service), meditation and reads scriptures, sings devotional songs, etc. On seeing him we will think that he is occupied round the clock worshiping God. Thus his efforts become public. Whereas on the other hand realized Muktas enjoy Murti and are engrossed in the bliss of Murti and since they are immersed in Murti they do not seem to be doing much of katha-varta, jap, penance, etc. so how they can be known. Therefore, Muktas are difficult to be recognised. If a person having no perfect knowledge sees some one in trance, he will be surprised very much. In case the wind in the form of objects of enjoyment blows against trance, the state of trance will be blown out. The passion brings back from the bliss of Brahm in trance. The feeling of getting reward in trance is harmful. Therefore, the constant memory of God is better than trance, and getting engrossed in Murti is better than the best. The person doing trance is sakam (one who expects the reward), wheresas the person having constant memory has no expectation for reward. We should not hear the speech of him who wishes to see divine assembly different from this assembly. There is happiness, brightness and coolness in this assembly. As a result of this the devotee named Laxman of Sukhpur became extremely joyful, and forgot his self just as Gopis started saying, “Buy Krishna, buy Krishna.” || 14 ||