Gujarati / English

ચૈત્ર સુદ-૯ને રોજ બપોરે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “સ્વામી અચ્યુતદાસજીના જેવી સ્થિતિ થવાનો શો ઉપાય હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખે તો એવી સ્થિતિ થાય, અથવા અતિશય મોટા સંતની પ્રસન્નતા મેળવે તો એવી સ્થિતિ થાય. એક સમયે સંતદાસજી તથા સ્વરૂપાનંદ સ્વામી ફરતાં ફરતાં ગામ ધ્રુફી અચ્યુતદાસજીને ઘેર ગયા. તે બે દિવસથી ભૂખ્યા હતા ને અચ્યુતદાસજીના પિતા ઘેર નહોતા, તેથી અચ્યુતદાસજીએ સીધું, પાણી, બળતણ વગેરે સામાન તેમને લાવી આપ્યો. તેમણે થાળ કરીને ઠાકોરજીને જમાડયા અને પ્રસાદી જમ્યા. પછી તેમના ઉપર રાજી થયા ને કહ્યું જે, ‘છોકરા માગ, જે માગે તે આપીએ.’ ત્યારે અચ્યુતદાસજીએ માગ્યું જે, ‘જે તમને વહાલું હોય તે મને આપો.’ ત્યારે તે મુક્ત બોલ્યા જે, ‘તારી પણ અમારા જેવી સ્થિતિ થશે.’ તે જ વખતે અચ્યુતદાસજીની નિરાવણ દૃષ્ટિ થઈ ગઈ.

“એક વખતે એમનાં મા-બાપે ગઢડે શ્રીજી મહારાજને દર્શને જતાં એમને સાથે લીધા. પંદરેક ગાઉ ગયા ત્યારે વિચાર થયો જે આ છોકરો ચાલી શકશે નહિ માટે તેને પાછો વાળીએ. પછી ઘસિયો આપીને કહ્યું જે, ‘તારાથી ચાલી શકાશે નહિ, માટે આ ટીમણ મારગમાં ખાજે ને પાછો ઘેર જા.’ પછી તે ઘેર આવ્યા, પણ સાથે જવાની આતુરતા ન બતાવી; કેમ જે મહારાજને સદા અખંડ દેખતા. એવી સ્થિતિ મોટાની કૃપાએ થાય.”

પછી સ્વામીએ કહ્યું જે, “સંવત ૧૯૨૯ની સાલમાં અચ્યુતદાસજી સ્વામી અમદાવાદ આવ્યા હતા તે સભામંડપને ત્રીજે માળ ઊતર્યા હતા. ત્યાં સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ એમને પૂછયું જે, ‘તમે કેટલાં વર્ષે સમૈયે આવ્યા?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘તેર વર્ષ થયાં.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ઘણે વર્ષે આવ્યા.’ ત્યારે સ્વામી અચ્યુતદાસજી બોલ્યા જે, ‘સ્વામી, તમારા જેવા મોટાના પ્રતાપે કરીને નાનપણથી મારે આવરણ ટળી ગયાં છે. બધાં મંદિરોમાં સભાઓ થાય છે ને વાતોચીતો થાય છે તે સર્વે હું દેખું છું ને સાંભળું છું; તેથી આવતો નથી.’ એમ પોતાની સ્થિતિ કહી હતી.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “મોટાની કૃપાએ આવું થવાય.”

પછી વાર્તાની સમાપ્તિ કરીને ‘શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય અને આ સભાની માયાનો ક્ષય’ એમ બોલ્યા.  II ૧૪૪ II

On the noon of Chaitra Sud 9th, Swami Ishwarcharandasji asked a question in assembly, what is the way to get the state like that of Swami Achyutdasji?”  Bapashri replied, “The one who keeps constant vruti (tendency of mind) in Shriji Maharaj’s Murti will achieve that state alternatively by getting the pleasure of very great Mukta. Once Santdasji and Swarupanandj Swami went to Achyutdasji’s house at village Dhrufi while going from place to place. They were hungry for last two days and father of Achyutdasji was not at home. Therefore Achyutdasji brought necessary things like grains, pulses, vegetables, water, firewood, etc., for preparing food and gave them. The thal was offered to Thakorji and his Prasad was taken. Then they were pleased with the boy and asked him to ask for anything and he would get it. Then Achyutdasji said to give him whatever was dear to them. Then Muktas said that he would achieve the same state as that of theirs. At the very moment sight of  Achyutdasji became coverless (niravaran). Once his parents were going to Gadhada for Shriji Maharaj’s darshan and took him with them. After covering the distance of 24 miles his parents thought that the son would not be able to walk, so he should be sent back. Then they gave him ghasiyo (sweet prepared from wheat flour) and told him that he would not be able to walk and go back home and eat this tiffin on the way. Then he came back home but did not show eagerness to go with them, because he was constantly seeing Maharaj. Such status can be achieved by the grace of Muktas. Then Swami said that in Samvat 1929, Swami Achyutdasji had come to Amdavad and he was provided accommodation on the third floor of the assembly hall. There Sadguru Nirgundasji Swami asked him, “After how many years did you come for samaiya (religious festival)?”  He replied that after thirteen years. Then Swami said that he had come after many years. Then Achyutdasji Swami said, “Swami! Because of your grace my coverings have been removed from very young age. I can see and hear every thing which is being said and talked in the assemblies of all the temples, so I do not come.”  Thus he described his state.  Then Bapashri said, “This can happen only by the grace of Muktas.”  After completing the talk jay ghosh of Sahajanand Swami was made and blessed the assembly, ‘let this assembly free from cultures of illusion.’  || 144 ||