Gujarati / English

મહા વદ-૧૦ને રોજ સવારે સભામાં કર્તા, અકર્તા ને અન્યથા-કર્તાપણાનો પ્રસંગ નીકળ્યો હતો.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એક સમયે મોટા મુક્તોને એમ વિચાર થયો જે આપણે સત્સંગ કરાવીને જીવનો મોક્ષ કરીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજે એ સંતોની સભાની ઉપર બીજી દિવ્ય તેજોમય સભા બતાવી. તે જોઈ સર્વે બોલ્યા જે, ‘આ શું?’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘આ તો અક્ષરધામની સભા છે.’ એમ અન્યથા કર્તા છે.”

પછી વાત કરી જે, “આ જીવને મોહરૂપી નિદ્રા તે આંધળો ઘોડો છે અને આ ગોત્રનો અવગુણ લેવાય છે તે મોહે કરીને  લેવાય છે. આ સભા દિવ્ય છે તેમાંથી પણ મોહે કરીને અવગુણ શોધી કાઢે. માટે ભગવાનના સંતનો સમાગમ કરીને દોષ માત્ર ટાળીને પવિત્ર થાવું; તો આ સભાનો અવગુણ ન આવે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “પવિત્ર થવાનો શો ઉપાય હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્ઞાનઈન્દ્રિયોને જ્ઞાનમાર્ગે ચલાવે ને કર્મઈન્દ્રિયો ને કર્મમાર્ગે ચલાવે, એમ સર્વે ઈન્દ્રિયો કરીને ભગવાન સંબંધી ક્રિયા કરે તો પવિત્ર થઈ જવાય. બીજું, આ બ્રહ્મસભામાં નહાય તો પવિત્ર થાય. આ બ્રહ્મઅગ્નિ છે. આ સભામાં ઝીલે એટલે કે જ્ઞાન ગ્રહણ કરે તો તે મૂર્તિથી ઓરો રહે નહિ.

“પતિવ્રતાપણું જે ભગવાનને વિષે નિષ્ઠા, તે પાકી રાખવી. દેહ પડવાનો હોય તો ભલે પડે, પણ ઔષધની તથા દવાની આસ્તા ન રાખવી. બીજા દેવની આસ્તા રાખે તો વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. ‘પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો’. એક બાઈએ સાંબેલું પડતું મૂકયું, પણ પતિનું વચન મૂકયું  નહિ. એવી પતિવ્રતાના જેવી ભક્તિ કરવી, પણ રખડેલ ન થાવું. રખડેલની ખબર કોઈ રાખે નહિ. જ્યારે પ્રત્યક્ષ શ્રીજી મહારાજ પોતે મળ્યા ત્યારે દેવ-અદેવ પાસે જવું નહિ; કેમ કે વૈદ-દાકતર પણ ચાલ્યા જાય છે. ઔષધ કર્યા વિનાના કેટલાય ડોસા અહીં પડયા છે અને વૈદ ને દાકતર તો બિચારા પચીસ વર્ષમાં મરી જાય  છે. ઔષધથી ઊલટો દેહ સડી જાય છે, માટે ઔષધની પ્રતીતિ ન રાખવી. અને જંત્ર-મંત્રની તથા દેવ-અદેવની પ્રતીતિ ન રાખવી. કીમિયાવાળાની પણ પ્રતીતિ ન રાખવી. કીમિયાવાળા બહુ ભૂંડા છે તે નજર બાંધીને સોનું બતાવે છે; પછી કાંઈ ન હોય, માટે તેનો વિશ્વાસ ન રાખવો. જેણે સ્વામિનારાયણ ઓળખ્યા હોય તેને તો એ કોઈની પ્રતીતિ આવે જ નહિ.

“આજ શ્રીજી મહારાજે ને મોટાએ ધર્મધુરંધર કલ્યાણનો માર્ગ બાંધ્યો છે, તેમાં જે જે નિયમ કહ્યા છે તેમાં જે ન વર્તે ને વર્તમાન લોપે તે સર્વે નર્કના અધિકારી છે, તે કોઈ દિવસ નીકળવાના નહિ; માટે તેનો પ્રસંગ ન રાખવો. આજ આ જ્ઞાનયજ્ઞ ને યોગયજ્ઞ થાય છે તેમાં આત્યંતિક કલ્યાણ થાય છે.

“સતયુગમાં લાખ વર્ષ ધ્યાન કરે ત્યારે ભગવાનનું દર્શન માત્ર જ થતું. ત્રેતાયુગમાં દશ હજાર વર્ષ સુધી યજ્ઞ  કરે ત્યારે દર્શન થાય અને દ્વાપર યુગમાં એક હજાર વર્ષ સુધી પરિચર્યા કરે ત્યારે દર્શન થાય. આ કળિમાં સો વર્ષ સુધી કીર્તન કરે ત્યારે દર્શન થાય. અને આજ વર્તમાન કાળે તો શ્રીજી મહારાજની મૂર્તિમાં રસબસ કરીને જોડી દઈએ છીએ. આજનો એવો પ્રતાપ છે. આજ તો સંત-હરિજનોનાં દર્શન કરે તો પગલે પગલે બ્રહ્મયજ્ઞ થાય ને વળી આત્યંતિક કલ્યાણ કરે. આ યોગયજ્ઞ ને બ્રહ્મયજ્ઞ છે. આમાં આવેલાને ફેર જન્મ ધરવો પડશે નહિ. ઠેઠ મૂર્તિમાં મૂકી દઈશું. આવો પ્રત્યક્ષ મૂર્તિનો પ્રતાપ છે.

“યુધિષ્ઠિરને શાસ્ત્રમાં વિશ્વાસ હતો તો કલ્યાણ થયું નહિ. શાસ્ત્ર તો માયિક ગુણવાળા ઋષિઓનાં કરેલાં છે; માટે તેની પ્રતીતિ ન રાખવી. અને શ્રીજી મહારાજનાં કરેલાં શાસ્ત્ર તો દિવ્ય છે તેમાં પ્રતીતિ રાખવી. વાતચીત કરવી કે પ્રાયશ્ચિત્ત દેવું તે નિર્ગુણ થઈને કહેવું-દેવું, પણ ત્રણ ગુણમાં રહીને કહેવું-દેવું નહિ. જે સત્ય વચન બોલાય તે મહારાજ બોલાવે છે, ને અસત્ય વચન બોલાય તે માયા બોલાવે છે; એમ જાણવું.”  II ૧૪૯ II

On the morning of Maha Vad 10th, topic about doer, nondoer and Anyathakarta (deed getting it done by some one else) was being discussed in the assembly. Then Bapashri said, “Once great Muktas thought that we were liberating Jivas by getting done them satsang.”  There Shriji Maharaj showed another divine luminescence assembly above the assembly of saint. Seeing that all exclaimed what this was!  Then Shriji Maharaj said, “This is the assembly of Akshardham, and it is Anyathakarta (meaning as above).  Then Maharaj said that this Jiva has sleep in the form of fascination which is blind horse and it takes faults of this gotra because of the snare of fascination. This assembly is divine even then faults are being found from it by snare of fascination. Therefore one should associate with God’s saints and should become pious by avoiding all flaws- then only he will not find fault of this assembly.  

            Then Swami Ishwarcharandasji asked, “How to become pious?”  Bapashri replied, “He can become pious by using senses of knowledge for the purpose of knowledge and senses of karma (deeds) for the purpose of karma. Thus, if one uses all his senses for performing activities related to God, he can become pious. Secondly, if he bathes in this Brahm assembly, he will become pious. This is Brahmagni. In this assembly if he grasps the knowledge, he will not be away from Murti. One must have firmness for God like a married woman who is faithful to her husband, -it should be very firm. If the body is going to fall (means death), let it fall but should not rely on medicine. If he relies on other god, his worship is like an immoral woman. ‘Pativratano dharma achal kari paljo.’- One should do devotion like a faithful woman. A woman who was faithful to her husband gave priority to her husband’s work by keeping aside the work which she was doing. Such kind of devotion like faithful married woman should be done but should not become wanderer.  No body cares for wanderer. When Shriji Maharaj Himself has met one should not go to any other god or devil because doctors also are not exception to death.  Many old men are living here without taking any medicine whereas doctors meet their death in the young age of twenty-five. On the contrary, medicine harms the body. Therefore, one should not depend on medicine or on jantra-mantra or gods or devil.  We should also not depend on alchemist who are unreliable. They show gold by hypnotizing. Afterwards there is nothing. Therefore they should not be trusted. The one who has recognised Swaminarayan will not be influenced by any one of them. Today Shriji Maharaj and Muktas have built the path of staunch welfare. Those  who do not follow the rules given in it and violates vartman are fit for hell. They will never come out. Therefore they should be avoided. Today gnanyagna and yogyagna are being held. There will be ultimate liberation in it.  In Satyug if one meditated for one lakh years, he would get only darshan of God. In Tretayug if one performs yagna for ten thousand years, he would get darshan and in Dwaperyug if one serves God for one thousand years, he will have darshan. In Kaliyug if one sings devotional song for hundred years he would get darshan. In present time, we are attaching devotees to Shriji Maharaj’s Murti by making them immersed in it. Such is the power of this time.  Today if one does darshan of saints-devotees, at every step there will be Brahmyagna and it will give him ultimate liberation. This is yogyagna and brahmyagna. One who has come in it will need no second birth. We will put him in Murti directly. Such is the power of physical Murti. Though Yudhisthir had trust in scripture, he was not benefited.  Scriptures are written by seers having illusive attributes. Therefore one should not trust those and scriptures written by Shriji Maharaj are divine and they should be trusted. If one is to be  repented or be talked with him, it should be done without any attributes but should not be done with three attributes (satva, raj, tams). Truth which is spoken is by the grace of Maharaj and if lie is spoken it is because of illusion (maya)   -thus it should be known. || 149 ||